________________
શારદા સાગર
૨૮૫ જનકરાજાએ બ્રાહ્મણને કહ્યું કે ભાઈ! મારા રાજ્યની હદ કયાંય નથી. આ સંસારની કોઈ પણ વસ્તુ ઉપર મારો અધિકાર નથી. તારે જ્યાં રહેવું હોય ત્યાં તું સુખેથી રહી શકે છે.
બંધુઓ ! બ્રાહ્મણની મીઠી ટકેરથી જનકરાજાને ભાન થયું કે મારે અધિકાર કોના ઉપર છે? પણ તમને સંતે કેટલી વાર ટકેર કરે છે છતાં કંઈ અસર થાય છે? સાધુ કહેતા ભલા ને હમ સુનતા ભલા.”
સુણે સુણેને ફૂટયા કાન, તે યે ન આવ્યું બ્રહ્મજ્ઞાન. આવી તમારી વાતો છે. આટલે સુંદર ઉપદેશ સાંભળવા છતાં તલ માત્ર મમતા ઓછી થાય છે? એક બીલ્ડીંગ બનાવ્યું તે કહેશે મારું બીલ્ડીંગ છે, આ મારી પેઢી છે, ને આ મારી પત્ની અને પુત્ર પરિવાર છે. નાના બાળકે રેતીને કૂબ બનાવીને કહે છે કે આ મારું ઘર છે એવી રમત રમે છે. એની રમત ડી વારમાં પૂરી થશે પણ આ મોટા બાળકની રમત કયારે પૂરી થશે? હું ચૈતન્ય છું, અનંત વીર્યવાન છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું, અનંત જ્ઞાનને ધણું છું, અનંત સુખને સ્વામી છું, મોટા ચક્રવર્તિના વૈભવ કરતાં પણ મારા આત્માને વૈભવ અનંત ઘણે વિશેષ છે. આવી શ્રદ્ધા કરવાની જરૂર છે. આવી શ્રદ્ધા થયા વિના ગમે તેટલી કરશું કરશો તો પણ તે એકડા વિનાના મીંડા જેવી છે. ભાવના શતકમાં કહયું છે કે :
અંકે રહિત સબ શુન્ય વ્યર્થ જે, નેત્રહીન કે વ્યર્થ પ્રકાશ, વર્ષા વિના ભૂમિમેં બયા, બીજ વ્યર્થ પાતા હૈ નાશ, ઉસી તરહ સમ્યકત્વ બિના હૈ જપ, તપ, કષ્ટ ક્રિયા બેકાર કભી ન ઉત્તમ ફેલ દેતી હૈ, મિલતા કભી ન મુકિત પ્રકાશ.
જેમ એકડા વિના ગમે તેટલા મીંડાની લાઈન કરવામાં આવે તો તેની કઈ કિંમત નથી. અંધ માણસ આગળ ગમે તેટલી ટયુબ લાઈટો કરવામાં આવે, વરસાદ વિના ગમે તેટલું સારું બીજ ધરતીમાં વાવવામાં આવે તો તે વ્યર્થ છે તેવી રીતે સમ્યકત્વ વિના ગમે તેટલી બાહા ક્રિયા કરવામાં આવે તો તે એકડા વિનાના મીંડા જેવી છે.
બા ભાવે ત૫-જપ, વ્રત-નિયમ આદિ ધર્મ ક્રિયાઓ કરવાથી પુણ્ય બંધાય છે ને પુણ્યથી જીવ નવમી ગ્રેવેયક સુધી જઈ આવે છે. ત્યાં સુખ છે એવા સુખ જીવે ઘણી વાર ભેગવ્યા છે. અભવી જીવ પણ નવમી ગ્રેવેયક સુધી જઈ શકે છે. તેથી કંઈ સંસાર શેડે કપાય છે? અહીં તમારું પુણ્ય હોય તે લોકે તમારી ખૂબ પ્રશંસા કરે, મન માન્યા સુખ મળે પણ આ રખડપટ્ટી ટળે નહિ. આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે તમે જી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે. સમ્યદર્શનની આરાધના થાય તો મુકિત મળે.