________________
૨૬૭
શારદા સાગર પાલન કરવાથી સાચી સાધક દશા પ્રાપ્ત થતી નથી ને તેને પ્રભાવે બીજા ઉપર જોઈએ તેવો પડતો નથી.
બંધુઓ! અનાથી નિગ્રંથને શ્રેણીક રાજા ઉપર કે પ્રભાવ પડે ! તે રાજા મુનિને જોઈને અંજાઈ ગયા તેનું કારણ શું હતું? તેમને આત્મા બંને પ્રકારના પરિગ્રહ થી મુક્ત બનેલો હતે. તમે આવા સાધક ન બની શકે તે ખેર ! પણ તમારું ગૃહસ્થ જીવન તે ઉત્તમ બનાવો. આજે મનુષ્યની કિંમત ઘટી ગઈ છે તેનું મુખ્ય કારણ જીવનમાંથી સંસ્કૃતિ ચાલી ગઈ તે છે. વધુ ધન કમાવા મા-બાપ પોતાના સંતાનને પરદેશ મોકલે છે. પરદેશ જાય પણ સંસ્કૃતિ જવી ન જોઈએ. આજે તે વિદેશમાં જઈને ભારતના સંતાનની સંસ્કૃતિનું સત્યાનાશ વળી ગયું છે. આજે તે છેકરાઓ પરદેશમાં જઈને દારૂ પીએ, પરમાટી ખાય, પરસ્ત્રીગમન કરે પણ મા-આપ તો એકજ જુવે કે પૈસા 'કેમ વધુ મળે ! હું તે કહું છું કે તમે રેટી ને દાળ ખાજે પણ જે જીવનમાંથી સંસ્કૃતિ ચાલી જતી હોય તો પરદેશને મેહ કરશે નહિ. સંસ્કાર એ સાચું ધન છે. આજે સિનેમા જોવાથી પણ કેવા દુર્ગણે આવે છે ! મહના પાસમાં પડવું, ચોરી કરવી, ખૂન કરવા આ બધું સિનેમાએ શીખવાડ્યું છે.
- એક છોકરો અને સારી લાઈનને હતો પણ કોલેજમાં ગયા પછી સિનેમા જેવા ગયો. એક સિનેમા જોઈ તેમાં કેઈ છોકરીની સાથે પ્રેમ કેમ કરે તે જોયું. એને રંગ લાગ્યા. એ પીકચર ચાર-પાંચ વખત જોયું. એની કોલેજમાં એક છોકરી ભણતી હતી, છોકરી પણ ખૂબ સીધી લાઈનની હતી. આ છોકરો તેની સાથે પ્રેમ કરવા મથત પણ કરી કદી આંખ ઊંચી કરતી ન હતી. ખૂબ બોલાવે ત્યારે સહેજ બોલે. તે પણ પોતાની કેલેજને વિદ્યાથી છે તે રીતે બોલતી. પણ પેલાને તે એની સાથે પ્રેમ કરે હતે. એક દિવસ છોકરી એક ગલીમાંથી જતી હતી તેની પાછળ પડે ને તેને કહ્યું–મારે તારી સાથે પ્રેમ કરે છે. તું મારી ઈચ્છાને આધીન થઈ જા. છોકરીએ ચોખ્ખી ના પાડી ત્યારે તેને ખંજર લઈને મારી નાંખી. લેહીની નદી વહી. માંસના લોચા નીકળ્યા. આ જોઈ છોકરાનું હૃદય રડી ઉઠયું પાપી ! તે આ શું કર્યું? રે સિનેમા! તારા પાપે આ કુબુદ્ધિ સૂઝીને! ન જોઈ હોત તો આ પાપ થાત? આ કરૂણ દશ્ય જોઈને છોકરો સુધરી ગયે. કારણ કે પ્રથમ તે તે સારે હતો પણ સિનેમાના પાપે આમ બન્યું. જીવનમાં સંસ્કાર અને સદાચાર હોય તો તેને પ્રભાવ બીજા ઉપર પડે છે. જુઓ, મહાત્મા ગાંધીજીની વાત કરું---
ગાંધીજી વિલાયત ગયા પણ સંસ્કાર લઈને ગયા હતા. વિલાયતમાં એક પાદરીએ વિચાર કર્યો કે હું ગાંધીજીને ઈસા મસીહને ભકત બનાવી દઉં તે હિંદુસ્તાનમાં કરે માણસ વગર મહેનતે ઈસાઈ બની જશે. કારણ કે આખા ભારતની પ્રજા ગાંધીજીને