________________
શારદા સાગર
૩૧૫.
વર્ષો સુધી આપણી આંખ સામે એને જોઈ છે. એક નાનકડો કાળા ડાઘ પણ એનામાં જોવા નથી મળ્યો. અંજના પવિત્ર છે, સુશીલ છે માટે આપ એને કાઢી ન મૂકો. ખૂબ ગંભીર સ્વરે મહામંત્રીએ કહ્યું પણ રાજાના મન ઉપર એ વાતની બિલકુલ અસર ન થઈ. તે પોતાના વિચારમાં દઢ રહ્યા ને દ્વારપાલને બોલાવીને આજ્ઞા કરી કે મારે એનું મુખ જેવું નથી. એ પાપણીને હમણાં ને હમણાં અહીંથી વિદાય કરો. હજુ પણ મંત્રી નમ્ર બનીને રાજાને વિનવે છે કે મહારાજા ! કંઈક તે વિચાર કરે. ત્યારે રાજાએ લાલચેળ બનીને ઉગ્ર સ્વરે કહી દીધું કે તમે બધા એને બચાવ ન કરે. હું તમારી વાત માનવા તૈયાર નથી.
રાજાને શેષ જોઈને દ્વારપાળનું હૃદય પણ ધ્રુજી ઉઠયું. અંજનાને ભૂખી-તરસી કાઢી મૂકવાનું પાપકાર્ય કરવા જતા એના અગેઅંગમાં ઘૂજારી છૂટી. છતાં રાજાની આજ્ઞા એટલે આજ્ઞા ! આ તરફ વસંતમાલાને તે પૂરી શ્રદ્ધા હતી કે હમણાં પિતાજી અને માતાજી આવશે ને આપણને મહેલમાં લઈ જશે. તેથી અંજનાને આશ્વાસન આપતી હતી. પણ અંજના તે કહેતી હતી કે મારા કર્મો એવા ગાઢ છે કે માતા-પિતા પણ સામું નહિ જુવે, એ તો નીચી દષ્ટિ ઢાળીને ગરીબ ગાયની જેમ બેઠી હતી.
દ્વારપાલનું હૃદય ભીંજાઈ ગયું”:-વસંતમાલા રાહ જોતી હતી. દ્વારપાળ વિચાર કરવા લાગે કે ભૂખી ને તરસી અંજના ક્યાં જશે? એનું શરણ કે એકલી અટૂલી કેવી દુઃખી બની જશે? એની આંખમાં આંસુ આવી ગયા. તે ધીમે પગલે દરવાજા પાસે આવ્યો ને મૌન ઉભું રહો, તેને આંસુ લૂછતે જે વસંતમાલાને ફાળ પડી. તેણે પૂછ્યું કે મહારાજાએ શું કહ્યું? પણ દ્વારપાલની કહેતાં જીભ ઉપડતી નથી, અંજના કહે છે ભાઈ ! મૌન શા માટે રહે છે? જે હોય તે જરા પણ ચિંતા રાખ્યા વગર કહી દે. બહેન! મહારાજા તે અંજના આપના ઉપર ખૂબ કોપાયમાન થયા છે ને કહેવડાવ્યું છે કે તમે આ રાજયની હદ છેડી જલ્દી ચાલ્યા જાવ. આટલું વાકય પૂરું કરતાં તે દ્વારપાળ ડૂસકાં ભરીને રડવા લાગ્યા ને પિતાનું મુખ છૂપાવી દીધું.
હવે વસંતમાલા કહે છે બહેન! પિતાજીએ ભલે ભૂલ કરી પણ આપણા માતાજી તે ખૂબ ભલા છે. ને તું તે તેમને ખૂબ વહાલી છે. અને માતાને સંતાન પ્રત્યે વહાલ હોય તેટલું બાપને ન હોય. કહેવત છે ને કે ઘડે ફરતે બાપ મરજો પણ ઘટી ફેરવતી મા ન મરશે. પિતા કમાઈ જાણે છે પણ સંતાનને વહાલ આપી શકતા નથી, માટે બહેન ચાલ માતાજી પાસે. અંજનાસતીનું મન માનતું નથી. પણ વસંતમાલાના આગ્રહથી માતાના મહેલે જશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે.