________________
૨૫૬
શારદા સાગર
આનંદ ન પામે તે બને ખરું? હા. જેને વીંછી કરડ નથી તેને વેદનાનો અનુભવ થયો નથી તે આનંદને ન સમજી શકે. બાકી જેને અનુભવ છે. તેને તે જરૂર આનંદ થાય. તેમ આપણે કર્મરૂપી વીંછીની વેદનામાં ઘેરાયેલા છીએ. તે વેદના મટાડનાર કેઈ આવે તે આત્માને કેટલે આનંદ થાય? જિનેશ્વર ભગવંત રૂપી અથવા સદ્દગુરૂ રૂપી વૈદ કર્મરૂપી વીંછીના ડંખની વેદનામાંથી મુક્તિ અપાવનાર છે. એમ સમજણ આવે કે તરત જીવને આનંદ થાય છે. તે આનંદ ખરેખર અવર્ણનીય હોય છે. એ આનંદ થયા પછી આપણે એ સદ્દગુરૂ ભગવંતોની આજ્ઞાનું પાલન કરીએ ત્યારે સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે એ જાણી શકાય.
બંધુઓ ! જેની રગેરગે સમ્યકત્વ સ્પશી ગયું છે તેને ક્ષણેક્ષણે પાપને ભય લાગે છે. જેને પાપને સાચે ભય લાગે છે તેને સંસાર ગમતું નથી. અભયકુમારને શ્રેણીક રાજા મગધનું રાજ્ય આપવા તૈયાર થયા ત્યારે તેણે ના પાડી, પણ ખૂબ આગ્રહ કર્યો ત્યારે કહે છે પિતાજી! હું ભગવાનને પૂછીને આવું છું. ભગવાન પાસે જઈને અભયકુમારે પૂછ્યું–હે પ્રભુ! છેલામાં છેલ્લો મુગટબંધી રાજા કોણ દીક્ષા લેશે? ત્યારે ભગવાને કહ્યું- હે અભય ! ઉદાયન રાજાએ દીક્ષા લીધી છે. હવે કોઈ મુગટબંધી રાજા દીક્ષા લેશે નહિ. ત્યારે અભયે શ્રેણીક રાજાને કહ્યું હે પિતાજી! હવે હું રાજ્ય નહિ લઉં. કારણ કે રાજેશ્વરી તે નરકેશ્વરી. રાજ્ય લઈને નરકગતિના મહેમાન મારે થવું નથી અને એવા કેણ પિતા હોય કે પિતાના પુત્રને દુઃખી કરવા ઈચ્છે? અભયકુમાર રાજ્યને મોહ છોડી દીધું. તમને કોઈ રાજ્ય આપવાનું કહે તો તમે શું કરે? લઈ લે કે જતું કરે? બેલે તે ખરા. (હસાહસ). એને રાજ્ય લેવું ન હતું ને તમને મળે તે છેડવું નથી. આવી અન્ય સંપત્તિને ત્યાગ કરી અભયકુમારે દીક્ષા લીધી. દીક્ષા લઈને ગુરૂના ચરણમાં અર્પણ થઈ ગયા. દીક્ષા એટલે સર્વ નેહના બંધને તેડવા. સંસારી સગાને સહેજ પણ રાગ રહી જાય તે તે રાગ જીવને ભવમાં ભમાવે છે અને અનંતા જન્મ-મરણ કરાવે છે. પણ જો એ રાગ છેડીને ગુરૂની આજ્ઞાને આધીન થાય છે ને તેમની આજ્ઞાનું યથાતથ્ય પાલન કરે છે તે મહાન સુખી બને છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
એક ભરવાડને છોકરે બકરા લઈને ગામ બહાર જંગલમાં ચરાવવા જતે હતો. ઘણી બકરીઓ હતી તેમાં એક બકરી કાબરચીતરી હતી. એ બકરી ભરવાડના છોકરાને ખૂબ વહાલી હતી અને તેને તે કાબલી કહીને બોલાવતો ને એને ખૂબ લાડ લડાવતો. એક દિવસ ચરાવવા ગયે. લીલુંછમ ઘાસ ચરતાં ચરતાં કાબલી ઘણે દૂર નીકળી ગઈ. સાંજ પડી ગઈ. પેલે ભરવાડને છોકરે બધી બકરીઓને હાંકી લાવ્યો પણ કાબલીને ન જોઈ. એટલામાં ખૂબ તપાસ કરી પણ કાબલી મળી નહિ. એટલે બીજી બકરીઓને