________________
શારદા સાગર
૨૬૫
આનંદ આવે છે. આ જીવની અજ્ઞાન દશા છે. જ્યારે જીવને ભાન થાય છે કે આ સંસારના વિષય વિષ જેવા છે ત્યારે તેની દશા જુદી હોય છે.
ઉત્તારાધ્યયન સૂવનું ૨૦ મું અધ્યયન જેમાં અનાથી નિગ્રંથનો અધિકાર ચાલે છે તે મુનિ કેવા મહાન છે! તેમને મહારાજા શ્રેણીક ઉપર આટલો બધો પ્રભાવ કેમ પડશે? એમણે જીવનમાં શું અપનાવ્યું હતું?
यस्त्यक्त्वा तृणवद् बाह्याभ्यान्तरं च परिग्रहम् ।
उदास्ते तत्पदाम्भोज, पर्युपास्ते जगत् त्रया ॥ જે મહામુનિઓ બાહ્ય અને આત્યંતર પરિગ્રહને તૃણની જેમ સમજીને તેને ત્યાગ કરે છે તેના ચરણકમલને ત્રણ જગતના લોક નમે છે. જે ધન સંપત્તિ, કુટુંબ પરિવાર, સોનું-ચાંદી-હીરા-મોતી વિગેરેને ત્યાગ કરે છે તે બાહ્ય પરિગ્રહને ત્યાગ છે ને જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અભિમાન, રાગ-દ્વેષાદિને ત્યાગ કરે છે તે આભ્યતર પરિગ્રહને ત્યાગ છે. જે અને પ્રકારનો ત્યાગ કરે છે તે સાચે ત્યાગી છે. ને તેમને વંદન કરવાથી કર્મોને ક્ષય થાય છે. દેને નાશ અને ગુણેને આવિર્ભાવ થાય છે.
બંધુઓ! અનાથી નિગ્રંથને આ પરિગ્રહ કચરા જેવું લાગ્યું હતું. તમે ઘરમાં કચરે રહેવા દે ખરા? બેલે, શું કરે? ફેંકી જ દો ને? જ્ઞાનીઓને મન પરિગ્રહ પણ કચરે છે. કચરો ફેંકી દીધા પછી તેને લેવાનું મન થતું નથી. તેમ છે મહાન પુરૂષોએ પરિગ્રહને કચરાની જેમ ફેંકી દીધા છે તેને તેના સામું જોવાનું પણ મન થતું નથી. અનાથી નિગ્રંથ કેવા મહાન હતા. તેમણે કેવી ઋદ્ધિ સિદ્ધિને ત્યાગ કર્યો છે તે વાત હવે આવશે. તેમણે મહાન ત્યાગ કર્યો હતો છતાં મેં લાખ કરોડને વૈભવ તજી દીધે છે, મેં વિશાળ પરિવારનો ત્યાગ કર્યો છે એ કદી વિચાર સરખે પણ નથી આવ્યું. જે સાધકના મનમાં સહેજ પણ વિચાર આવે કે મેં કે મહાન ત્યાગ કર્યો છે તે સમજી લેવું કે હજુ તેણે તણખલા જેટલો પણ ત્યાગ નથી કર્યો. અને ત્યાગને જે આનંદ આવે છે તે પણ આવતું નથી. સાચે ત્યાગી દી પિતાના ત્યાગના ગાણું ન ગાય.
બંધુઓ! શાલીભદ્રને ત્યાં કેટલી અદ્ધિ હતી તે તો તમે જાણે છે ને? જેને ત્યાં અપ્સરા જેવી બત્રીશ બત્રીશ તો સ્ત્રીઓ હતી. દરરોજ દેવલેકમાંથી નવ્વાણું પેટીઓ તેને ઘેર આવતી હતી. આવી મહાન સંપત્તિને એમણે તણખલાની જેમ ત્યાગ કર્યો હતું ને વૈભારગિરિ પર્વત ઉપર જઈને સંથારે કર્યો તે સમયે તેમની પત્નીઓ અને માતા દર્શન કરવા આવ્યા ત્યારે તેમના સામું પણ ન જોયું, કારણ કે એમને મન સંસારને રાગ કચરે હતે. સનતકુમાર ચક્રવર્તિએ છ ખંડની ઋદ્ધિને ત્યાગ કરી દીક્ષા લીધી. છ-છ મહિના સુધી તેમને પરિવાર રડતો ને ઝૂરતે પાછળ પાછળ ફર્યો છતાં