________________
શારદા સાગર
૨૭૫
| મેઘકુમાર તે દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. એક વખત ભગવાનની વાણી સાંભળી હતી. તમે કેટલી વખત સાંભળી પણ વૈરાગ્ય આવે છે? આખી દીક્ષા ન લેવાય તે અડધી લઈ લે. અમારી પાંચ કાંબળી વેચવાની બાકી છે. તેનું ધ્યાન રાખજે. મેઘકુમાર વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. ઘરે આવીને માતાને કહે છે હે માતા! મને દીક્ષા લેવાની આજ્ઞા આપે.
આજ્ઞા આપો ને માતા મેરી, મારે તારવી છે જીવન નૈયા,
પ્રભુજી મળ્યા છે સાચા ખવૈયા, ભદધિના સાચા તરવૈયા, ક્ષણ ક્ષણ લાખેણું જાય, સમય અવતમાં જાય....માતા મેરી પ્રેમે આજ્ઞા રે આપે.
મેવકુમારની માતાને આ શબ્દોથી આંખમાં ભરણ ભરે ને જેવી વેદના થાય તેવી વેદના થવા લાગી, તે ઢગલે થઈને ધરતી પર ઢળી પડી. બેભાન થઈ ગઈ. ધારે આંસુએ રડવા લાગી. પણ સાચે વૈરાગી ઢીલે ન પડે. માતાએ કહ્યું-દીકરા! સંયમ પંથ બહુ કઠીન છે. વીતરાગના કાયદાનું તારે પાલન કરવું પડશે. તે બધું તારા સુકુમાર શરીરે કેમ સહન થશે? મેઘકુમારે કહી દીધું હે માતા ! એ બધું કાયરને માટે કઠીન છે. હું તે વીર છું. માતાએ સંયમની ખૂબ કઠીનતા સમજાવી ત્યારે તેણે સામે માતાને સંસારની અસાતા સમજાવી. કેઈ વાતે પાછા ન પડ્યા. છેવટે માતાને આજ્ઞા આપવી પડી.
મેઘકુમારે ભગવાન પાસે દીક્ષા લીધી. દીક્ષામાં તે માટે શ્રીમંત હોય, ધીમંત હોય, સામાન્ય રાજા હોય કે ચક્રવતિ હોય બધાને માટે સરખું છે. ભગવાનના શાસનમાં ગરીબ-શ્રીમંત કે નાના મેટાના ભેદભાવ નથી. ચક્રવર્તિ જેટલી તે કોઈની સાહ્યબી નથી ને? છતાં ચક્રવતિના નોકરે પહેલાં દીક્ષા લીધી હોય ને ચક્રવર્તિએ પછી લીધી હોય તે નોકરને પગે લાગવું પડે. છ છ ખંડની અદ્ધિને છોડનારા ચક્રવર્તિઓ ઘર ઘરમાં ગૌચરી જાય, કેશલુંચન કરે, બધું કરે, પણ મારા છ એારડાના ધણું એવા ચકવતિઓને એક દિવસ દશમું વ્રત કરીને ગોચરી જતાં શરમ આવે છે. ચક્રવતિઓએ રાજ્ય છોડીને દીક્ષા લીધી તે તમે એક દિવસ માટે તે ઘર છોડે. અહીં કે આનંદ છે તેની મઝા તે માણે.
પ્રથમ રાત્રીએ આવેલ પરિષહ”:-- મેઘકુમારે દીક્ષા લીધી. રાત્રે સૂવાને સમય થયે. જે છત્ર પલંગમાં મખમલની કોમળ શૈયામાં પિઢનારો તેની છેલ્લી પથારી આવી. પિતે સૂઈ ગયા. વડીલ સંતે શારીરિક કારણે ઉઠે ને મેઘકુમારની પથારી પાસેથી આવે ને જાય. અંધારે દેખાય નહિ એટલે મેઘકુમારને ઠેબા વાગવા લાગ્યા. તેના ઠેબા વાગતાં મેઘકુમારની ઊંઘ ઊડી ગઈ. અહ! મેં દીક્ષા લીધી ન હતી ત્યારે તે ભગવાન અને તેમના સંતે મને મેઘ “મેઘ' કહીને પ્રેમથી બોલાવતા હતા પણ દીક્ષા લીધી એટલે મને ઠેબા મારે છે. કે મારી ખબર પણ લેતું નથી.