________________
૩૦૨
શારદા સાગર
હીને વહેપાર કરે તેને થોડી મહેનતે ઘણે લાભ મળે છે. પછી એને બીજે બંધ કરવાની શી જરૂર? આ જિનશાસન ઝવેરીઓનું શાસન છે. તમે બધા પણ ઝવેરી છો ને? કાચને હીરા માની ખરીદે ખરા? ના. તે સમજે. પણતિક સુખ કાચના ટુકડા જેવા છે ને આત્માના સુખો સાચા હીરા જેવા છે. આવું જ્ઞાન પ્રાપ્ત કરે. અનાદિના અજ્ઞાનને છેડીને આત્મસાધના સાધવા તત્પર બને.
ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે. જેમણે ભૌતિક સુખને કાચના ટુકડા સમાન સમજીને છેડી દીધા છે. ને આત્મિક સુખની મસ્તીમાં આનંદ માને છે. તેમની આત્મમસ્તી એ મહાવિચિક્ષણ એવા મહારાજા શ્રેણકને આશ્ચર્યમાં ડૂબાડી દીધા છે. રાજા શ્રેણીકે મુનિને કહ્યું કે મારી આટલી ધિ અને ઐશ્વર્ય હેવા છતાં તમે મને અનાથ કેમ કહે છે? મને લાગે છે કે રખે ! આપને મૃષાવાદનું પાપ લાગશે! જેનના સંતે કદી મૃષાવાદ બોલતા નથી. રાજાએ મુનિ ઉપર મૃષાવાદને દેષ ચઢાવ્ય છતાં મુનિને સજા પ્રત્યે બિલકુલ કે, ક્ષોભ કે તિરસ્કાર થયે નહિ તે જાણતા હતા કે રાજા હજુ અજ્ઞાન છે એટલે જેની પાસે ધન-સંપત્તિ, પરિવાર ન હોય તેને અનાથ માને છે. એ કારણ મેં તેને કહ્યું કે તું અનાથ છે તેનું તેના દિલમાં દુઃખ છે.
વિશ્વસુખ એ પગલિક વસ્તુ છે. તે અનિત્ય-અશાશ્વત છે. તેને શે વિશ્વાસ? એ કચરે મુમુક્ષુઓએ છોડવા જેવું છે. અનંત તૃષ્ણાને વેગ મળે પાડી જગતની ક્ષણભંગુરતાને વિચાર કરી લે એક ત્યાગનું અંગ છે. રિધ્ધીને ગર્વ ત્યાગની પાસે નકામે છે. મહારાજા શ્રેણીક પિતાને પૌગલિક વસ્તુઓના ઠઠારાથી સનાથ માની રહ્યા છે તે એમને બાળ ભાવ છે. એ બાળભાવને પલટાવવાનું મહાન કાર્ય અનાથી નિગ્રંથ અતુલ ભૈર્યતાથી કરી રહ્યા છે. મુનિ વિચારે છે કે એ એની રીતે પિતાને સનાથ માને છે ને હું મારી રીતે એને અનાથ કહું છું. મારે અભિપ્રાય એમને સમજાવવો જોઈએ. એમ વિચાર કરી મુનિ રાજાને કહે છે.
न तुर्म जाणे अणाहस्स, अत्थ पुत्थं च पत्थिवा। जहा अणाहो मवई, सणाहो वा नराहिवो ॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૧૬ હે પૃથ્વીપતિ! હે નરાધિપ! તમે નાથ શબ્દનો અર્થ અને તેની વ્યુત્પત્તિ પણ જાણતા નથી. અને એ પણ જાણતા નથી કે અનાથ અને સનાથ કેમ કહેવાય છે? આ ગાથામાં મુનિએ રાજા શ્રેણીકને પૃથ્વીપતિ અને નરાધિપ કહીને સંબોધન કર્યું છે. આ સંબંધનેથી મુનિએ રાજા શ્રેણીક પાસે એ સ્પષ્ટ કર્યું કે તું રાજા છે. પૃથ્વીપતિ તેમજ મનુષ્યને સ્વામી છે.