________________
શારદા સાગર
૨૬૩ બંધુઓ ! બહાભાવે બધું ઘણું કર્યું છે. પણ એ ઉપરને ભભકે છે. કેઈ બહેને આંગણામાં સુંદર રંગોળી પૂરી હોય તે બહારથી જોઈને એમ થાય કે શું આ બહેનની ' કારીગરી છે ! કેવી સરસ રંગોળી પૂરી છે ! પણ ઘરમાં તે કઈ જાતની વ્યવસ્થા નથી તેને તમે કેવી કહેશો? આ બાઈ તે પુવડ છે. તેમ કઈ માનવી બાહ્યભાવે ખૂબ ધમીષ્ઠ દેખાતે હોય, જેનારા એમ માને કે શું આ ભાઈની ધર્મભાવના છે! કેટલું ધર્મધ્યાન કરે છે ! પણ જે અંદરથી મલીન હોય તે શું લાભ! ઘણુ માણસે એવા છે કે હોટેલમાં જઈને બટાટાવડા ખાતા હોય છે. આનું કારણ શું? બાહ્યમાં સુખ માન્યું છે. પત્ની ગમે તેટલું સારું બનાવીને જમાડે પણ એમાં રસ ન આવે. હોટેલનું ખાણું ખાવામાં રસ આવે છે. પણ વિચાર કરો. હૉટેલમાં સડેલું અનાજ અને અળગણ પાણી વપરાય છે. તેમાં કેટલા જીવોની હિંસા થાય છે! હોટેલનું ખાણું અભક્ષ છે. પણ આજે તે રવિવાર છે એટલે આમાંના કેટલાય ભાઈ બહેનેને સાંજે જમવાનું નહિ હોય. રવિવાર એટલે તમારા રસોડાને પણ સાંજે રજા હોય છે. કેમ બરાબર ને?
મોટર મારી માવડી, હોટલ મારું માળ,
સીનેમા મારું સાસરું, ને ડોકટર દીનદયાળ.” મનને મહેકાવનાર મેટર મળી જાય, જીભને ભાવે તેવું ખાવા હોટલ મળી જાય, આત્માને આનંદ લૂંટાવનાર સીનેમાનું થીએટર મળી જાય ને દેહના દર્દને મટાડનાર દયાળુ ડોકટર મળી જાય એટલે તમે તે ખુશખુશાલ બની જાય છે. ધર્મને ભૂલાવી દેનાર મેટર, હોટલ, સીનેમા અને ડોકટર મળી જાય પછી અમારી પાસે આવવું ગમે ખરું? કદાચ આવા તો ધર્મ-કર્મ અને પુણ્ય-પાપની વાતે ગમે ખરી? આ અમૂલ્ય માનવભવ પામીને કર્મને તેડવાને પુરૂષાર્થ કરવાનું છે તેના બદલે નાટક-સીનેમા અને વ્યસનેમાં પડી જીવ કર્મ બાંધે છે. અહીં તો ચેતવાની જરૂર છે. ચતુર છે તે ચેતી જજો.
ચેતીજા આતમ ચેત હવે અવસર ચાલ્યો જાય છે....અવસર આવ્યો હતે તું છેડવા, બાંધીને શાને જાય છે (૨) સ્વમાંથી તું પરમાં જઈને, શાને વધુ રબાય છે (૨) ચેતી જા....
મનુષ્ય ભવમાં ચેતવાને અવસર છે, તમે ચેતી તે ગયા છે પણ ક્યાં? હવે સોની નોટ નહિ ચાલે. તે બને તેટલી વટાવી નાખે. ત્યાં બધે અગમ ચેતી છે. પણ પૂછવામાં આવે કે ભાઈ ! કેમ નથી દેખાતા? તે કહે કયાંથી આવું? હમણાં મગજ ઠેકાણે નથી. હું તમને પૂછું છું કે મગજ ઠેકાણે ન રહે તેવું કર્યું શા માટે? હાથે કરીને બંધનમાં બંધાયા છે ને? જ્યાં મમત્વ છે ત્યાં બંધન છે. ઘણું ભેગું કર્યું ત્યારે સાચવવાની ચિંતા થઈને? આઠ દિવસ બહાર જવું હોય તે પણ કેટલી ચિંતા કેટલા તાળા અને બેંક લગાવવા પડે છે. પણ અમારે કંઈ ચિંતા છે? અમારે વિહાર કરે