________________
શારદા સાગર
અજ્ઞાન એટલે શું ? વિપરીત સમજણ અને તેના કારણે ઈષ્ટ પદાર્થો પ્રત્યે રાગ અને અનિષ્ટ પદાર્થો પ્રત્યે દ્વેષ થાય છે. તેથી જીવનમાંથી સદાચાર ચાલ્યા જાય છે. ને જીવન દુરાચારી બને છે. આ અજ્ઞાને દુનિયામાં દુઃખને દાવાનળ સળગાવ્યું છે. તેથી સ્પષ્ટ છે કે સમસ્ત દુઃખનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાનથી આત્માનું હિત અને અહિત જાણી શકાતું નથી. માટે જીવનમાંથી અજ્ઞાનને ટાળીને જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે જ્ઞાન પ્રગટે એટલે અજ્ઞાન હઠે છે. જેમ ઘોર અંધકાર હોય ત્યાં એક નાનકડે દિપક કે પ્રગટાવી દે તે અંધકાર આપો આપ ચાલ્યા જાય છે. તેમ જ્યાં જ્ઞાનને દિપક પ્રગટે ત્યાં અજ્ઞાનને અંધકાર ટકી શકે ખરા? જ્યાં અજ્ઞાન દૂર થાય ત્યાં મિથ્યાત્વ મરે છે. શત્રુ અને મિત્રના ભેદ સમજાય છે. દુરાચાર દૂર થાય છે. કારણ કે જ્ઞાનથી કૃત્યાકૃત્યને વિવેક થાય છે. સદાચાર પ્રગટે છે. દુખ સઘળું દૂર થાય છે ને સુખ સ્વયં આવી જાય છે. માટે જ્ઞાન આત્માને હિતકારી છે.
અજ્ઞાની જીવ વિષય-વિલાસ અને ધનને લાલચુ હોવાથી તેની ગાઢ આસક્તિમાં વિષય સુખની અને ધનની પ્રાપ્તિ માટે સઘળા પાપનું આચરણ કરે છે. જ્યારે જ્ઞાની આત્માને તેની આસક્તિ ન હોવાથી તેઓ પાપ ન કરતાં મોક્ષમાર્ગમાં તેમનું ચિત્ત એકતાર કરે છે. પવિત્ર જીવન જીવે છે. અજ્ઞાની દુઓને નોતરે છે જ્યારે જ્ઞાની શીવ સુખને વરે છે. જીવને સુખ પ્રિય છે. તેને માટે તનતોડ મહેનત કરે છે પણ અજ્ઞાનના કારણે સુખનું સાચું સ્વરૂપ જાણતું નથી. તેથી મુખની ભ્રાન્તિથી તે પાપકર્મનું આચરણ કરી દુખના માર્ગે પ્રયાણ કરે છે અને પરિણામે સાચા સુખને સાક્ષાત્કાર ન થતાં તેના માથે દુઃખના ડુંગરા ખડકાયા કરે છે. જેમને સ્થિર, સત્ય, સંપૂર્ણ અને સ્વાભાવિક સુખનું તેમજ તેના સદભૂત હેતુનું વાસ્તવિક સ્વરૂપ સમજાયું છે તે અજ્ઞાનીની જેમ સુખના અવળા માર્ગે પ્રસ્થાન કરતું નથી. તેને સમજાઈ ગયું છે કે સુખ બહાર નથી પણ આત્મામાં છે. અજ્ઞાનીજને કસ્તુરીયા મૃગની જેમ સુખ મેળવવા ભટકીને હેરાન પરેશાન થાય છે. ને જ્ઞાનીને ભટકવું પડતું નથી. તે તે પિતાના સત્યરૂષાર્થથી જેમ દેરડાના બળે કૂવાના કાંઠા ઉપર ઉભેલ માણસ કૂવામાંથી જળ ખેંચીને બહાર કાઢે છે તેમ પ્રમાદ રતિ જ્ઞાની પુરૂષ સત્સાધન દ્વારા આત્મપ્રદેશમાં ભરેલું અખૂટ સુખ પ્રાપ્ત કરે છે.
બંધુઓ ! જ્ઞાનની પ્રાપ્તિ થવાથી જીવનમાં માનવતા આવે છે. ને અજ્ઞાની રહેવાથી જીવનમાં દાનવતા આવે છે. આ વાતને સ્પષ્ટ સમજવા માટે ઘણું દષ્ટાંત છે.
અઢળક લક્ષમીનો માલિક હોવા છતાં પુત્રને સુખી બનાવવા માટે એક શેઠ વૃદ્ધાવસ્થામાં પણ પરદેશ ધન કમાવા માટે ગયા. પિતાને પુત્ર પ્રત્યે અત્યંત પ્રેમ હતો ને પુત્ર પણ પિતૃભકત હતા. આવા વિનયવાન પુત્રને બધું ધન અને ઘર સ્પી પિતા એક વર્ષમાં ઘણું ધન કમાઈને પાછા ફર્યા. પિતાના ગામમાં આવ્યા પણ તે સમયે સાંજ