________________
શારદા સાગર
૨૫૭ લઈને પાછો ફર્યો. આ તરફ કાબલી ચારે ચરીને જ્યાં એને ભરવાડ બેઠો હતો ત્યાં આવી. કાબલીને પણ ભરવાડના છોકરા પ્રત્યે ખૂબ પ્રેમ હતું. એને ન જોયે, એના પરિવારના બકરાને ન જોયા એટલે એના દિલમાં ખૂબ દુખ થયું. ખૂબ ગભરાઈ ગઈ. રાત પડી ગઈ છે. વળી એને રસ્તાને પણ ખ્યાલ નથી. ક્યાં જવું? વિકરાળ જંગલ હતું. સિંહની ગર્જના સંભળાવા લાગી. બકરી થરથર ધ્રુજવા લાગી. ત્યાં એક સિંહને આવતે જે. તેના મનમાં થયું કે નક્કી હવે આ સિંહ મને ફાડી ખાશે. એણે વિચાર કર્યો કે હવે મરવાનું છે એ નક્કી છે તે જે બચી શકાય તે બચવાને ઉપાય કરું, એમ વિચાર કરીને કાબલી બધી હિંમત ભેગી કરી દેડતી છલાંગે ભરતી સિંહની સામે ગઈ. ત્યારે સિંહ વિચાર કરવા લાગે. અહો! મને દેખીને ભલભલા બળવાનની છાતી ફાટી જાય ત્યારે આ નાનકડી બકરી કેટલી નીડર બનીને મારી સામે આવે છે. જ્યાં સિંહ નજીક આવ્યો ત્યાં એકદમ દેડીને સિંહની ડેકે વળગીને બેલી–મામા ! મામા! તમે આવ્યા? હું તમારી કેટલી રાહ જોતી હતી? તમને જોઈને આજે મને ખૂબ આનંદ થયે. આમ એવું મીઠું મીઠું બોલવા લાગી કે કૂરમાં ક્રૂર સિંહનું દિલ પણ પીગળી ગયું. ને તેને પોતાની પીઠ ઉપર બેસાડી દીધી. તેને કાબલી ઉપર ખૂબ વહાલ આવ્યું. ખૂબ લાગણી થઈ ને કહ્યું-તું આજથી મારી ભાણેજડી થઈ જા. આજથી કઈ વનચર પ્રાણ તારું નામ નહિ લઈ શકે. આ મઝાનું લીલા-ઘાસથી ભરચક વન છે તેમાં તું હરજે, ફરજે ને ચરજે.
આ રીતે સિંહ બકરીને વહાલથી કહી રહ્યા છે ત્યાં હાથી આવ્યું. હાથી સિંહને જોઈ ગભરાય. ત્યારે સિંહ કહે છે તું ગભરાઈશ નહિ. હું તને ખાઈશ નહિ, પણ એક શરતે, જે આ બકરીને મેં મારી ભાણેજ બનાવી છે. એટલે તારે દરરોજ આ મારી લાડકવાયી ભાણેજને તારી પીઠ ઉપર બેસાડીને આ જંગલમાં ફરવા લઈ જવાની. એને જયાં સારે ચારે હોય ત્યાં ચરાવીને આછી મારે ત્યાં મૂકી જવાની. હાથીએ સિંહની વાત માન્ય કરી. દરરોજ કાબલીને પિતાની પીઠ ઉપર બેસાડીને ફરવા લઈ જતો. સિંહને મામા કર્યો એટલે કાબલીબહેનને તો માન વધી ગયા. હવે તો કઈ જંગલી પ્રાણું એનું નામ ન લઈ શકે.
બંધુઓ ! કાબલીને સિંહ જે મામે મળે તે કામ થઈ ગયું. જંગલમાં નીડર બનીને સ્વેચ્છાપૂર્વક વિચારવા લાગી. આપણને પણ આપણા મહાન પુણ્યદયે ભગવાન મહાવીરનું ઝળકતું શાસન મળ્યું છે. જે શાસન પ્રત્યે પ્રેમ જાગે તે કેની તાકાત છે કે આપણું સામે ગમે તેવા પાખંડી મતના પ્રહાર પડે છતાં તે આપણને હરાવી શકે? કઈ તેને શ્રદ્ધાથી ડગાવવા સમર્થ બની શકતું નથી ને તેને તે કોઈ જાતને ભય રહેતું નથી. આ કાબલી તે જંગલમાં મસ્તાન બનીને ફરે છે. સુખ અને