________________
૨૮૨
શારદા સાગર
જગતમાં કેટલા આત્માઓ છે, કેટલી ગતિ, કેટલી નિ અને કેટલા કુળ છે તેનું યથાર્થ દર્શન કરાવે છે. દરેક જીના ખાનપાન કેવા હોય છે, એ છે કયાં કયાં રહે છે, તેમનું આયુષ્ય કેટલું હોય છે. એમને પ્રાણ કેટલા? તેની ઇન્દ્રિયો કેટલી? આ બધું ઓછું વધતું હોવાનું કારણ શું? શરીરના નિર્માણમાં આટલે મોટે ભેદ-કેમ? આત્મા ઘડીકમાં સુખી ઘડીકમાં દુઃખી ઘડીમાં શોકમગ્ન અને ઘડીમાં આનંદમગ્ન બને છે. આમ થવાનું કારણ શું? એક ધનવાન બને છે ત્યારે એક ભીખ માગે છે. છતાં પટને ખાડે પૂરા નથી. આમ થવાનું કારણ શું? મળેલી સંપત્તિ એકાએક કેમ ચાલી જાય છે? અમુક માપમાં કેમ મળે છે? જગત એટલે શું? જગતને તમામ વ્યવહાર કેણ ચલાવે છે? એને કઈ સંચાલક છે કે કુદરતી ચાલે છે? જડ અને ચેતનના ભેદે, દ્રવ્ય - ગુણ અને પર્યાયનું સ્વરૂપ આ બધા પદાર્થોનું ઊંડાણથી જ્ઞાન કરાવનાર જે કઈ આ જગતમાં હોય તે તે જેનદર્શન છે.
દેવાનુપ્રિયે ! જગતના તમામ પદાર્થોને સ્વરૂપને સમજવા માટે જૈનદર્શનમાં ચાર અનુગ બતાવ્યા છે. તે દ્રવ્યાનુયેગ, ગણિતાનુયેગ, ચરણકરણાનુગ અને ધર્મ કથાનુયોગ, આ ચાર અનુગમાં આખી દુનિયાનું સ્વરૂપ આવી જાય છે. આ જૈનદર્શનની ને જૈનશાસનની બલિહારી છે. પરમાત્માનું શાસન કેટલું વિશાળ છે. તેમાં કેવું, કેટલું અને અભુત જ્ઞાન ભર્યું છે. અને તે આત્માને અત્યંત હિતકારી છે. માટે કલ્યાણની કામનાવાળા આત્માઓએ આ શાસનનું શરણ સ્વીકાર્યા સિવાય છૂટકે નથી. એકાંતે મહાન લાભ કરનાર આ જૈનશાસન છે. આ શાસનના શરણ વિના ભવ્ય જીને ચાલી શકે તેમ નથી. આત્માનું કલ્યાણ કરનાર અને દુઃખથી ઘેરાયેલા આત્માઓને દુઃખથી મુક્ત કરી અનંત સુખમાં મહાલતે કરનાર આ જિનશાસન અને જૈનદર્શન છે. સાચી શાંતિ અને સાચું સુખ આપનાર આ જૈનદર્શન છે. જ્યાં સુધી આત્માઓને એવી સમજણ ના આવે ત્યાં સુધી કેઈ પણ આત્મા કલ્યાણ કરી શકે નહિ.
બંધુઓ ! આપણે ઉત્તરાધ્યયન સૂત્રનું વસમું અધ્યયન જેમાં સનાથ અને અનાથનું આબેહૂબ વર્ણન ચાલે છે. જયાં સુધી આત્મા આ જિનશાસન પામીને સમકિત નહિ પામે, શાસ્ત્રને સાર નહિ પામે ત્યાં સુધી તે પિતે અનાથ છે જ્યારે અનાથી મુનિને ભેટે થયે ત્યારે શ્રેણક રાજા મિથ્યાત્વી હતા એટલે તે પિતે અનાથ હતા. તેઓ અજ્ઞાન હતા. મુનિ જે દષ્ટિથી અનાથની વ્યાખ્યા કરી રહ્યા હતા તેનાથી રાજાની માન્યતા તદ્દન ભિન્ન હતી. રાજા કોને અનાથ માનતા હતા? હું તમને પૂછું છું કે તમે તેને અનાથ માને છે? “જેની કોઈ સંભાળ રાખનાર ન હોય તેને” મુનિએ રાજાને કહ્યું કે તું પોતે અનાથ છે તે મારા નાથ કેવી રીતે બની શકીશ? મુનિ શ્રેણક રાજાને અનાથ કહીને ઢઢોળે છે, તેમની સૂતેલી ચેતનાને જાગૃત કરે છે. રાજા એમ સમજતાં