________________
૨૬૦
શારદા સાગર
તેમને શરીર ઉપર જરા પણ મમત્વ નથી. માની લે કે કઈ સંત જંગલમાં જઈ રહ્યા છે ને બીજો એક માણસ હીરાજડિત સોનાના દાગીના પહેરીને જંગલમાં જઈ રહ્યો છે રસ્તામાં તેમને એક ચાર મળે. ચેરને જેવા છતાં મહાપુરૂષ તે પિતાના ધ્યાનમાં ચાલ્યા ગયા. જ્યારે જેણે હીરાના દાગીના પહેર્યા હતા તે ભાગ્યે. પણ ચેરે તેને પકડીને લૂંટી લીધે. એટલે તે રડવા લાગ્યું. તે સેના અને હીરાને ગુલામ હતું. તેથી તેને રડવું પડયું. આ રીતે કઈ પણ ચીજના ગુલામ થવાથી દુઃખી થવાને પ્રસંગ આવે છે. આ સંસારના પદાર્થો તમને કેવી રીતે નાથ બનાવી શકે? અજ્ઞાની મનુષ્ય ઉપભોગ કરવામાં મનુષ્ય જન્મની સાર્થકતા સમજે છે. શ્રેણુક રાજ પણ અજ્ઞાન હતા તેથી મુનિને ભેગનું આમંત્રણ આપે છે.
| મુનિએ કહ્યું તું પિત્ત અનાથ છે તે બીજાને નાથ કેવી રીતે થઈશ? આ શબ્દો સાંભળતા રાજા એકદમ ચમક્યા કે આ મુનિ શું બેલે છે? શું હું અનાથ છું? એ મને અનાથ કહેનાર કોણ? કોઈ બીજાએ મને આવા શબ્દો કહ્યા હતા તે હું તેને કડક શિક્ષા કરત. પણ આ તે મુનિ છે. એમને શું કહેવાય? મને કેઈએ અનાથ કહ્યો નથી.
જ્યારે મારા પિતાજીએ મને દેશનિકાલ કરીને પહેર્યો કપડે કાઢી મૂકો. એકલે વનવગડાની વાટે જતા હતા ને જ્યાં ગામ આવે ત્યારે ગામમાં જતો. એ નંદાના પિતાની દુકાનમાં વણીક બનીને કામ કર્યા તે પણ મને કેઈએ અનાથ નથી. કહો. સૌ મને એમ કહેતા હતાં કે તમે મહાન છે, પુણ્યવાન છે ને આ મુનિ મને કહે છે કે તું અનાથ છે. કેવી આશ્ચર્યની વાત છે. કદાચ બનવા જોગ છે એ મારાથી પણ મોટા હોય માટે મને અનાથ કહે છે. પણ તેમને મારી સંપત્તિને ખ્યાલ નહિ હેય. મુનિને રાજા શું જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર - અંજના એક મહાન પવિત્ર સતી છે. તેના ચારિત્ર વિશે કોઈને શંકા નથી. પણ ગર્ભવંતી છે એટલે સાસુ કેતુમતીને તેના પ્રત્યે ખૂબ રોષ છે. એણે અંજનાને પોતાના ગામમાંથી કાઢી મૂકવા માટે રાજાને કહ્યું પણ પ્રહલાદ રાજા ખૂબ વિચાર શીલ હતા. એમને પ્રધાન મંત્રી પણ વિચક્ષણ હતો. તેણે વિચાર કર્યો કે ચક્કસ ખાત્રી કર્યા પછી આગળ પગલું લેવું. કારણકે અવિચારી કામ કરવાથી ઘણી વખત તેનું પરિણામ ખરાબ આવે છે. મંત્રીએ તપાસ કરવા માટે પોતાના ગુપ્તચર જયનાદને અંજનાના મહેલે તપાસ કરવા મેક. સાંજ પડવા આવી પણ ગુપ્તચર સમાચાર લઈને આવે નહિ
એટલે મંત્રીને ચિંતા થવા લાગી. કારણકે શું એ માહિતી લઈને આવે છે તેના ઉપર નિર્ણય કરવાનું હતું ને સવારે રાજાને મળવાનું હતું. મંત્રી ચિંતાતુર બનીને પોતાના મહેલમાં બેઠા હતા. બરાબર રાત્રીના દશ વાગે સમાચાર લઈને જ્યનાદ આવ્યું કે મને જણ ગુપ્ત મંત્રણાલયમાં જઈને વાત કરવા બેઠા. મહામંત્રીએ પૂછયું કેમ માહિતી મેળવી ?