________________
૨૫૦
શારદા સાગર
પાપ છે. સિંહના દિલમાં એક વાતનુ દુખ થયું કે મને કોઈએ ગોળીબાર કરીને મારી નાખ્યા હતા તે આટલું દુઃખ ન થાત. પણ આ વચન હું સહન નહિ કરી શકું. બંધુઓ ! આ તે સિંહ હતો પણ મનુષ્યમાં ય કટુ વચન કેટલી ખરાબી કરે છે !
એક બેબીની પત્ની રાત્રે મેડી ઘેર આવી ત્યારે એને પતિ બેબી કહે છે હું તને ઘરમાં નહિ રાખું. ચાલી જા. ત્યારે પત્ની કહે છે કપડા ધેઈને જીવન ગુજારે છે ને આટલી બધી ખુમારી શા ઉપર રાખે છે? રામચંદ્રજી જેવા પુરૂષે શું સીતાજીને ઘરમાં ન રાખ્યા ? ત્યારે બેબી કહે છે હું એ રામલા જે નમાલ નથી કે છ છ મહિના રાવણના ઘરમાં રહી આવેલી સીતાને ઘરમાં રાખી તેમ હું તને રાખું નહિ. બેબીનું વચન રામચંદ્રજી સાંભળી ગયા. આ વચન ગાળીની જેમ તેમના દિલમાં સોંસરું ઊતરી ગયું. તેનું પરિણામ શું આવ્યું?
સતી સીતા સુખે સૂતા, ધોબી વેણ બન્યા ધૂતા, સીતા મૂક્યા વનવાસે..વેણ કણમાંવચન વદે સાજન.
સીતાજી આ સમયે ગર્ભવતા હતા. મહેલમાં આનંદથી વસતા હતા. એ સમયે કાપવાદથી રામચંદ્રજીએ સીતાજીને વનવગડામાં એકલી દીધા. ભગવાન કહે છે સમ્યક પ્રકારે બેલાતા વચન રત્ન જેવા છે. વચન તેલને બેલે. બીજી વસ્તુઓને ખવા માટે મણના ને અધમણના કાટલા રાખવામાં આવે છે અને ઝવેરાતને તેલવા માટે રતિના નાનકડા કાટલા રાખવાના હોય છે. વાણી સમુદ્રથી પણ અધિક ગંભીર, આકાશથી પણ અધિક વિરાટ, અને પાણીની જેમ હમેંશા સ્વચ્છ અને પવિત્ર હોવી જોઈએ.
ગ્ય સમયે બોલેલું વચન સોનાની વીંટીમાં જડેલા હીરાની જેમ ચમકે છે. માટે ખૂબ વિચારીને બેલે. જેવી વાણું તેવું પરિણામ આવે છે.
પેલે બ્રાહ્મણ વગર વિચાર્યું છે જે એટલે સિંહને ખૂબ દુઃખ થયું, છતાં એને પંદર દિવસ ધર્મને ઉપદેશ આપ્યો હતો તેથી તેના ઉપકારને ભૂલ્યો નહિ. ને બ્રાહ્મણને એક દાગીને આપીને કહ્યું હવે તમે કાલથી આવશે નહિ. કારણ કે મને તમારા વચનની વેદના ખૂબ સાલે છે. હવે આજથી છ મહિને આવજે. જે વચનની વેદના મટી જશે તો હું તમારે ઉપદેશ સાંભળીશ. બ્રાહ્મણને દિલમાં ખૂબ દુખ થયું. વિલે મોઢે ઘેર આવી પત્નીને કહ્યું કે તારી વાત માનીને તારા કહેવા પ્રમાણે કર્યું તેનું કેવું પરિણામ આવ્યું?
ન બંધુઓ! ખરાબ માણસના સંગે ચઢવાથી કેવી હાલત થાય છે? માટે કહ્યું છે કે સંગ કરો તે સંતને કરો. એક વખત એક રાજકુમાર લડાઈ કરીને પાછો ફર્યો ને વિશાળ વડલાના વૃક્ષ નીચે તેના સૈન્ય સાથે સૂતો હતો. તે સમયે એક હંસ દ્રાક્ષના માંડવે જતો હતો ત્યારે કાગડે કહે છે ભાઈ મારા ઘેર આવો ને! હંસ કહે છે તમે