________________
શારદા સાગર
૨૬૮ માને છે. એટલે પાદરીએ ગાંધીજી સાથે ખૂબ પરિચય કર્યો ને તેમને પ્રેમ સંપાદન કર્યો. એક દિવસ પાદરીએ વિનંતી કરી કે આપે દરેક રવિવારે મારા ઘેર જમવા આવવું, જેથી આપણે બંને સાથે બેસીને ધર્મચર્ચા કરી શકીએ. એટલે ગાંધીજીએ પાદરીને આમંત્રણને સ્વીકાર કર્યો. ગાંધીજી જમવા માટે પાદરીને ત્યાં ગયા. ગાંધીજી માટે તે શાકાહારી ભેજન બનાવતા હતા. એટલે પાદરીને નાના બાબાએ પૂછ્યું-પિતાજી! આપણે ત્યાં આવી રઈ શા માટે બને છે? ત્યારે પાદરીએ કહ્યું – બેટા! મારા મિત્ર ગાંધીજી હિંદુસ્તાનના છે. તે માંસ ખાતા નથી એટલે તેમને માટે શાકાહારી ભેજનની વ્યવસ્થા કરું છું. બાળક તે નિર્દોષ હોય છે. તેણે પૂછયું-પિતાજી! એ માંસ કેમ નથી ખાતા? ત્યારે પાદરીએ વ્યંગથી કહ્યું કે તે એમ કહે છે કે જેવા આપણું પ્રાણ છે તેવા બધા પશુ પક્ષીઓને પ્રાણુ છે. આપણને કઈ મારે તો જેવું દુઃખ થાય છે તેવું દુખ બીજા જીને પણ થાય છે. પાદરીની વાત સાંભળી તેના બાળકે કહેવા લાગ્યા-પિતાજી! આ તે બહુ સુંદર વાત છે. આપણે પણ માંસ ન ખાવું જોઈએ. ત્યારે પાદરી કહે છે બેટા! એ તે એના ધર્મની વાત છે. આપણા ધર્મમાં એવું કહ્યું નથી. પણ બાળકે તે કહેવા લાગ્યા-પિતાજી! ભલે આપણુ ધર્મમાં આવું ન બતાવ્યું હોય પણ બીજા કોઈ પણ ધર્મમાં સારી વાત બતાવી હોય તે શું આપણે એ ન માનવી જોઈએ?
, ગાંધીજી દરેક રવિવારે પાદરીને ઘેર આવતા ને પાદરીની સાથે ધાર્મિક ચર્ચા કરતા. પાદરીના છોકરાઓ બધી વાત સાંભળતા હતા. ગાંધીજીની સાદગી, કરૂણાની ભાવના, તેમને મધુર અને શાંત સ્વભાવ તેમજ તેમના જીવનમાં રહેલા સદગુણે પાદરીના બાળકોને ખૂબ ગમી ગયા ને તેમના તરફ આકર્ષાવા લાગ્યા અને તેમણે પાદરીને કહ્યું પિતાજી ! અમને ગાંધીજીને ધર્મ બહુ ગમે છે. અમે તે હવે કઈ દિવસ માંસ નહિ ખાઈએ. બાળકની વાત સાંભળીને પાદરીને ખૂબ કૈધ આવી ગયો ને મનમાં વિચાર કરવા લાગ્યું કે અહે ! હું તે ગાંધીજીને ઈસાઈ બનાવવા ઈચ્છતો હતો તેના બદલે મારા છોકરાએ હિન્દુ બની ગયા. બહુ ખોટું થયું. બીજા રવિવારે ગાંધીજી જમવા માટે આવ્યા ત્યારે પાદરીએ તેમને કહી દીધું કે ગાંધીજી ! હું હિંદુસ્તાનના કલ્યાણ માટે તમને ઈસાઈ બનાવવા ઈચ્છતા હતે પણ તમે તે મારા દીકરાઓને હિંદુ બનાવી દીધા તે મારાથી સહન થતું નથી માટે હવે આવતા રવિવારથી મારા ઘેર જમવા આવશે નહિ. બંધુઓ ! આ ઉદાહરણથી એક બોધ લેવાને છે કે સદાચારની સૌરભ કેટલું કામ કરે છે ! ગાંધીજીના જીવનમાં સદ્દગુણ હતા તે પિતે માંસાહારીને સુધારી શકયા. તેમ આપણા જીવનમાં પણ આવા સદ્દગુણો ખીલવા જોઈએ ને મનમાં વિચાર થ જોઈએ કે હિંદના કુળમાં જન્મીને મારાથી મદીરા આદિ વ્યસનનું સેવન કરાય જ નહિ.
આજે તે કંઈક ઘરમાં દારૂની બાટલીઓ રાખે છે. પિતે પીતા નથી પણ કોઈ