________________
શારદા સાગર
૩૧૦
सुवण्ण रुपस्स उ पव्वयाभवे, सिया हु कैलास समा असंखया। नरस्स लुध्धस्स न तेहिं किंचि, इच्छा उ आगाससमा अणतया ॥
-
ઉત્ત. સૂ. અ. ૯ ગાથા ૧ લોભી મનુષ્યને કઈ સોનાના ને રૂપાના કૈલાસ પર્વત જેટલા મોટા અસંખ્ય ઢગલા આપે તે પણ તેની તૃષ્ણ શાંત થતી નથી. કારણ કે ઈચ્છા આકાશ જેટલી અનંત છે. દુનિયામાં પદાર્થો પરિમિત છે ને એકેક પદાર્થ ઉપર જીવની અનંતી તૃષ્ણા છે. હવે તૃષ્ણા ક્યાંથી પૂરી થાય? અસંતોષી માણસને ગમે તેટલું મળે તે પણ બસ કયાંથી લાવું. કયાંથી લાવું કર્યા કરે ને બીજાની સંપત્તિ જોઇને જલ્યા કરે. એટલે તે કદી સુખી થતું નથી. બીજાનું સુખ કેમ નષ્ટ થાય છે તે જોવામાં એ રાજી હોય છે. અરે બીજાની તે વાત કયાં કરવી? પણ અસંતોષી માણસ ઉપાશ્રયે વ્યાખ્યાનમાં આવતાં આવતાં પણ રસ્તામાં પોતાની ગાડી કરતાં બીજાની કઈ સારી કે મટી ગાડી જુવે તો એના દિલમાં દુઃખ થઈ જાય ને વિચારે કે આની ગાડી કેવી મેટી છે? મારી ફિયાટ તે એની આગળ ડબલા જેવી દેખાય છે. ત્યારે સંતોષી માનવ એમ વિચારશે કે બીજા લોકો બસમાં જાય છે તેના કરતાં તે હું સુખી છું ને? કારણ કે મારી પાસે ફિયાટ છે. જેની પાસે ફિયાટ ન હોય તે એમ માને કે લેક પગે ચાલીને જાય છે તેના કરતાં હું સુખી છું કારણ કે હું બસમાં જઈ રહ્યો છું અને અમારી જેમ પગે ચાલનાર હોય તે એમ વિચારે કે હું કેટલે સુખી છું કે પગેથી સારી રીતે ચાલી શકું છું. બિચારે આ લંગડો માણસ તે પગે ચાલી શકત પણ નથી. આ રીતે જે સંતોષ હોય તે માણસ પોતાને જે સાધન મળ્યા છે તેમાં પણ સ્વર્ગના સુખ માણી શકે છે.
બંધુઓ? આજે તે માનવી સુખ સુખ ને સુખની બાંગ પુકારે છે પૂર્વના પુણ્યથી જે સુખ મળ્યું છે તેમાં ગળાબૂડ ખૂંચી ગયો છે ને વધુ સુખ મેળવવા માટે અન્યાય અનીતિ અને અધર્મનું સેવન કરી રઘે છે. ને દિનપ્રતિદિન વૈભવમાં ગરકાવ થતું જાય છે. પણ આ સુખમાં ગરકાવ થવા જેવું નથી. બધું લિમિટમાં શેભે છે. બે કાંઠે નદી વહેતી હેય પણ નદીના જે પાણી બે કાંઠાને ઓળંગીને બહાર નીકળી જાય છે તેની કઈ કિંમત નથી. બે કાંઠાની વચમાં વહે છે તેની કિંમત છે. તે રીતે જેના જીવનની સરિતા વ્રત અને નિયમના બે કાંઠાની વચમાં વહે છે તેની જ્ઞાનીઓની દષ્ટિએ કિંમત છે. બાકી નાશવંત સુખે ભેગવવામાં રહી જશે તો જીવનની કાંઈ કિંમત નથી. જેમ છાણનો કીડે છાણમાં ઉત્પન્ન થાય ને છાણમાં મરે છે તેમ ભોગને કીડે ભેગથી ઉત્પન્ન થયે ને જીવનના અંત સુધી ભેગ ભેગવવામાં રહી ગયા તે સમજી લેજો કે પરભવમાં બૂરી દશા થાય છે. માટે જે એવી દશા ના થવા દેવી હોય તો જીવનમાં ધર્મ અપનાવે. સત્ય નીતિ - સદાચારનું સેવન કરે. યથા