________________
શારદા સાગર
રાખુ એટલે સૈા કહે અજ્ઞાન દશા છે.
૨૮૭
ફલાણા ભાઈના જેટલા વૈભવ કોઈને ત્યાં નથી. આ જીવની
સમકિત દૃષ્ટિ જીવ તે પૈસા વધતાં પાપ વધ્યુ છે એમ માને છે. જો જીવ એક વખત પામી જશે તે જગતના જડ પદાર્થો એંઠ જેવા લાગશે. આભૂષણા ભારરૂપ લાગશે. આ દેહ અલકારાથી નહિ પણ સમ્રાચારથી શાલે છે. આ દેહ માટીનેા અનેલેા છે તેને ખાણની કિ ંમતી માટીથી શા માટે મઢવા જોઇએ ? એને દાન–શીયળ-તપ-અને શુભ ભાવનાના અલકારાથી મઢી દઇએ તે કેવા શે।ભી ઊઠે ? આવે વિચાર સમકીતિને આવશે. આગળ આપણે જોઇ ગયા ને કે સવેગથી જીવને શું લાભ થાય ? સવેગ આવવાથી સંસાર ઉપરથી મન ઉઠી જાય છે. કાઈ પાયા પદાથે પ્રત્યે પ્રીત રહેતી નથી. ભવભ્રમણના પણ થાક લાગશે. જેમ તમે બહાર ગામ ગયા. ત્યાં નિકટના સગાનું ઘર છે. ત્યાં ઘેાડા દિવસ રહ્યા પણ જ્યારે મન ઉઠી ગયુ' ત્યારે એ દિવસ પણ આકરા લાગે ને ? તે રીતે જીવને મેાક્ષની લગની લાગશે તેા ક્ષણવાર પાપમાં રાચવું નહિ ગમે. પરાયાની પ્રીત નહિ ગમે. પણ આત્મા સ્વમાં આનંદ માનશે ને તેને એમ થયા કરશે કે કયારે કર્મના દેણાં પતાવીને જલ્દી મારું સ્વઘર તે મેક્ષને પામું.
જેને મેાક્ષની લગની લાગી છે એવા અનાથી નિગ્ર ંથની સામે રાજા શ્રેણીક પે.તાની ઋદ્ધિનું વર્ણન કરે છે કે હું મહારાજ! મારી પાસે સ કામભેાગના સાધના છે. તથા નેાકર, ચાકર, રાણીએ પ્રધાને બધા મારી આજ્ઞાને આધીન છે. કેાઈ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવા સમર્થ નથી. મંધુએ ! તમે પણ રાજ્યની આજ્ઞા કેવી શિરામાન્ય કરા છે? ત્યાં સીધા દ્વાર છે. જેમ રાજાની આજ્ઞાનું પાલન કરે છે તેવું વીતરાગ પ્રભુની આજ્ઞાનું પાલન કરે તે! ન્યાલ થઈ જશે. પ્રભુની આજ્ઞાને સહુ શિરામાન્ય કરનાર જગત શિરામણી મને છે. માટે તમે પણ ભગવાનની આજ્ઞાના આરાધક બને. ભગવાનની એ આજ્ઞા છે કે તું એકવાર સમ્યક્ત્વ રત્નની પ્રાપ્તિ કરી લે. કારણ કે સંવોદ્દી વજુ વેન વુદ્દા । પરલેાકમાં સમ્યકત્વની પ્રાપ્તિ થવી મહાન દુભ છે. આ મનુષ્યભવ પણ મહાન દુર્ભૂભ છે. સમ્યકત્વ પામ્યા તેા જન્મારા સુધરી જશે. તમે કહેા છે ને કે દાળ અગડે તે દિવસ બગડે. અથાણુ ખગડે તે વર્ષોં અગડે ને પત્ની બગડે તે જિંદગી બગડે. એ તેા એક સામાન્ય વસ્તુ છે. પણ સમ્યક્ત્વ રત્ન એ અમૂલ્ય રત્ન છે. સમ્યકત્વ પામ્યાની તક ચૂકયા તા ભવેદભવ ખગડશે. આ મનુષ્યભવ ખાઇ બેસશે તેા જલ્દી મળવા મુશ્કેલ છે. આવા હીરા જેવા મનુષ્ય ભવને કોડી જેવા કામલેગામાં ખાઇ નાંખે! નહિ. આત્માની સાધના કરી લે. સત્તામાં પડેલા કમે હજુ ઉયમાં નથી આવ્યા ત્યાં સુધી તપ આદિ કરણી કરીને તેને ખપાવી નાંખેા. આયુષ્ય પાણીના પૂરની જેમ વહી જાય છે. આજ પંદરનાધરને પવિત્ર દ્વિવસ છે. જેમને મનુષ્યભવની કિંમત સમજાઇ છે. કર્મને