________________
૨૬૬
શારદા સાંગર તેમના સામે નજર પણ કરી નથી. તેમના પ્રત્યે ઉદાસીન ભાવ હતો. બીજી વાત કહું. આ મનુષ્યના સુખે છેડી ચારિત્ર અંગીકાર કરીને જે દેવલોકના સુખની મનમાં ઈચ્છા કરે તે તે સાચે ત્યાગી નથી, કારણ કે અંદરમાં આત્યંતર પરિગ્રહની ગ્રંથી છેદાઈ નથી.
અનાથી નિગ્રંથ નિર્મોહી, નિમમત્વ, અને નિરહંકારી બની આત્માનંદની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે બાહ્ય અને આત્યંતર પરિગ્રહને ત્યાગ કરીને નીકળ્યા છે. બાહ્ય પદાર્થોની પૂર્ણતાથી આત્મા કદી પૂર્ણ બનતું નથી, પણ અપૂર્ણ રહે છે માટે એ આત્માએ બાહ્ય પદાર્થોને ત્યાગ કરી મનમાંથી તેના રાગને લૂછી નાંખે છે. ચિત્તની પરમ શાન્તિ, આત્માની પવિત્રતા, અને મોક્ષમાર્ગની આરાધનપરિગ્રહને ત્યાગ કરવાથી થાય છે. પરિગ્રહની મમતામાં વ્યાકુળતા અને વેદના છે. ' રિન્તચિ ને, વહ નિર્ધનતા થા ,
त्यागात् कञ्चुक मात्रस्य, भुजगो नहि निर्विष ॥ દેવાનુપ્રિયો ! જ્ઞાનીઓ કહે છે કે તારું સાધુપણું કયારે શેલે? ને તારા ચિત્તમાં સમાધિ કયારે, રહે? બાહ્ય અને આત્યંતર પરિગ્રહને એકાદ કણી પણ તારા અંતરના ખૂણે રહેવું જોઈએ નહિ. બાહ્ય પરિગ્રહને ત્યાગ કર્યો પણ અંતરંગ પરિગ્રહથી મન વ્યાકુળ છે તે બાહા નિર્ચથપણું પણ વૃથા છે. જેમ સર્પ કાંચળીને છેડીને ચાલ્યો. જાય છે પછી તેના સામું જોતું નથી તેથી તે કંઈ વિષરહિત બની જતો નથી કારણ કે તેની દાઢમાં તે ઝેર રહેલું છે ને? એટલે વિષવાળે સર્પ તે ઝેરી છે તેથી બધાને ડર લાગે છે ને? સર્પને ડર કયારે ન લાગે? એની દાઢમાં જે વિષ રહેલું છે તે દાઢ કાઢી નાંખવામાં આવે પછી એ સર્ષને તમે હાથમાં લઈ રમાડશે તે પણ ડર નહિ લાગે. કારણકે વિષ નીકળી ગયું છે એટલે કરડવાને કે ઝેર ચઢવાને ભય નથી.
' આ સપના દષ્ટાંતથી આપણે શું સમજવાનું છે ? વેશનું પરિવર્તન કર્યું, ઘર છેડીને ઉપાશ્રયમાં વસ્યા, વાહનને અને બૂટ ચંપલને ત્યાગ કરી ખુલ્લા પગે પાદવિહાર કરવા લાગ્યા. પણ જો અંદરમાં આત્યંતર પરિગ્રહનું ઝેર રહી જશે તે મનની વ્યાકુળતા દૂર નહિ થાયં. અનાથી નિગ્રંથની જેમ પરમાનંદ, પરમશાંતિ પ્રાપ્ત કરવા માટે આવ્યંતર પરિગ્રહને ત્યાગ કરવો પડશે. જેને ત્યાગ કર્યો છે તેનું સ્મરણ કરી તેને રાગ ન થ જોઈએ. અંતરંગ રાગ-દ્વેષની ગ્રંથી છેદાય નહિ, ભૌતિક પદાર્થોનું અંતરંગ આકર્ષણ ખતમ ન થાય ત્યાં સુધી મનની સ્વસ્થતા આવે નહિ. એ આત્યંતર પરિગ્રહને ત્યાગ કરે મહા કઠીન છે. એ ત્યાગ કર્યા વિના બાહ્યશથી કલ્યાણ થતું નથી. સર્પ ભલેને કાંચળી ઉતારી નાખે પણ કાંચળીની સાથે ઝેરને બહાર ફેંકી ન દે ત્યાં સુધી એ નિર્વિષ નથી બનતે. આ રીતે બાવેશનું પરિવર્તન કરવા માત્રથી કે બાહ્યાચારનું