________________
શારદા સાગર
૩૦૧
પડી ગઈ હતી. એટલે સવારે સગાસ્નેહીને બોલાવીને ઠાઠમાઠથી નગરમાં પ્રવેશ કરીશ એમ વિચારી રાતના ગામ બહાર એક ધર્મશાળામાં રોકાઈ ગયા. પણ પુત્રનું મુખ જેવા માટે અધીરા બનેલે પિતા પિતાને ધન-માલ બધું વ્યવસ્થિત કરીને એકલા રાત્રીના સમયે પિતાને ઘેર આવ્યા. છોકરે હીંડોળા ખાટે હીંચકા ખાઈ રહ્યો છે. રાત્રીના અંધકારમાં તે પિતાજીને ઓળખી શકશે નહિ. તેણે માન્યું કે ચાર આવ્યું એટલે વગર પૂછે દેડીને બાપુજીનું ખૂન કર્યું. જુઓ, અજ્ઞાનને કારણે કેવો અનર્થ સર્જાઈ ગયો!
હવે બીજી વાત જ્યારે બ્રહ્મદત્ત ચક્રવતિ એ ચક્રવર્તિનું પદ પામ્યા ન હતા ત્યારની વાત છે. એના પિતા ગુજરી ગયા હતા. તેની માતાનું નામ ચૂલણ હતું. તે ભેગ વિલાસમાં અત્યંત આસક્ત હતી. પતિ મરી ગયે છતાં બીજા પુરૂષની સાથે વિષય સુખ ભોગવતી હતી. બ્રહ્મદત્ત તેને એકને એક પુત્ર હતા. માતાના મનમાં થયું કે આ છોકરે રહેશે તે મારી પોલ ખુલ્લી થઈ જશે. એટલે તેણે લાખને મહેલ બનાવવા માટે પ્રધાનને આજ્ઞા કરી. પ્રધાનને પુત્ર બ્રહ્મદત્તને ખાસ મિત્ર હતો. આ લાખને મહેલ શા માટે બનાવે છે તેનું કારણ પ્રધાન અને તેને પુત્ર બંને સમજી ગયા. એટલે મહેલ બનાવતાં સાથે અંદરથી ભાગી છુટવા માટે એક સુરંગ બનાવી. ઉપરથી ખૂબ સુંદર લાખને મહેલ તૈયાર થઈ ગયો. એટલે માતા ચૂલણુએ પોતાના પુત્રને સૂવા મોકલ્યા ને પછી મહેલને બાળી મૂકવાની આજ્ઞા કરી. બ્રહ્મદરા માતાના આ કારસ્તાનથી અજાણ ન હતે એટલે જેવી આગ લાગી તે એ સુરંગમાંથી નાસી છુટ. પાછળથી ચૂલણીને ખબર પડી કે પુત્ર જીવતે છે ત્યારે એને ભાન થયું કે ધિકકાર છે મારી કામવાસનાને! એ વાસનાની પાછળ એકના એક પુત્રને મારી નાંખતા પણ પાછી ન પડી! આવું જ્ઞાન થતાં પિતાની ભૂલને પશ્ચાતાપ કરી પિતાના માનેલા સુખ સાધન વિષય વિલાસને દુઃખ સાધન સમજી સંસાર સુખને ભયાનક સમજી સાચું આત્મિક સુખ મેળવવા સંસારનો ત્યાગ કરી સાધ્વી બની સંયમની સાધના કરીને આત્મ નિર્મળતા પ્રગટાવી.
દેવાનુપ્રિયે! જુઓ, આ ચૂલણ રાણમાં જ્ઞાન અને અજ્ઞાન બંનેનું ફળ જેવા મળે છે. પિતે અજ્ઞાન દશામાં પડી વિષયવાસનામાં તરબળ હતી ત્યારે પુત્રને બાબી મૂકવા તૈયાર થઈ. ને પોતાની જાતનું એને જ્યારે ભાન થયું ત્યારે એ જેને સુખના સાધને માનતી હતી તેને દુઃખરૂપ સમજી તેને ત્યાગ કર્યો. જ્ઞાનીઓ કહે છે સાચા સુખના સત્સાધને જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ છે. તેનું સેવન કરીને અનંત આત્માઓએ સુખ મેળવ્યું છે અને વર્તમાનમાં પણ એ સાધનોનું સેવન કરીને આત્માથી જીવો સત્ પુરૂષાર્થ કરીને ઈચ્છિત સુખને પ્રાપ્ત કરે છે. ને ભવિષ્યમાં પ્રાપ્ત કરશે. પીઇંગલિક સુખની ઇચ્છા વગર જે અનાસકત ભાવે ધર્મારાધના કરે છે તેને મહાન લાભ મળે છે. ને પૌદ્ગલિક સુખની ઇચ્છાથી ધર્મ કરે છે તેને અલ્પ લાભ મળે છે.