________________
૩૧૬
શારદા સાગર
વ્યાખ્યાન નં.- ૩૮
“જન્માષ્ટમી” શ્રાવણ વદ ૮ ને શનિવાર
તા. ૩૦-૮-૭૫ અનંત જ્ઞાની ફરમાવે છે કે હે જીવ અનંતકાળથી તે ચીજ નથી મેળવી તેને મેળવવા માટે આ મનુષ્ય જન્મ મળે છે. એવી કઈ ચીજ હશે કે જેનાથી જન્મમરણના ફેરા ટળે? આત્મિક સુખ મળે તેવી ચીજને જ્ઞાની કહે છે તે હજુ મેળવી નથી.
"लभन्ति विमला भोए, लभन्ति सुर संपया ।
મતિ પૂર્વામિત્ત , નો ઘ માફ ” પુણ્યના ઉદયથી ભૌતિક ઊંચી સામગ્રી અનેક વાર મેળવી. પુણ્યોદયે માનવ ભવ મળે. તેમાં કેસ જેવી સત્તામાં ધારાસભાની સીટ પણ અનેક વાર મેળવી. ભારતના વડાપ્રધાન પણ બની ચૂક્યા. અદાલતમાં એક પ્રશ્ન ઉપર અસીલની પાસેથી એક મિનિટમાં હજાર રૂપિયા મેળવનાર એ ધારાશાસ્ત્રી પણ થશે. પુણ્યના ઉદયથી ઈન્દ્રના સિંહાસન પણ સર કર્યા, અહેમેન્દ્રનું પદ પણ મેળવ્યું. આ બધું પુણ્યને મળ્યું હશે. ત્યારે બાકી શું રાખ્યું ? આ બધું મેળવ્યું પણ મુકિતનું સુખ કેમ ન મેળવ્યું? જીવે બધું જાણ્યું પણ એક આત્માને ન જાણે. આત્માના સ્વરૂપની પિછાણ વિના, ચારિત્રના સ્વીકાર વિના મેક્ષની પ્રાપ્તિ ના થાય. ગાથાના છેલ્લા પદમાં શું કહ્યું છે તે ખૂબ વિચારવા જેવું છે. “gો ઘો અમે ” જેની પ્રાપ્તિથી જન્મ-મરણના દુખડા ટળે તેવા સર્વજ્ઞભાષિત ધર્મની પ્રાપ્તિ ન કરી, બાકી બધું મેળવ્યું છે.
બંધુઓ ! સંતોના મુખમાંથી વીતરાગ વાણીની ધારા છૂટે છે તેમાં વીતરાગ પ્રભુને શું સંદેશે છે? શાસ્ત્રો દ્વારા તીર્થકરના પ્રતિનિધિ બની આજે પંચમ કાળમાં શું ઉપદેશ આપે છે કે આ બધું મેળવવા તું જે પ્રયત્ન કરે છે તે ન નથી. અપૂર્વ નથી. આવા પ્રયત્નો જીવ અનંત કાળ કરી ચૂક્યા પણ દુઃખની પરંપરાને અંત આવ્યે નહિ. ચિયાસી લાખ છવાયેનિમાં ઊંચામાં ઊંચે દેહ મળે છે. તો સમજ્યા ત્યારથી સવાર સમજીને પુરુષાર્થ કરે. ગૌતમ સ્વામી પૂછે છે પ્રભુ! દુર્લભ શું? ભગવાન ઉત્તર આપે છે કે હે ગૌતમ દુદ્દે લ માગુસે મને મનુષ્ય ભવ દુર્લભ છે પણ એમ ન કહ્યું કે દેવો ભવ દુર્લભ છે. જ્ઞાનીએ પોતાના કેવળ જ્ઞાનમાં જેઈને નકકી કર્યું છે કે માનવભવ પ્રાપ્ત કરવાના પુન્ય કઈ ધન્ય પળે પ્રાપ્ત થાય છે તેથી માનવ સૌથી દુર્લભ છે. માનવ ભવ પ્રાપ્ત કર્યા પછી, આર્ય ક્ષેત્ર, આર્ય કુળમાં જન્મ લીધા પછી માનવતા દુર્લભ છે. જ્યારે જીવ કષાયોને મંદ કરે છે, પાત્રતા પ્રગટે છે ત્યારે પુણ્યને થાક વધી જાય છે, ને વ્યવહાર જીવનની શુદ્ધિ થઈ જાય છે. તે નીતિ માટે પ્રાણ પાથરે છે. માનવતાને વેચતા નથી. આવા અનેક જી ગૃહસ્થાશ્રમ ચલાવે છે તેમાં દુઃખી હાલતમાં પણ