________________
૨૫૪
શારદા સાગર સમાપ્ત થશે? ના. ભેગવિલાસ અને મોજશેખ એ શું મારું કર્તવ્ય છે? ના. મારું કર્તવ્ય તે સમજવું અને સમજાવવું, કરવું ને કરાવવુ, સાચા રાહે જવું ને બીજાને લઈ જવા આ મારૂં કર્તવ્ય છે. | મારા બંધુઓ! વિચાર કરે. આ જીવનમાં તમને પાપને ભય લાગ્યો છે ખરો? જે લાગ્યું હશે તે પિકાર થયા વિના નહિ રહે. વીંછી ડંખ દીધું હોય તે તેની કેવી રાડ પડે? કાળો નાગ સામે દેડે આવે તે કેવી રાડ પાડો છો? કરડયા પહેલા રાડ પાડે ને? વીંછી કે નાગનો ભય લાગે છે તેટલું પાપને, ભય હોય તે શડ નીકળી જાય. પણ પાપને જીવ ઢાંકે છે. પાપ કરતી વખતે એમ વિચાર કરે છે કે કેણ જુએ છે? ભલે બીજા નહિ જાણે પણ અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા બે કેડ કેવળી ભગવંતે દેખે છે તેનું શું? અને અનંતા સિદ્ધ ભગવતેથી શું જીવના પાપ ગુપ્ત છે ખરા? આટલું જીવ સમજે તે ગુપ્ત પાપ કરે ખરે? તત્ત્વજ્ઞાનીઓએ પાપને ભય પાપભીરૂ તે ગુણ જણાવ્યું છે. થએલા પાપનો ડંખ જે કારમી વેદના સમાન લાગે તે આત્મા પાપથી પાછો વળ્યા વગર નહિ રહે. સાંભળે, જેને પાપને ભય લાગે છે તેવા મહાન આત્માએ રાજ્યમાં પણ લેભાતા નથી. એ કેણ? જાણો છો? અભયકુમાર. તેણે રાજ્યને પણ મેહ ના કર્યો. તમારી આટલી તૈયારી છે ને? પાપભીરુતા અને મંત્રી આદિ ચાર ભાવનામાં રમણતા કરવી એ સમ્યકત્વની નિશાની છે. પાપને ભય લાગે ત્યારે સવ જી પ્રત્યે મૈત્રીભાવ આવે ને? આ બધા ગુણે એક એકની સાથે સંકળાયેલા છે.
સમ્યકષ્ટિ જીવને પાપને ડંખ લાગે છે. પાપભીરતા એ સમ્યકત્વની નિશાની છે. પણ સમ્યકત્વની પ્રતીતિ કયારે થાય ? જેમ કે માણસને વીંછી કરડ હોય, તેની અસહા વેદના થતી હોય, તે વેદનાથી તરફડતું હોય તેને એ સમયે એમ થાય કે જાણે કેઈ મને મારી નાંખે તે પણ આવી વેદના ન થાય. આવી અસહ્ય વેદના ભગવતે હોય તે સમયે તેને શું ધન સંપત્તિને વિચાર આવી શકે? સંસારની ભેગલાલસાના વિચારમાં એનું ચિત્ત પરોવી શકે? અથવા કોઈ સબંધી આવે તે તેની સાથે વાત કરવામાં પણ એનું મન લાગે ખરૂં ? ધંધામાં આ વર્ષે ન થાય તે સારૂં, દીકરીને સારે મુરતી મળે તો સારું, આવા વિચારમાં પણ મન લાગે ખરૂં? અરે, તમારા શ્રીદેવી કહે કે ટી. વી. ઉપર સારે પ્રોગ્રામ આવ્યું છે તે તમે ટી. વી. જોવામાં મન પર તે વેદના ઓછી થશે. તે શું કહો? મારે તારૂં ટી. વી. જેવું નથી. દેવાનુપ્રિયે! કારમી વેદનાના કારણે તેનું ચિત્ત કયાંય પણ કરતું નથી. ને એ શું ઈચ્છે છે કે વીંછીના દારૂણ ડંખની વેદના કેઈને થશો નહિ.
બંધુઓ ! એક વીંછી કરડે છે તેની વેદનામાં બીજું બધું ભાન ભૂલી જવાય છે તે જેને કર્મરૂપી અનેક વીંછી કરડેલા છે તેની શી દશા થાય? તેને કેટલી વેદના