________________
૩૦૪
શારદા સાગર
રાજી કરે રાજી રહે એ જ આ સંસાર છે.
બેટી ખુશામતથી ભર્યો એ ઘેર નરકાગાર છે. જ્યાં સુધી સંસારના સગાને તમે રાજી કરે ત્યાં સુધી એ તમારા ઉપર ખુશ ખુશાલ રહેશે પણ જ્યાં એમને તમે નારાજ કર્યા કે મામલે ખતમ. જૂઠલ તરફથી એમને મન ગમતા જોગ વિલાસો મળતા રહયા ત્યાં સુધી જઇલને પ્રાણથી પ્રિય માનતી હતી. જલ વિના તેમને એક ક્ષણ પણું ગમતું ન હતું. હવે એ જ પત્નીઓ ભેગી થઈને વિચારવા લાગી કે આ જૂઠલ આપણુ માર્ગમાં કંટક સમાન છે. એને હવે મંત્રથી કે ઝેર દઈને અગર તે અગ્નિથી સળગાવીને મારી નાખવું જોઈએ. એણે જીવતાં આપણને વિધવા જેવી બનાવી દીધી છે. હવે એને જીવતે રાખીને શું કામ છે? કેવી રીતે મારો તેની વિચારણા કરવા લાગી..
જૂઠલ શ્રાવકની સ્ત્રીઓ કેટલું અધમ કર્તવ્ય કરવા તૈયાર થઈ છે? આ બધુ કર્મના કારણે બને છે. અશુભ કર્મને ઉદય થાય ત્યારે વિચાર કરો કે આ મારા પૂર્વે કરેલા પાપ કર્મનો પ્રતિધ્વનિ છે. કર્મ કર્યા વગર ઉદયમાં આવતા નથી. સ્ત્રીઓએ નિર્ણય કર્યો કે આજે રાત્રે આપણે અગ્નિ દ્વારા એનો નાશ કરવો. જૂઠલ શ્રાવક આત્મમસ્તીમાં ઝૂલે છે ને પ્રભુને પ્રાર્થના કરે છે કે હે નાથ! હવે સાધુપણું જ્યારે અંગીકાર કરીશ. હે મારા પ્રભુ! આશા જીવનમાં મારે એક છે, દર્શન કરવાની હૈયે છે હેશ અપાર રે
નેમિનાથ પ્રભુ! ક્યારે પામીશું તમારા પંથને... જૂડવ શ્રાવક ભાવના ભાવતા કહે છે કે મારા જીવનમાં હવે એક જ હોંશ છે કે હે પ્રભુ! મને આપના દર્શન કયારે થશે? તેમને પિતાના ગુરુના દર્શન કરવાની કેટલી પવિત્ર ભાવના છે ! એની ભાવના કેટલી પવિત્ર છે ને પત્નીની ભાવના કેટલી અધમ છે! જૂઠલ શ્રાવકે અવધિજ્ઞાનને ઉપયોગ મૂક્યો તે જોયું કે આજે રાત્રે મને અગ્નિને ઉપસર્ગ આવવાનું છે. આ કાયા અગ્નિથી જલી જશે ને તેમાં મારું મરણ થશે. આવું જાણવા છતાં મનમાં બિલકુલ ઉગ થયો નહિ. તે આત્મભાવમાં સ્થિર બની ગયા ને પોતાના પરમ તારક ગુરુદેવ એવા નેમનાથ પ્રભુને પ્રાર્થના કરે છે. જયારે હું બેલાવું ત્યારે આવજે પ્રભુ, મારી મુશીબત મીટાવજો પ્રભુ (૨)
જીવનભર જે સુખ ના આવે તે પણ મુજને દુઃખ ના થાય.. અંત સમય જે જીવ ના જાયે, આકુળ વ્યાકુળ મનડું થાય. હે...જીવ ના જાયે. ત્યારે મુજને શાંતિમાં પહાડો પ્રભુ મારી મુશીબત મીટાવો પ્રભુ (૨)
હે પ્રભુ! મને તારા દર્શનની પૂરી ભાવના છે. પણ તે પૂરી થવી અસંભવિત છે. પણ આટલું તો જરૂર કરજો કે મને ઉપસર્ગના સમયે જરા પણ અસમાધિ ના થાય.