________________
શારદા સાગર
- સખીની વાત સાંભળીને મીર વિચાર કરવા લાગી કે આ સખી મારા હસવાને અનર્થ કરી રહી છે. માટે તેને મારી સાચી વાત સ્પષ્ટ શબ્દોમાં કહી દેવી જોઈએ. આમ વિચારી મીરાંએ સખીને કહ્યું કે,
સંસારીનું સુખ કાચું, પરણને રંડાવું પાછું, તેને ઘેર શીદ જઈએ રે-મોહન પ્યારા..મુખડાની માયા....
સખી! તું મારા મેઢ રાણાજીની જે પ્રશંસા કરી રહી છે તેથી પણ રાણાજી વધારે મહાન હશે. પણ હું તને એટલું પૂછું છું કે મારા પિતાએ મને રણુજી સાથે પરણાવી છે ને હું રાણાની દાસી બનીને રહેવા તૈયાર છું પણ રાણાજી મને વિધવા નહિ બનાવે ને? તેની ખાત્રી છે? જો રાણાજી મને વિધવા ન બનાવે, અખંડ સૌભાગ્યવતી રાખે તો મને રાણાની સાથે રહેવામાં કેઈ હરકત નથી. પણ જે રાણાજી એની ખાત્રી ન આપી શકે તે હું તેની સાથે રહેવા બંધાતી નથી. મેં મારો પતિ શોધી રાખ્યો છે. કયો?
પરણું તે પ્રીતમ પ્યારે, અખંડ સૌભાગ્ય મારે, રાંડવાને લય ટાળે રે....મોહન પ્યારા...મુખડાની માયા.
મે તો મારા ભગવાનને મારો પતિ માની લીધું છે કે જેથી આ કારમા વિધવા• પણાના દુખ ભોગવવાનો વખત ન આવે. આ મીરાંએ તેની સખોને કે જડબાતેડ જવાબ દઈ દીધે. સખી તે સજજડ થઈ ગઈ કે શું મીરાંની ભગવાન પ્રત્યેની ભક્તિ છે. આપણે સંસારમાં સુખ માનીએ છીએ પણ એને સંસારના સુખ ગમતા નથી.
અહીં શ્રેણુક રાજા પણ મુનિની વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગયા. કે મને અનાથ કહે કેમ? મને અત્યાર સુધીમાં કેઈએ અનાથ નથી ક. આ પ્રથમવાર મેં મુનિના મુખે આ શબ્દ સાંભળ્યા. મુનિ મારો કરતાં રૂપમાં વધારે ચઢીયાતા છે તે એ વધુ વૈભવશાળી હોવા જોઈએ. છતાં હજુ રાજા પિતાના વૈભવનું વર્ણન કરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૩૩ શ્રાવણ વદ ૪ ને સેમવાર
તા. ર૫-૮-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંત જ્ઞાનીઓ કહી ગયા છે કે હે જીવ! તેં પિતાના સ્વરૂપને ઓળખ્યું નથી. તેથી અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આત્માના અજ્ઞાનથી ઊભું થયેલું જે દુખ છે તેને આત્મજ્ઞાનથી દૂર કરી શકે છે. જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં