________________
શારદા સાગર
૨૭૩
તમારા સૌ સુખના સગા છે. પણ દુઃખમાં કઈ પાસે ઊભા રહેવાના નથી. પણ આ મિથ્યાત્વ તમને ખેટાને સાચું મનાવે છે અને તેમના ઉપર તીવ્ર પરિણામ રાખી તમે એવું માની રહ્યા છો કે મારા સગાવહાલા કે કુટુંબને માટે મારે ગમે તે પાપ કરવા પડે તે માટે કરવા જોઈએ. તમારી આ દષ્ટિ કયારે બદલાશે ? સમ્યમ્ દષ્ટિ આવે તે હા, કુટુંબની જવાબદારીને અંગે, ભરણપોષણ અંગે પણ કાંઈક કરવું પડે છે તે વાત જુદી છે. સમ્યમ્ દષ્ટિને પણ પાપસ્થાનકે સેવવા પડે છે. પણ તે હસી હસીને પાપ ન કરે. પણ બળવે હૈયે કાંઈ કરવું પડે તે કરે. જ્યારે મિથ્યાદષ્ટિને લીધે બહિરાત્મભાવ વાળો જીવ રપ રહીને પાપ આચરે છે. સમકિતી આત્મા અંતરથી ચારે હોય છે.
જ્યારે મિથ્યાષ્ટિ આત્મા અંતરથી લેપાયેલો હોય છે. અને એ કારણે પુદ્દગલભાવ તરફ જીવનું આકર્ષણ હોય છે, બજારમાં કઈ પણ નવી ડીઝાઈનની વસ્તુ જુએ કે તે તરફ તરત ખેંચાણ થઈ જાય છે. અને જ્યાં સુધી તે વસ્તુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે તરફનું આકર્ષણ ન છૂટે. પુરૂષો કરતાં બહેનો વિશેષ ધર્મ કરે છે અને તપ-જપ આદિની પ્રવૃત્તિ પણ બહેનોમાં વિશેષ હોય છે. છતાં બજારમાં નવી ડીઝાઈનની સાડી નજરે પડે કે તરત મેળવવાની ઈચ્છા થઈ જાય છે. તેઓ ઉપવાસ, આયંબીલ આદિ જે તપ કરે છે તે ઉત્તમ છે પણ ઈચછાઓને નિરોધ એ શ્રેષ્ઠ તપ છે એટલું ખાસ સમજી લેવાની જરૂર છે. કારણ કે આત્મભાવ સિવાય બીજે બધે ભાવ તે બહિરાત્મભાવ છે.
બધા સગોની સાથે જ્યારે આત્મા સાક્ષીભાવે રહે છે ત્યારે તેને અંતરાત્મા કહે છે. જે અંતરાત્માની ભાવના ચોથા અવિરતિ સમ્યક્ દષ્ટિ ગુણસ્થાનથી શરૂ થાય છે અને બારમાં ક્ષીણમહં ગુણસ્થાનકમાં પૂર્ણ થાય છે. અને ત્યાર બાદ તેરમાં સગી કેવળી ગુણસ્થાનકમાં પરમાત્મદશાની પ્રાપ્તિ થાય છે. અંતરાત્મા એ જ પરંપરાએ પરમાત્મા બને છે. અંતરાત્મ દશા પ્રાપ્ત કરવી એ કઈ સામાન્ય વાત નથી. આ
પરમાત્મ દશા પ્રાપ્ત કરવા માટે બહિરાત્મદશા છોડીને જેઓ અંતરાત્મભાવમાં સ્થિર થયા છે તેવા અનાથી નિર્ચ થે શ્રેણીક રાજાને કહ્યું કે તું પોતે અનાથ છે તે મારે નાથ કેવી રીતે થઈશ? આ શબ્દો સાંભળીને રાજાને શું થયું -
एवं वुत्तो नरिन्दो सो, सुसंभन्तो सुविम्हिओ। वयणं अस्सुय पुव्वं, साहुणा विम्हयंनिओ ॥
-
ઉત્ત. સ. અ. ૨૦ ગાથા ૧૩ પૂર્વે કઈ દિવસ કેઈની પાસેથી સાંભળી ન હતી તેવી વાત આ મુનિના મુખથી સાંભીને રાજા શ્રેણીકને એટલું બધું આશ્ચર્ય થયું કે તેનું ચિત્ત ગભરાઈ ગયું. રાજા શ્રેણીકને એક તે મુનિના રૂપ અને ગુણથી આશ્ચર્ય થયું હતું તે સાથે બીજું આશ્ચર્ય એ થયું હતું કે મુનિ આવા ત્રદ્ધિવંત દેખાય છે છતાં અનાથ કેમ? એટલામાં મુનિના