________________
શારદા સાગર
૨૮૩
હતા કે જેને રહેવા ઘર ના હોય, મા બાપ ન હોય, મિત્ર ન હોય અગર બીજા નજીકના સગા-વહાલાં ન હોય તેને અનાથ કહેવાય પણ જેનદર્શન અનાથની વ્યાખ્યા જુદી કરે છે. રાજા વિચાર કરે છે કે મુનિએ મને જે અનાથ કહ્યો તે મારા માટે અશ્રુતપૂર્વ છે. એટલે કે હજુ સુધી મને કેઈએ અનાથ કહ્યો નથી. તેમ મેં કઈ દિવસ અનાથતા અનુભવી નથી એટલે આ મુનિને મારા વૈભવની ખબર લાગતી નથી. અગર તે તેમની આકૃતિ જોતાં તેઓ મહાન ઋદ્ધિવાળા હોય અને તેમની દષ્ટિએ હું અનાથ લાગતું હોઉં તે પણ બનવા જોગ છે. કારણકે કે માણસ જ્યારે પોતાનાથી નાની ચીજ બીજાની પાસે દેખે છે ત્યારે તે નાની ચીજને તુચ્છ માને છે. માની લો કે કોઈની પાસે હીરા-માણેક અને પન્નાના દાગીના હોય તેને સોનાના દાગીના તુચ્છ લાગે છે. અને જેની પાસે ચાંદીના દાગીના હશે તેને પિત્તળના તુચ્છ લાગશે. આ રીતે મુનિની પાસે ત્રદ્ધિ-સિદ્ધિ ઘણી હેય તે કારણે તેમની નજરમાં હું અનાથ ગણતે હેઉં તે સંભવિત છે. હું પણ તેમની શારીરિક અદ્ધિ જોઈને આશ્ચર્યચક્તિ થયે હતો તે રીતે તેમણે પણ મારી શારીરિક અદ્ધિ જોઈને મને પિતાનાથી ઓછી ઋદ્ધિવાળો ગરીબ સમ હોય ને તે કારણે મને અનાથ કહા હાય ! પણ એ મુનિ માને છે તે હું અનાથ નથી. તેની એમને જાણ કરવા માટે મારે મારી ત્રાદ્ધિનું વર્ણન તેમની સામે કરવું જોઈએ. જેથી એમને ખબર પડે કે હું એમને નાથ બની શકું તેમ છું કે નહિ ? મહારાજા શ્રેણુક જેવા તેવા ન હતા. સાહસિક અને વીર હતા. એટલે પિતાની ત્રાદ્ધિનું વર્ણન કરતાં મુનિ ને કહે છે કે મહારાજ ! તમે મને અનાથ કહે છે પણ મારી પાસે કેવી સમૃદ્ધિ છે તે તમે સાંભળો.
अस्सा हत्थि मणुसा मे, पुरं अंतेउरं च मे । मुंजामि माणुसे भोए, आणा इस्सरियं च मे ॥
ઉત્ત. સૂ અ. ૨૦ ગાથા ૧૪ હે મુનિ ! મારા રાજ્યમાં ૩૩ હજાર મદઝરતા હાથીએ ઝૂલે છે, ૩૩ હજાર અશ્વો હણહણે છે ને ૩૩ કરોડ પાયદળ મારી આજ્ઞામાં છે. હું કેવળ મગધને નામને રાજા નથી પણ આખા મગધના રાજ્યનું પાલન કરું છું. એક કેડ ને એકત્તેર લાખ ગામ મા તાબામાં છે. આ બધા નગરની આવકમાંથી મારા રાજ્યનું ખર્ચ સારી રીતે નીકળે છે. મારું અંતેઉર પણ વિશાળ છે. તેમાં જેવા તેવા રાજાઓની કન્યાઓ નથી પણ મોટા મોટા રાજાએ તેમની કન્યાઓ મને સામેથી આપીને પોતાને ભાગ્યશાળી માને છે. ઘણાં મનુષ્ય પાસે ઋદ્ધિ ખૂબ હોય છે પણ શરીર રેગથી ઘેરાઈ ગયું હોવાથી તેઓ પિતાની ત્રાદ્ધિનો લાભ ઉઠાવી શકતા નથી પણ મારી પાસે તે ત્રાદ્ધિસિદ્ધિની સાથે શારીરિક સંપત્તિ પણ સારી છે. એટલે હું તે મનુષ્ય સબંધી કામગીને ઉપગ પણ