________________
શારદા સાગર
હે અપયશના કામી ! જેને છોડીને આવ્યું તેમાં પાછું મુખ નાખે છે. તારા ભાઈ નેમનાથે મને વમી દીધેલી છે. આ વસેલું ગ્રહણ કરવાની ઈચ્છા રાખે છે તેના કરતાં તારે મરી જવું તે શ્રેષ્ઠ છે. રાજેમતીના એક શબ્દ ચાનક લાગી ગઈ ને પડવાઈ થતાં ઠેકાણે આવી ગયા. જેમતીમાં આ બળ કયાંથી આવ્યું? ચારિત્રનું જેમ હતું.
- મુનિએ કહ્યું હે રાજા! તું પોતે અનાથ છે તે મારે નાથ કેવી રીતે બનીશ? આ શબ્દો સાંભળીને તે ઝાંખા પડી ગયા.
एवं वुत्तो नरिन्दो सो, सुसंभन्तो सुविम्हिओ। वयणं अस्सुय पुव्वं, साहुणा-विम्हयंनिओ ॥
ઉત્ત. સ. અ. ૨૦, ગાથા ૧૩ તું પતે અનાથ છે. મુનિનું આ વચન સાંભળતાં રાજા ઘણા સંભ્રાંત થયા. તે ક્ષત્રિય હતા. ક્ષત્રિય પિતાનું અપમાન સહન કરી શકતા નથી. કારણ કે તે સમજતા હતા કે મારા જે કોઈ મહાન નથી અને કહેવાય છે કે શ્રેણુક રાજાના સમયમાં પ્રજા મહાન સુખી હતી. પ્રજા સુખી હોય છે તે રાજાને આભારી છે. જેની પ્રજા સુખી તેને રાજા પણ સુખી છે. છતાં ગમે તેટલું સુખ હોય તો તે કેવું છે? કૂવાને દેડકે માને કે આટલું બધું પાણી કયાંય નથી.
સાગર જલ જોયા વિના, થયે ફ્લામાં સ્થિર,
ફૂપ તણે દુરે કહે, ફૂપ વિષે બહુ નીર. બિચારા દેડકાએ સાગરનું પાણી જોયું નથી એટલે શી ખબર પડે કે એમાં કેટલું અગાધ પાણી છે! એ તો બિચારે કૂવામાં રહો એટલે એમાં આનંદ માનેને? તેમ તમે સંસાર સુખના ખાબોચીયામાં પડી રહ્યા છે એટલે શું ખબર પડે કે ત્યાગમાં કેટલું સુખ છે? તમારા ગમે તેટલા સુખ હોય તે પણ તે ત્યાગીના સુખ આગળ ખાબોચીયા જેવા છે.
એક વખત મીરાંને તેની સખીઓએ કહ્યું કે મીરા ! તારા કેવા સદ્ભાગ્ય છે કે તને રાણા જે પતિ મળે છે. રહેવા માટે સુંદર મહેલ છે ને સુખ ભોગવવાની બધી સામગ્રી તારી પાસે છે, શણજી પણ તને કેટલા ચાહે છે છતાં તું તેમના પ્રત્યે આટલી બધી ઉદાસ કેમ રહે છે? શું તને આ સંસારના ભેગ ભેગવવા નથી ગમતા? તારા મહાન પુણ્યદયે તને આ બધી સુખ સામગ્રી મળી છે છતાં તું તેને દુઃખરૂપ કેમ માને છે? ચાલ, હું રાણાજી સાથે તારે પ્રેમ સબંધ જોડી દઉં આ સખીની વાત સાંભળી મીરાંને જરા હસવું આવ્યું. એટલે સખીઓ કહેવા લાગી કે સ્ત્રીઓને સ્વભાવ એવે હોય છે કે પિતાના મઢે પ્રેમની વાત કરતી નથી પણ પ્રેમ સબંધની વાત સાંભળીને ખુશ થાય છે. માટે તારા હસવા ઉપરથી મને લાગે છે કે તને મારી વાત ગમે છે.