________________
શારદા સીગર
૩૨૭
થંભી જશે, દિશાઓ કંપી ઉઠશે અને સૂર્ય-ચંદ્ર તેનું પરિભ્રમણ અટકાવી દેશે ને સંસારની પ્રત્યેક શક્તિ એના ચરણમાં આળેટશે. આવી શક્તિ આત્મામાં છે પણ પેલા ગાડરના મેળામાં ભળી ગયેલા સિંહના બચ્ચાની જેમ જયાં સુધી એને એની શક્તિનું ભાન ન હતું ત્યાં સુધી ગાડર જે બનીને રહ્યો પણ જ્યારે એને એની શકિતનું ભાન થયું ત્યારે ગર્જના કરીને ગાડરના ટેળામાંથી ભાગ્યે. તેમ તમને પણ ભગવાનના સંત ભગવાનની વાણી દ્વારા ગર્જના કરીને સજાગ કરે છે. હે ભવ્ય છે ! તમે વિશ્વમાં સર્વ શ્રેષ્ઠ પ્રાણી છે, દેવતાઓને પ્રિય છે અને અનંત વીર્યશાળી છે માટે હવે સ્વરૂપની પિછાણ કરી લે.
જેમણે આત્મતત્વની પિછાણ કરી છે ને આત્મસાધના માટે જેએ સજાગ બન્યા છે તેવા અનાથી નિર્ગથ અને શ્રેણીક મહારાજા વચ્ચે સનાથ અને અનાથને સંવાદ ચાલે છે. તેમાં રાજાએ પૂછયું કે તમે મને અનાથ કેમ કહો ? ત્યારે મુનિએ કહ્યું કે હું જે રીતે અનાથ કહું છું તે તમે સમજ્યા નથી તે તમે સાંભળે.
सणेह मे महाराय, अवक्खितेण चेयसा । जहा अणाहो भवइ, जहा मेय पवत्तियं ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૧૭. હે રાજા ! તમારી પાસે ધન-વૈભવ બધું ઘણું છે. એ હું જાણું છું છતાં પણ મેં તમને અનાથ કહા છે તે એ વાત મારી પાસેથી એકાગ્ર ચિત્તથી સાંભળો. અત્યારે તમને મારી વાત અસત્ય લાગશે પણ “નાથ” શબ્દને અર્થ, અને અનાથતા ને સનાતાને ભેદ જાણી લેવાથી તમને મારી વાત સત્ય લાગશે. અનાથતા અને સનાથતાને ભેદ હું માત્ર વિદ્વતાથી નહિ પણ મારા અનુભવથી તમને સમજાવીશ. બંધુઓ ! શ્રેણીકે શું કહ્યું હતું ખબર છે ને ? હે મુનિ ! હું તમારા નાથ થઈશ. તમે કેઈના નાથ થાવ તેમ છે? કઈ ગરીબ તમારી પાસે કરગરે તે શું કહેશે ? એક કહાની યાદ આવે છે.
ઝાલાવાડના એક ગામમાં ઘણાં રાજપૂત ગરાસીયા ને અન્ય કેમના માણસે વસતા હતા. ગામમાં વાણીયાનું એક ઘર હતું. તેને પુણ્યોદય ખૂબ પ્રબળ હતું એટલે તે ઘણે સુખી હતે. ગામમાં એનું માન સારું હતું. આવા સુખી શ્રીમંત વણિકનું એક ઘર એટલે સૌ એને શેઠ-શેઠ કરતાં. એ ગામમાં એક ગરાસીયે પણ ખૂબ ધનવાન હતે. જમીન જાગીર પણ ખૂબ હતી. તે એક રજવાડા જેવી સાહ્યબી ભોગવતા હતા. પણ એના કર્મે ભાન ભૂલ્ય. હું તમને ત્રણ દિવસથી કહું છું કે જુગાર જેવું કોઈ ખરાબ વ્યસન નથી. જુગાર રમે છે તેના ઘરના નળીયા પણ સાફ થઈ જાય છે. આ ગરાસીયે પણ ખૂબ જુગાર રમે. જુગારમાં તેના માલ-મિલ્કત બધું સાફ થઈ ગયું. ઘરબાર તેમજ એની પત્નીના દાગીના બધું વેચાઈ ગયું. ફક્ત પાંચ વીઘા જમીન