________________
૨૬૨
શારદા સાગર,
કરીને કાઢી મૂકી છે ત્યારે એ શું કરશે? એની ખબર છે ત્યારે પડશે. ખરેખર! જે એ ત્રણ રાત આવીને ગયા ત્યારે જે પિતાજીને, માતાજીને કે મહામંત્રીને કે કોઈને મળીને ગયા હોત તે આ પરિસ્થિતિ ન સર્જાત. પણ છે, અને સત્યને વિજ્ય થવાને છે. બહેન! આપણને એમ લાગતું હતું કે હવે દુઃખના દિવસો પૂરા થયા પણ દુર્ભાગ્ય હજુ કસોટી કરી રહ્યું છે. આટલું બોલતાં વસંતમાલાની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા ને અંજના ન દેખે તે રીતે આંસુ લૂછી નાખ્યા. મહામંત્રીએ જ્યનાદની બધી વાત સાંભળી હવે તે રાજાને કેવી રીતે વાત કરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૩૨ શ્રાવણ વદ ૩ ને રવિવાર
- તા. ૨૪-૮-૭૫ સમતાના સાધક, મમતાના મારક અને અહિંભાવના બાધક એવા સર્વજ્ઞ ભગવતની શાશ્વતીવાણી તેનું નામ સિદ્ધાંત. આ સિદ્ધાંતવાણીના નાદે અનાદિ કાળથી અજ્ઞાનમાં અથડાતા અને સાદ કરે છે કે હે જીવ! તું જાગ. સંસાર સુખને રસીક બનીને તેં વિનશ્વર આનંદ ઘણે મેળવ્યું પણ સ્વાનુભૂતિનો આનંદ નથી મેળવ્યું. બહારના આનંદથી તારા ભવની ભૂખ ભાંગશે નહિ. બાહ્ય આનદ એટલે કર્યો આનંદ? આ દેહને આનંદ. આ આત્માએ જડના ઝળકાટ મેળવવા જેટલી જહેમત ઉઠાવી છે તેટલી ચેતનના ઝળકાટ માટે ઉઠાવી નથી. બહારના આનંદથી તારા ભવની ભૂખ ભાંગશે નહિ કારણ કે બાહ્ય પદાર્થો બાહ્ય આનંદ આપે છે પણ આત્યંતર આનંદ આપી શકતા નથી.
આ દુનિયામાં આત્મા સિવાયના જેટલા પદાર્થો છે તે જડ છે. આપણું શરીર પણ જડ છે. ને આ જડ શરીરમાં ચૈતન્યવંત આત્મા રહેલ છે. તેના કારણે તેનું મહત્વ છે. આ શરીર રૂપી નૈકા છે. તેમાં બેસીને સંસાર સમુદ્રની સફરને સફળ કરવી છે. તમે નદી અગર સમુદ્રકિનારે ફરવા માટે ગયા. ત્યાં બે જાતની નૌકા ઊભી છે. એક સૈકામાં બેસવા માટે સુંદર સીટે છે ને તેને ભભકે પણ ખૂબ છે. પણ તે હોડી પૂઠાની છે. ત્યારે બીજી લાકડાની મજબૂત છેડી છે. તેને બહુ ભભક નથી. તો તમે કઈ હોડીમાં બેસવાની ઈચ્છા કરશે? બેલે., “મજબૂત” વાણીયાના દીકરા પાકા બહુ હેય. તમે એમ તે નહિ કહો કે અમે લાકડાની હેડીમાં બેસીશું. ત્યારે હું કહી દઉં. લાકડાની મજબૂત નૌકા સમાન સંયમ છે. તે તમને આ સંસારથી પાર ઉતારે છે. ને પૂઠાની ભભકાદાર હોડી સમાન તમારો સંસાર છે તે તમને અનંત ભવમાં ભમાવે છે. બોલે, હવે કઈ હડી ગમશે? તમે એને જવાબ નહિ આપી શકે. કારણ કે તમને સંસાર ખૂબ ગમે છે. (હસાહસ).