________________
૨૮૮
શારદા સાગર ખપાવીને મેક્ષમાં જવાની લગની લાગી છે તેવા આત્માઓ તપશ્ચર્યામાં જોડાઈ ગયા છે. જે આ સાધનામાં નથી જોડાયા તે તૈયાર થઈ જાવ. ધર્મના દિવસોમાં તપશ્ચર્યા કરવાને જે ઉછાળે આવે છે તે બીજા દિવસોમાં આવતું નથી. પર્વાધિરાજની પધરામણી થવાને હવે ફક્ત છ દિવસ બાકી છે માટે આત્માને કેવી રીતે પવિત્ર બનાવે તેને નિર્ણય આજથી કરી લેજે. વધુ ભાવ અવસરે.
ચરિત્ર: કાળા વચ્ચે સતીએ ઘર છોડયા - અંજના સાસુ-સસરાને પ્રણામ કરી બળતા હૈયે રથમાં બેઠી. જુહાર કરીને રથ સંચર્યો, સહીયર શું બેઠી છે અંજના દેવ તે...
વસંતમાલા અને અંજના બને રથમાં બેઠા. ને ધીમે ધીમે તેને રથ ગામની હદ બહાર નીકળી ગયે. આ સમયે અંજના એ કરુણ કલ્પાંત કરવા લાગી કે વજ જેવા કઠોર હૈયાના માણસ પણ પીગળી જાય. અરેરે...સ્વામીનાથ! મેં આપને ઘણું કહ્યું કે આપ માતાપિતાને જાણ કરીને જાવ પણ તમે માન્યા નહિ. આપ મળીને ગયા હોત તો મારા માથે કલંક તે ન ચઢત ને! મને દુઃખ પડયું તેને મને શક નથી. એ તે મારા કર્મને ઉદય છે. તેમાં આપને પણ દોષ નથી. પણ મારા માતાપિતાની ઉજજવળ કીર્તિને પણ કલંક લાગ્યું. હું કયા મોઢે મારે પિયર જાઉં. મારા પિયરથી ઘણી વાર તેડાં આવ્યા છતાં પણ હું ગઈ નહિ અને આવી કલંકિત અવસ્થામાં જઈને શું કરું? મારા માતા-પિતા અને ભાઈ-ભાભીઓને મોટું શું બતાવું ? પિયર જવું તે સુખમાં જવું સારું દુઃખમાં નહિ. આ રીતે ઝૂરાપ કરતી બોલે છે. ઘડીકમાં મૂછગત થઈ જાય છે, ત્યારે વસંતમાલા એને હિંમત આપે છે. આ બધું રથ હાંકનાર સારથી સાંભળે છે.
“સતીના દુઃખથી સારથિનું હૃદય રડી પડયું” -અંજનાનું દુઃખ સારથિથી જોયું જતું નથી રથ હાંકતા તેનું હૈયું પણ ભરાઈ ગયું અરેરે... આ સતી કેવી નિર્દોષ છે ! કુમળી કળી જેવી સતીને દુઃખ દઈને આ સાસુ ક્યાં જશે ? ધિક્કાર છે મારા પાપી પેટને ! હું રાજાની નેકરી કરું છું ત્યારે ને મારે આવી નિર્દોષ સતીને રડતી ને રતી મૂકવા આવવું પડ્યું ને ! મારું પેટ ફાટી પડો. રથને જોડેલા ઘડાની આંખમાં પણ આંસુ આવી ગયા. અરેરે... અમારો રંગ કાળ કેણે કર્યો ? કાળો રંગ ન હેત તે કાળા રથે ન જોડાવું પડત ! ઘેડાના પગ પણ ઉપડતા નથી. અંજનાને કરૂણ કલ્પાંત ન જોઈ શકવાથી સૂર્ય પણ વાદળમાં છુપાઈ ગયે. રથના પિડા પણ બરાબર ચાલતા નથી. આવું કરણુજનક દશ્ય સર્જાઈ ગયું છે. અહીં અંજના ગમે તેટલું રડે તે પણ એક વસંતમાલા સિવાય તેને કેણ આશ્વાસન આપનાર છે?
મારા બંધુઓ ને બહેને! જે સંસારમાં તમે અત્યંત રાગ કરીને બેઠા છે તે