________________
શારદા સાગર
૨૯૩
તારે આજ્ઞાંકિત રાજા થઈને રહેશે. તું પરાક્રમી છે ને વળી શ્રાવક છે એટલે મારી બહેન તને પરણાવું છું. એને સ્વીકારી લે, એમ કહીને વાલીએ સુગ્રીવને રાજય સોંપીને કહ્યું કે તારું મારા જેટલું બળ અને પુણ્ય નથી માટે તું રાવણની આજ્ઞામાં રહેજે તે તે તારું રક્ષણ કરશે. વાલીએ રાવણને તેની બહેન પરણાવી.
વાલીના અંતરનું પરિવર્તન થયેલું જોઈ રાજા અને બીજા તેના સામંત રાજાઓ તથા બન્નેના લશ્કર આ બનાવ જોઈને ચકિત થઈ ગયા. આ શું? આ મહાબળવાન વાલી ધારે તે રાવણને જીવનભર કેદમાં રાખી શકે. અને એને તથા એના આજ્ઞાંકિત રાજાઓને આજ્ઞામાં રાખી શકે અને આ મહા સમ્રાટપણને વૈભવ ભેગવી શકે. એના બદલે તે સુખને તિલાંજલી આપવા તૈયાર થયે. પિતાની છતને આનંદ ન માનતા રાવણની હારનો દાખલો લઈ પોતે સંસારનો ત્યાગ કરે છે. વાહ ભાઈ ! તમે તે કમાલ કરી. પણ એમને ઉપરથી આંચક લાગે પણ અંતરથી નહિ. ત્યારે વાલીએ રાવણની હાર અને એના પુણ્ય કરેલે એને વિશ્વાસઘાત એ પોતાના જીવન ઉપર ઉતારી વિચાર કર્યો કે એનું પુણ્ય એને દગો દે છે તે મારું પુણ્ય મને દગો નહિ દે એની શી ખાત્રી? આ વિચારથી એના અંતરને ઉઘાડ થયે. ને આત્માને કહ્યું કે હે જીવ! ઉઠ, ઊભે થા. આ શરીર અને આયુષ્યને ભરોસો નથી. માટે તારા આત્મહિતની સાધના કરી. લે. બંધુઓ! કેવી ભવ્ય વિચારણા વાલીને થઈ. હાર રાવણની થઈ ને પરાવર્તન વાલીનું થયું. દુનિયામાં આવા ઘણા પ્રસંગે જોવા મળે છે. છતાં તમને આંચકો લાગે છે? કોઈને લાખોનું નુકશાન થયું સાંભળીને ક્ષણભર આંચકો લાગી જાય પણ પછી એમ થાય છે કે એની સંપત્તિ ચાલી ગઈ તે પછી મારે પણ એને ભરોસો શા માટે રાખો જોઈએ? જ્યાં સુધી છે ત્યાં સુધી એને સારા કાર્યોમાં સદુપયોગ કરી લઉં. કેઈને કેન્સર આદિ રોગ એકદમ થાય તે એમ થાય કે હમણું તે સાજા સાા હતાં ને શું થઈ ગયું? એમ ચમકારે થાય છે પણ એ સાથે એમ થાય છે કે આ દેહને શે ભરોસે? કયારે દગો દેશે એની ક્યાં ખબર છે? એ દો કે એ પહેલાં હું તપ-ત્યાગ, વ્રત-નિયમમાં જોડાઈ જાઉં! જે કોઈ હળુકમી જીવ હોય તો આવા પ્રસંગે જોઈને એના ચમકારાથી અંતરના દ્વાર ખેલી નાંખે ને હૈયાને ધક્કો લગાડે તો તમારી મુક્તિ હાથવેંતમાં છે.
વાલીએ રાવણ ઉપર વિજય મેળવ્યા પછી યુદ્ધભૂમિ ઉપર ચારિત્ર લેવાની તૈયારી કરી. તે વિચાર કરો એના અંતરને ઉઘાડનારે કે ચમકારે થયે હશે? તમને તે એમ થાય છે ને કે હજુ અમારે ઘણું જીવવાનું છે તે ધર્મ કરવાની શી ઉતાવળ છે? ઘડપણમાં નિરાંતે ઘમની આરાધના કરીશું. પણ એટલી વાત જરૂર સમજજો કે સંસાર સુખની મોજ શરીર સારું હોય ને આયુષ્યને દીપક જલે છે ત્યાં સુધી થાય છે તેમ આત્મહિતની સાધના પણ શરીર શક્તિ અને આયુષ્ય છે ત્યાં સુધી થાય છે. એ શક્તિ