________________
શારદા સાગર
૨૯૦
નથી. તેના ગળે ડૂમા ભરાઈ ગયા. છેવટે કઠેરતાના પાષાણુને હૃદય પર મૂકીને સારથી સતીને પ્રણામ કરી ૬;ખિત લેિ રથમાં બેઠા.
સજ્જન આત્માઓ ઉપર આવા જુમ થાય છે ત્યારે તેને જોઈ શકવા કાંઇ સમ થતું નથી. સૂર્યાસ્ત થઈ ગયા. ભયંકર અંધકાર વ્યાપી ગયે. છાતી ફાટી જાય તેવું દૃશ્ય ખડું થયું. અજના સખીને કહે છે બહેન ! રાત અહી રોકાઈ જઈએ. સવારે ચાલ્યા જઇશું. વસંતમાલા કહે છે અહીં તાપસિંહની ગર્જનાઓ ને વાઘની ત્રાડે સંભળાય છે. છાતી થરથર ધ્રુજે છે. રાત કેવી રીતે પૂરી થશે ? આપણા કર્મો કેવા ભારે છે ! રથ કાળેા તારા કપડાં કાળા ને કમયેાગે રાત પણ અંધારી કાજળ જેવી આવી. અજવાળી રાત હાત તે સારૂ થાત ! અંજના કહે છે બહેન ! હવે તે આપણે કર્મોના સામના કરવાના છે. તું શા માટે ડરે છે? આપણી પાસે મહાન મંત્ર નવકાર મંત્ર છે. પછી ડરવાનું શું? નવકાર મંત્રના શુદ્ધ ચિત્તે જાપ કરવાથી ભયંકર આફ્તામાંથી ઉગરી જવાય છે. અત્યારે તે આપણે તેના આધાર છે.
હજારો મત્રો શું કરશે, મારા નવકાર ખેલી છે, જગત રૂટીને શુ કરશે, મારા નવકાર ખેલી છે...
આપણા કર્મો અત્યારે આપણા ઉપર રૂઢયાં છે. પણ મંત્રના પ્રભાવથી કર્મનુ જોર શિથિલ થઇ જશે. અંજના અને વસંતમાલા એકલા નિર્જન વનમાં એક વૃક્ષ નીચે એસીને નવકારમત્રના જાપ કરવા લાગ્યા.
મધુએ ! નવકાર મંત્રના પ્રભાવથી ભયંકર સર્પના ઝેર પણ ઉતરી જાય છે. જૈન કરતાં જૈનેત્તરાને નવકાર મંત્રની શ્રદ્ધા વધુ હાય છે. એમને નવકાર મંત્ર શીખવાયા. હાય તે। એ શ્રદ્ધાપૂર્વક ગણે છે. ને તમને વારસામાંથી મળ્યા છે પણ એની કિ ંમત નથી. જુએ, શ્રદ્ધાપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરવામાં આવે તે તેના કેવા અજબ પ્રભાવ પડે છે! તેને એક દાખલે આપું. ઘણાં વખત પહેલા છાપામાં વાંચેલા છે.
બિહારમાં એક મુસલમાનને કોઇ ગુરૂની પાસેથી નવકાર મંત્ર મળ્યા. ગુરૂએ તેને એવા ભાવ સમજાવીને શીખવાડેલે કે આ મંત્રમાં રાગ-દ્વેષ, ક્રોધ, લાભ વિગેરે દૂષણાથી તદ્દન રહિત એવા અરિહંત તથા સિદ્ધ ભગવંતને નમસ્કાર કરવામાં આવે છે. તેમ જ એવા બનવા માટે મથી રહેલા સંસાર ત્યાગી આચાર્ય, ઉપાધ્યાય, તથા સાધુને નમસ્કાર કરાય છે. માટે આપણે એમનું સ્મરણ કરતાં આપણા જીવનમાં રહેલા એ દૂષણ્ણાને દબાવતા રહેવાનું. અત્યંત શ્રદ્ધાપૂર્વક નવકાર મંત્રનું સ્મરણુ વારંવાર કરાય તે એને અદ્ભુત પ્રભાવ પડે છે. રાગ-દ્વેષ પાતળા પડે છે ને પરભવમાં સતિ મળે છે. મુસલમાન ભાઈને આ વાત ખરાખર ગળે ઉતરી ગઇ. તેથી તે આ .મહામંત્રનું સ્મરણ કર્યાં કરતા હતા. સાથે સાથે પોતાનામાં રહેલા રાગ-દ્વેષ, ક્રોધ, માનાઢિ દોષોને પણ