________________
શારદા સાગર
૩૧૧
શકિત સત્કાર્યમાં ધનને સદુપયોગ કરે. આ જિંદગી તે પાણીના પૂરની જેમ વહી રહી છે. આયુષ્ય પૂર્ણ થતાં એક સેકન્ડ પણ રોકાઈ શકાશે નહિ.
શ્વાસ લખ્યા જે જગમાં લેવા, પૂરા થાતા ના દેશે રહેવા, ભવસાગર તું પાર કરી લે,-એકલ આ એકલ જાવું.
શું લઈ આવ્યા, લઈ શું જાવું એકલ આવ્યો એકલ જાવું.
મનુષ્ય જ્યારે જન્મે ત્યારે શરીર ઉપર પહેરવા કપડું પણ ન હતું નગ્ન હતે. ને જવાના સમયે પણ ખાલી હાથે જવાનું છે. કદાચ કોઈ શ્રીમંત હશે તે તેને મારી ગયા પછી તેના પુત્ર પ૦) રૂ.ની શાલ ઓઢાડશે ને બહેનને ૫૦૦) રૂ.ની સાડી ઓઢાડશે પણ એ તે ભંગી લઈ જશે ને કાં તે બળી જશે પણ જીવની સાથે શું જવાનું છે ? કંઈ નહિ. ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાનું છે. એક રાતી પાઈ પણ સાથે આવનાર નથી. માટે બને તેટલી ધમાંરાધના કરે, દાન કરે, તપ કરે,
આપણે વાત ચાલતી હતી “પાનું ફરે ને સેનું ઝરે”, પેલો છોકરે ચેપડાના પાના ફેરવવા લાગે. ઘણું પાનાં ફેરવ્યા ત્યારે એક ઠેકાણે લખેલું કે ફલાણું મંદિરના શિખરમાં પૈસા દાયા છે, એટલે એ તે ઉપડે ને મજુરની પાસે મંદિરનું શિખર રાત્રે તેડાવી નાંખ્યું પણ ધન મળ્યું નહિ. સવાર પડતાં મંદિરના પૂજારીને ખબર પડી કે મંદિરનું શિખર તૂટયું. પૂછતાં પૂછતાં તોડનારને પકડયો ને કહ્યું. મંદિરનું શિખર તે કેમ તેડયું ? હવે એ હતું તેવું જણાવી આપ. નહિતર તારા ઉપર કેસ કરીશું. છોકરે તે બિચારો ગભરાઈ ગયે. એક શેર બાજરીના સાંસા છે. શિખર તેડવાની મજૂરીના પૈસા ક્યાંથી ચૂકવવા તેની પણ ચિંતા હતી તે હવે શિખર કેવી રીતે બંધાવવું ?
છોકરાને બાપના એક મિત્ર હતા તેમને ખબર પડી કે મિત્રના પુત્રની આ દશા થઈ છે. તે તરત દેડતા આવ્યા. આગળના મિત્રે પણ કેવા ખાનદાન હતા “સુવાં
ત્તિ વસો” જ્યારે સુખ હોય ત્યારે મિત્રની પાસે આવે કે ન આવે પણ જ્યારે દુઃખને સમય આવે ત્યારે દેડતા આવે. પણ આજના મિત્રો તે સૌ સુખના સગા છે. કલબમાં, પાટમાં, સિનેમા -નાટક જેવા જવું હોય, જલસા કરવાના હોય ત્યારે સગા પણ જ્યારે દુઃખને સમય આવે ત્યારે બધા ખસી જાય. કેઈ સામું જોવા ના આવે. પિલા શેઠના મિત્ર આવ્યાને કહ્યું કે ભાઈ ! તમે મંદિરનું શિખર ચણાવી લે. હું બધું ખર્ચો આપી દઈશ ને છોકરાને કહ્યું કે તેં આ શું કર્યું ? તો કહે બાપુજીના ચોપડામાં આમ લખ્યું છે. શેઠ કહે એમ શિખરમાં થોડું ધન દાટયું હોય? હવે એ શિખર બરાબર હતું તેવું જણાઈ જાય ત્યારે તું બપોરના બરાબર બાર વાગે ત્યાં જે ને જે જગ્યાએ શિખરની છાયા પડે ત્યાં નિશાન કરી લેજે. છોકરાએ એ પ્રમાણે કર્યું રાત્રે શેઠ અને છેક બને ત્યાં ગયા. ને ત્યાં એવું તે કિંમતી હીરાને શરૂ