________________
૩૧૨
શારદા સાગર નીકળ્યો. શેઠે તેને આશ્રય આપે ને તેને બધી વિગત સમજાવી. વહેપાર કરતાં શીખવાડ્યો, ને પરિણામે તે છોકરો મહાન સુખી બની ગયા. “પાનું ફરેને સોનું ઝરે” એ ગૂઢાર્થ હતું. એના પિતાએ દીકરા માટે કેવી યુકિત કરી હતી.
બંધુઓ! આ તો દ્રવ્ય ધનની વાત થઈ– દીકરાના પુણ્ય હોય તે ધન ટકે નહિતર ચાલ્યું જાય પણ આપણુ પરમ પિતા પ્રભુએ આપણને મુક્તિની યુકિત બતાવવા માટે આગમના પાને પાને ગૂઢ રહસ્ય ટાંક્યા છે. એની વિગત સમજાય તે આપણે આત્મા ન્યાલ થઈ જાય. એ વિગત સમજવા માટે આગમના પાને દષ્ટિ કરે આગમમાં ઉપર ઉપર દષ્ટિ કરવાથી સાચું સુખ નહિ મળે. અંદર ઊંડા ઉતરવું પડશે. જ્ઞાનીઓ કહે છે જે સાચું સુખ મેળવવું હોય તો ફકત ઉપરની બાહ્ય ક્રિયાઓ કામ નહિ લાગે પણ અંદથી આત્માને પણ સુધારવો પડશે.
એક ભિખારીએ નિર્ણય કર્યો કે મારે આ પથ્થર ઉપર બેસીને પૈસાદાર બનવું છે. મારે મારી જાતે ખાવું પીવું કે કંઈ જ ન કરવું. બસ, આ પથ્થરની શીલા ઉપર બેસીને પૈસાદાર થવું છે. એણે તો પથ્થર ઉપર આસન જમાવ્યું ભગવાનના નામને જાપ કરવા લાગે એટલે કે તેને કઈ ખવડાવવા આવે, કે પાણી પીવડાવે કોઈ સ્નાન કરાવીને નવા કપડા પહેરાવે છે. આ તે ભગવાનના જાપમાં લીન રહે છે. ફકત શરીરના કારણે બહાર જવું પડે એટલે સમય શીલા ઉપરથી ઉઠતો બાકી તેના ઉપર બેસીને જાપ કર્યા કરતે, લેકે જાણે ભગવાનને ભજે છે પણ આ તો ભજકલદારમ માટે જાપ હતું. આ રીતે બાર વર્ષ સુધી તે ભિખારીએ શીલા ઉપર બેસીને જાપ કર્યો બાર વર્ષે તે મૃત્યુ પામ્યા. એના પૈસાદાર બનવાના અરમાને મનમાં રહી ગયા ને એ મૃત્યુ પામ્યું. એટલે બધા લોકો ભેગા થયાને કહે કે આણે બાર વર્ષ સુધી આ શીલા ઉપર બેસીને ભકિત કરી છે તે હવે એને આ જગ્યાએ દાટીએ. એને દાટવા માટે પથ્થરની શીલા ખસેડી ઊંડે ખાડે છે તે એ જ પથ્થરની નીચેથી રત્નોને ભરેલો ચરૂ નીકળે.
દેવાનુપ્રિયે ! બેલે, આ કેવી વિચારવા જેવી વાત છે ને? જેમણે બાર બાર વર્ષો સુધી જે સ્થાને બેસીને પૈસા મેળવવા પ્રભુને જાપ કર્યો છતાં પૈસાની પ્રાપ્તિ ન થઈ ને પૈસાવાળો ના બન્યું. આ રીતે ઘણુ માણસે સુખ અને શાન્તિના ખજાના ઉપર બેઠેલા હોય છે. બેસીને રોજ વિચાર કરે કે ક્યારે હું સુખ અને શક્તિ મેળવીશ? બિચારી સુખના સિંહાસન ઉપર બેસીને સુખની ભીખ માંગ્યા કરે છે. જિંદગીભર એ સુખ સુખના વિચાર કરતે દુઃખમાં મરી જાય છે. માનવ જેને માટે બહાર ફફ મારે છે જેને માટે તીર્થોમાં ભટકે છે એ વસ્તુ બીજે ક્યાંય નથી. આપણુમાં પડેલી છે. પણ જેમ પેલા ભિખારીને ખબર ન હતી કે જ્યાં હું બાર વર્ષથી રહેલે હું તેની નીચે