________________
શારદા સાગર
૩૧૭
માનવ માનવતાને સાચવી શકતું હોય તેવી તો વિરલ વ્યક્તિઓ હોય છે. સજજન માણસો પોતાના પ્રાણનું બલિદાન આપીને બીજાના દુઃખને દૂર કરનાર, નીતિમાન હોય છે. જીવ સત્યવાદી અને નીતિમાન નહિ બને તે ધર્મસ્થાનકમાં આવી દેવ-ગુરૂ ધર્મની શ્રદ્ધા કેવી રીતે કરી શકાશે? વીર વાણીના પાન કેવી રીતે કરી શકશે? કારણ કે પાત્ર વિના વસ્તુ ટકી શકે તેમ નથી, સિંહણના દૂધ ટકાવવા માટે સોનાનું પાત્ર જોઈએ તેમ વીર વાણીને ટકાવવા હૃદય શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ.
આત્માના ભાગ્ય જાગે ત્યારે વીતરાગ વાણી સાંભળવા મળે. તેમજ તેના દર્શન થાય. પણ અનાદિકાળથી જીવ કામગની અને રાજ્યની કથામાં ઓત પ્રોત બની ગયે છે. રાગના અધ્યવસાયને પિષ્યા છે અને દેહ અને આત્મામાં એકત્વ બુદ્ધિ થાય તેવી કયાઓ ખૂબ સાંભળી છે. જેમાં એને રુચિ થાય છે તે વાતે જલ્દી પકડે છે. વીતરાગ વાણું સાંભળતા પણ જ્યાં ભૌતિક સુખનું વર્ણન આવે ત્યાં તન્મય બની જાય છે ને આત્માની વાતમાં અરૂચી થાય છે. તેનું કારણ અનાદિ કાળથી આત્માને મિથ્યાત્વને તાવ આવ્યો છે. તેને ઉતારવા માટે જ્ઞાની પુરૂષ ડોઝ આપે છે, જેમ માતા બાળકને પરાણે દવા પીવડાવે છે, ન પીવે તે ખેાળામાં સૂવાડી, હાથ-પગ પકડી મુખ બોલીને દવાને ડેઝ રેડે છે પણ ગળેથી નીચે ઉતારવી કે ન ઉતારવી એ તેના હાથની વાત છે? માતા એને ગળા નીચે ઉતારી શકતી નથી. ત્યાં બાળકની સ્વતંત્રતાની વાત છે. જે દવા પીવી ન હોય તો હેંગ કરીને દવા બહાર કાઢી નાંખે છે ત્યારે દવા પીવડાવવા માટે એને લાલચ આપે છે તેમ જ્ઞાનીએ જેને ભવરોગ લાગુ પડે છે તેને દવા આપે છે. ન લે તે પરાણે પીવડાવવા પ્રયત્ન કરે છે પણ પુરૂષાર્થ તમારે આધીન છે. દેવ -ગુરૂ અને ધર્મનું શરણું તે પતાસું છે. તે હવે તારા આત્માની પિછાણું કરી લે, આવી ઉત્તમ વાણી સાંભળવા મળી છતાં સાંભળતા નથી તે પછી તમે શું કરશે ? પર પદાર્થોમાં જે રૂચી છે તેને બદલીને આત્મભાવની રૂચી પ્રગટ કરી લે. જે એકાગ્રચિત્ત કરી રૂચીપૂર્વક વીતરાગ વાણીનું શ્રવણ કરશો તે હેય- સેય અને ઉપાદેયનો વિવેક થશે. વીતરાગવાણીના શ્રવણ વિના હેય, રેય અને ઉપાદેયને નિર્ણય નહિ થાય. કારણ કે અનાદિની ઊંધી સમજણ ટાળવા વીતરાગવાણુ એ અમૂલ્ય ઔષધિ છે. ઊંધી સમજણ ટળે નહિ ત્યાં સુધી સમ્યક ચારિત્ર આવે નહિ. ચારિત્રનો પાયો સમ્યદર્શન છે. સમ્યકદર્શન થયું એટલે ચારિત્ર પ્રાપ્ત થતાં વાર નહિ લાગે. માટે તું જીવ - અજીવ પુણ્ય-પાપ ઉપર શ્રદ્ધા રાખી ને સત્ય, નીતિ અને પ્રમાણિકતાને પ્રાપ્ત કરવાના પ્રયાસો કરીને મહાન પુરૂષની જેમ જીવન શુદ્ધ બનાવી દે, વીતરાગ વાણીનું શ્રવણ-મનન અને ચિંતનની ભૂમિકામાંથી પસાર થશે ત્યારે સમ્યક્દર્શન પ્રગટ થશે. ને એ પ્રગટ થયા પછી તમને દેવો ડગાવવા આવશે તે પણ તમારી શ્રદ્ધાને ફેરવી નહિ શકે.
જેને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે તે જીવ સંસારમાં રહેવા છતાં પણ તેને