________________
શારદા સાગર,
૩૦૯
તમે તેમાં મહેનત કરતાં થાકે નહિ. પેલો છોકરે સેનાની આશાથી પાના ફેરવતા થાકતો નથી. કારણ કે જીવને પૈસે બહુ વહાલો છે. એક કવિએ ગાયું છે કે - પૈસે તમને પ્યારે છે પણ એને કેઈ નથી પ્યારુ, બે ઘડી તમને બહલાવે
ને ત્રીજી ઘડીએ અંધારું સુખ દુઃખના સાચા સંગાથી પૈસે કે ગુરૂ-બેમાં કેણુ તમને પ્યારુ બેલે
" પૈસે કે ગુરૂ અરેપથ્થર જેવા પૈસા ને પારસ જેવા ગુરૂ, બેમાં કેણુ તમને પ્યારું બેલે
પૈસા કે ગુર(૨) તમને પણ પ્રાણથી પ્રિય છે. પણ પૈસાને કેઈ પ્રિય નથી. એ તે પુણ્યને ઉદય હશે ત્યાં સુધી ટકવાને છે. પુણ્ય પ્રદીપ બુઝાઈ જતાં જીવનમાં અંધકાર છવાઈ જાય છે. છતાં બેલે, તમને પૈસા વહાલા છે કે તમારા ગુરૂ? (હસાહસ). તમને પૈસા મળતા હોય ત્યાં પહેલા દેડે છે. પૈસાને તમે પ્રાધાન્ય આપ્યું છે.
એક બાપ ખૂબ કંજુસીયા. કદી સારી ચીજ ખાય નહિ ને ઘરનાને ખાવા ન દે. રેટી ને દાળ સિવાય કંઈ ખાવાનું નહિ. ઘેર પૈસાને પાર ન હતે પણ સારું ખાય તો પૈસા વપરાઈ જાય ને? દશેરાને દિવસ આવ્યા. નાના નાના છોકરા કહે છે દાદા-દાદા! આજે તે દશેરા છે. બધાને ઘેર જલેબી ને ફાફડા લાવે છે. અમારે પણ જલેબી ખાવી છે. છોકરાના છોકરાઓએ હઠ કરી એટલે કહે છે બેટા ! હું તમને જલેબી લાવી આપું છું. તિજોરીમાંથી એક રોકડે રાણીગરે રૂપિયે કાઢ. મૂઠીમાં બરાબર મૂકીને કંઈની દુકાને જલેબી લેવા માટે ગયે. કદાઈની દુકાનેથી રૂપિયાની જલેબી લઈને પડીકું બંધાવ્યું ને રૂપિયા આપવા મૂઠી ઉઘાડી. મૂઠીમાં પરસેવે થઈ ગયેલું તેથી રૂપિયા ભીંજાઈ ગયે છે. તે કદઈને કહે છે મારે-જલેબી લેવી નથી. કંઈ કહે છે કેમ? તે કહે છે તેવી હતી પણ રૂપિયે વે છે કે મારે તમારે ત્યાં રહેવું છે. (હસાહસ). એટલે રૂપિયાને રેવડાવીને મીઠાઈ લેવાય? કોઈ કહે છે તમે સવારના પહેરમાં કયાં આવ્યા? મારે તે દિવસ બગડી જશે. કંજુસીયા કાકા જલેબી લીધા વિના પાછા આવ્યા. નાના બાળકે શેરીના નાકે આવીને આશાભેર ઊભા છે કે હમણાં દાદા જલેબી લઈને આવશે. પણ દાદાના હાથમાં પડીકું ન જોયું એટલે બાળકે કહે છે દાદા! તમે જલેબી ન લાવ્યા? ત્યારે કહે છે બેટા! જલેબી લેવા માટે ગયે હતો પણ શું કરું? રૂપિયે રેવા લાગે કે મારે તમારી પાસેથી નથી જવું એટલે જલેબી કેવી રીતે લાવું? (હસાહસ) બંધુઓ! લોભી મનુષ્ય હોય છે તેને ગમે તેટલું મળે તે પણ સંતોષ થતું નથી. ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રમાં બોલ્યા છે કે –