________________
શારદા સાગર
૨૯૦
વ્યાખ્યાન નં. ૩૫
વિષય – લડાઈના મેદાનમાં આત્મજાગૃતિ શ્રાવણ વદ ૬ ને બુધવાર
તા. ૨૭-૮-૭૫ જ્ઞાની પુરૂષને આ સંસાર સાગર અતિ દારૂણ દેખાય છે. એટલે જ્યાં સુધી તેઓ સંસારમાં રહે છે ત્યાં સુધી ઉદાસીન ભાવે રહે છે. સંસારના કોઈ પણ સુખમાં તેને આનંદ આવતું નથી. બસ, એમનું એક લક્ષ હોય છે કે આ સંસાર સાગરને કેમ તરી જાઉં? તેમને સર્વ પુરૂષાર્થ ભવસાગર તરી જવાને માટે હોય છે. મન-વચનકાયાથી સદા સંસારમાં અલિપ્ત ભાવે રહે છે. બંધુઓ ! આટલું આત્મસાક્ષીએ તમે વિચારો કે આ સંસાર સાગરમાં રહેવા જેવું છે? કયાંય સુખ કે શાંતિ છે? કયાંય નિર્ભયતા છે? છતાં સંસાર સાગરમાં રહેવાનું મન કેમ થાય છે! જ્યાં સ્વસ્થતા નથી, પ્રસન્નતા નથી, શાંતિને શ્વાસ લેવાને નથી, નિર્ભયતાનું વાતાવરણ નથી. ત્યાં રહેવાને વિચાર પણ કંપાવી મૂકે છે. જ્યારે હિંદુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા પડયા ત્યારે પાકિસ્તાનમાં રહેલા હિંદુઓના જીવ મૂઠીમાં આવી ગયા હતા. તે સમયે લાખો હિન્દુઓ ત્યાં બંગલા, હવેલીઓ અને કરેડની સંપત્તિ મૂકીને ભાગી આવ્યા. સ્ત્રી-પુત્ર અને પરિવારની પરવા કર્યા વિના પહેરે ૫ડે નાસી છૂટયા. શા માટે? તમે એક રાતી પાઈપણ જતી કરે તેમ નથી છતાં આટલી સંપત્તિ બધું છેડીને શા માટે ભાગી છૂટયા? તેનું કારણ? બેલેને? તેનું કારણ એ છે કે ત્યાં તેમને નિર્ભયતા ન લાગી. સલામતી ન લાગી. શાંતિને શ્વાસ લેવાનું પણ ન દેખાયું, જીવન જોખમમાં લાગ્યું એટલે તેઓ ભાગી છૂટયા.
આ રીતે જે જીવને ભવસાગરથી ભાગી છૂટવાની તમન્ના જાગે તે માયા–મમતાના બંધને તોડવા સહેલા થઈ જશે. આટલા માટે અહીં ભવસાગરની ભીષણતા બતાવવામાં આવી છે. તમે એકાંતમાં જઈને એકાગ્ર ચિત્ત કરીને આ બાબતને વિચાર કરજે. રોજ વિચાર કરતાં એક દિવસ આત્મામાં ભવસાગરને ભય જાગી જશે. ત્યારે એને પાર કરી જવા મન-વચન-કાયાથી તૈયાર થઈ જશે ત્યારે તમને કઈ રેકી નહિ શકે.
ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં અનાથીમુનિ અને શ્રેણીક રાજાને સંવાદ ચાલે છે. જેઓ સંસારને ભયંકર તેફાની સમુદ્ર સમજીને સંયમની સાધનાના પંથમાં જોડાઈ ગયા છે તેવા મુનિ શ્રેણીક રાજાને કહે છે હે રાજન! તું પિતે અનાથ છે તે મારે નાથ કેવી રીતે બનીશ? આ સાંભળીને રાજાને આશ્ચર્ય થયું ને પિતે અનાથ નથી તે બતાવવા માટે મુનિ પાસે પિતાની અદ્ધિનું વર્ણન કર્યું. રાજા શ્રેણીક પિતાને સનાથ માનતા હતા. હું આટલી સંપત્તિને સ્વામી , આટલી પ્રજા ઉપર મારે હુકમ ચાલે છે. મારી રાણીઓ, ખંડિયા રાજાઓ અને નેકર ચાકર બધા મારા પડતા બેલ ઝીલે છે.