________________
શારદા સાગર
૩૧૩
ખાને દાટેલે છે આ રીતે અજ્ઞાની જીવને પણ ખબર નથી કે સુખ અને શાંતિ બહાર નહિ પણ અંદર ભરેલા છે. જેમ ભિખારીએ નીચે ખાડે ના બદલે તેમ આત્મા પણ અંદરમાં ડેાકીયું ન કરે તે આત્માને ખજાને ક્યાંથી મળે? અંદર શોધ ચલાવે તે સુખ-સુખ ને સુખ ભરેલું છે.
જેણે અંતરમાં સુખની બેજ કરીને સુખને પ્રજાને મેળવેલ છે તેવા અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે હે રાજન ! તું અનાથપણને જાણ નથી. ભગવાને દશવૈકાલિક સુત્રમાં કહ્યું છે તે સાધક! તું સત્ય પણ પ્રિયકારી ભાષા બોલ. સત્ય બોલવા છતાં ઘણીવાર બીજાને દુઃખકારી લાગે છે.
तहेव काणं काणेत्ति, पंडगं पंडगेत्ति वा। वाहियं वावि रोगित्ति, तेणं चोरे त्ति नो वए॥
' દશ. સૂ. અ. ૭ ગાથા ૧૨. કોણને કાણે, નપુંસકને નપુંસક, રોગીને રોગી, ચેરને ચેર કહીને બોલાવાય નહિ. કારણ કે કાણને કહીએ કે હે કાણીયા? રોગીને કહીએ કે હે રોગી ! તે તેના દિલમાં દુખ થાય છે. તેને ગમતું નથી. માટે આવી તોછડી અને અપ્રિય ભાષા સાધુથી બેલાય નહિ. પણ કેવી રીતે બોલાવાય? “નામધન્નેનેí વ્યાં થી વા કુળો દરેકને તેના નામ અથવા ગોત્રથી લાવાય. મૈતમસ્વામી આદિ ત્રણ સગા ભાઈઓ હતા. ગૌતમસ્વામીનું નામ ઇન્દ્રભૂતિ, બીજાનું નામ: અગ્નિભૂતિ, ને ત્રીજાનું વાયુભૂતિ હતું. પણ તેઓ ગૌતમ ગોત્રી હતા તેથી ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને હે ગેયમા! કહીને બોલાવતા. બીજા ભાઈને દુચ્ચે ગમે ને ત્રીજાને તથ્ય ગોયમે કહીને બોલાવતા. કહેવાનો આશય એ છે કે જે નામ બોલવામાં સારું લાગે, જેને લકો જે નામથી બોલાવતા હોય તેને તે નામથી બોલાવવું જેથી કોઈને દુખ ન થાય. સાધુએ હે કાકી -ભાભી- સખી-શેઠાણ આદિ નામથી કોઈને બોલાવાય નહિ, પણ આયુષ્યમાન ! ભાઈ-બહેન આદિ શબ્દ પ્રયોગ કરાય. સાધુ બોલે છતાં મૌન જેવું બેલે.
होलावायं सहीवायं गोयावायं च नो वए। तुमं तुमं ति अमणुन्नं, सव्वसो तं नो वत्तए॥
સૂ. અ. ૯ ઉ. ગાથા ૨૭ કેઈને તુંકારો કરવાથી સામા માણસને આપણા શબ્દ અમનેઝ લાગે. અણગમો ઉત્પન્ન કરે છે. માટે સત્ય હોવા છતાં મધુર ભાષા બેલે. દૂધમાં જ્યારે સાકર નાંખવામાં આવે છે ત્યારે તે દૂધના એકેક કણને મધુર બનાવી દે છે. તેમ હદયની મધુરતા વાણીમાં ઉતરે તે વાણુ પ્રિયકર બની જાય છે. માટે બોલવા સાથે બોલવાની કળા શીખવી