________________
૩૦૬
શારદા સાગર
આવ્યા નહિ. સવાર પડવાને થોડા સમય બાકી રહ્યા તે સમયે વસ'તમાલા કહે છે બહેન! આપણે નગરમાં પહોંચી જઇએ. ત્યારે અજનાએ કહ્યું મહેન પિતાજીને ઘેર જતા મારૂં મન માનતું નથી.
અંજના કહે સુણ સુંદરી, ભાઇ મારે ઘણા સંતાપ તા, કૂંડા રે કલંક ચઢાવીયા સુખ કેમ દાખવું અમ તણે બાપ, માતા હૈ। મન કેમ મલશે, ભાઇ ભાજાઇ શ` કેમ વધશે નેહ, જહાં લગી સ્વામી આવે નહિ, તિહાં લગે કેમ કરી નિગમણું દેહ તા ....સતી રે શિરામણી
મને આવું કલંક ચઢયુ છે. આ કલકત અવસ્થામાં પિયર જવુ તેના કરતાં બહેતર છે મરી જવુ સારું. મારા જવાથી માતા-પિતાને દુઃખ થશે. હું તે દુઃખી છું. ભેગાં એમને કયાં દુઃખી કરવા ? તે સિવાય આવી કલંકિત અવસ્થામાં તે મારા સામુ જોશે કે નહિ તે પણ મને શંકા થાય છે. વસંતમાલા કહેતુ શા માટે ચિંતા કરે છે ? આપણે બધી વાત કરીશું ને? તુ તે પવિત્ર જ છે. કદાચ છેરૂ કછેરૂ થાય પણ માવતર કમાવતર ન થાય.” માટે ચાલે! આપણે જઇએ. આજના સતી વસંતમાલાની સાથે મહેન્દ્રપુરના દરવાજે પહેાંચી.
સતી અંજનાને દરવાજે આવતાં થયેલા વિચાર’:-નગરના દરવાજામાં પ્રવેશ કરતાં તેને પેાતાને ખાલ્યકાળ યાદ આવી ગયા. નીચી ષ્ટિ કરી થરથર ધ્રુજતી નગરમાં થઇને જાય છે. એને તા એટલી બધી લજ્જા આવી ગઈ છે કે હુ મેહું શુ બતાવું? એણે મેલું તેા ઢાંકી દીધુ હતુ. રખે, મારું કલંકિત મુખ કોઈ જોઈ જાય ! નીચી દૃષ્ટિએ ચાલતાં પિતાજીના મહેલ પાસે આવ્યા. મહેલના ચાકીદાર ચાકી કરી રહ્યા હતા. ચાંકીદારે અજના તથા વસતમાલાને જોઈને પૂછ્યું કેમ બહેન ખા! આમ અચાનક ને એકલા જ? વસંતમાલા કહે કે અમારે પિતાજી પાસે જવું છે. પણ ચાકીદાર કહે છે બહેન! તમે અહીં ઊભા રહેા. હું પિતાજીને વાત કરું. ચાકીઢાર અંજનાને દ્વાર પાસે બેસાડીને રાજા પાસે ગયા. રાજાને પ્રણામ કરીને ચાકીદારે કહ્યું. આપના લાડકવાયા કુંવરી ખા આવ્યા છે. રાજા કહે કાણુ? અજના આવી ? હા. આ સાંભળીને રાજા તે હરખાઈ ગયા. અહા! બાર બાર વર્ષે મારી દીકરી આવી છે તે એને ખૂબ ધામધૂમથી નગરમાં લાવુ. બધા માણસાને ખેલાવીને હુકમ કર્યો કે જાવ, આખું નગર શણગાર. શેરીએ શેરીએ તારણુ બંધાવે ને સુંદર પાલખી તૈયાર કરો. યાચકોને દાન દેવા ભડારમાંથી સાનામહારા કઢાવા. રાજાને હા પાર નથી. પણ પેલા ચાકીદ્વાર વિચાર કરે છે કે આજના તેા કલકિત થઇને આવી છે. હવે રાજાને કહેવું શી રીતે ? જો કહીશ તા અંજનાનું શું થશે? જો ન કહું તે રાજાનેા ઠપકો મળશે. એટલે ખૂબ વિચાર