________________
૨૪૮
શારદા સાગર
બની શકશે? બંધુઓ ! આ શ્રેણીક રાજાએ મુનિને કહ્યું કે હું તમારો નાથ બનીશ પણ તમે કેઈના નાથ બનવા તૈયાર છો? કોઈ માણસ તમને એમ કહે કે મારે દીક્ષા લેવી છે તે મારી પત્ની અને માતા પિતાનું રક્ષણ કરશે? તે તમે શું કહેશે? ભાઈ ! તું કહે તે પાંચ-દશ હજાર રૂપિયા આપી દઉં પણ એમને જિંદગીભર પાલવવાની મારામાં શક્તિ નથી. કૃષ્ણ વાસુદેવ કેવી દાંડી પીટાવતા હતા કે હે મારા પ્રજાજન ! જેને દીક્ષા લેવી હોય તે ખુશીથી લે, તમારા ઘરડા મા-બાપ હશે તે હું મારી દેવકી માતા અને વસુદેવ પિતાની જેમ પાળીશ ને સંતાને નાના હશે તો પ્રદ્યુમ્ન કુમારની જેમ રાખીશ તમે તેની ચિંતા ન કરો. ખુશીથી દીક્ષા લે. પિતે દીક્ષા લઈ શક્તા ન હતા. પણ જે લેવા નીકળે તેમને ખૂબ પ્રેત્સાહન આપતા હતા. તમે તપશ્ચર્યા કરી શકે તે કરજે પણ ન કરી શકતા હે તે ઘરમાં જે કરી શકે છે તેને પ્રેત્સાહન તે જરૂર આપજે. કરનારને અનુમોદના આપવામાં પણ ઘણે લાભ છે.
શ્રેણુક રાજા મુનિના નાથ બનવા તૈયાર થયા પણ મુનિએ તેમને કે જવાબ આપે? કે તું પોતે અનાથ છે તે મારો નાથે કેવી રીતે બની શકીશ? આ વચન સાંભળીને શ્રેણુક રાજા થંભી ગયા. મુનિનું વચન તેમની છાતીમાં તીરની જેમ વાગી ગયું. મુનિ રાજાને ઓળખતા ન હતા તે વાત જુદી હતી. પણ રાજાના મનમાં એમ થયું કે એક બાજુ મને કહે છે હે મગધાધિપ શ્રેણીકા અને બીજી બાજુ કહે છે કે તું અનાથ છે. આ વાત કેમ બને? મને ઓળખવા છતાં તે અનાથ કહે છે? આ વચન રાજા શ્રેણીકને હાડહાડ લાગી ગયા.
દેવાનુપ્રિયે! મુનિ ખૂબ વિવેકપૂર્વક બેલે છે. મુનિના કહેવામાં ગૂઢ રહસ્ય છે. વાણ બેલવામાં પણ વિનય-વિવેક જોઈએ. કદાચ કોઈને કટુ વચન કહેવાઈ જાય તે કેવો અનર્થ સર્જાય છે ને વચનની વેદના કેટલી સાલે છે!
એક વખત એક બ્રાહ્મણ કાશીએથી ભણુને પિતાના ગામમાં આવતું હતું. એણે ઘણી ભાષાઓનું તેમજ બીજું ઘણું જ્ઞાન મેળવ્યું હતું. પગપાળા ચાલ્યા આવતા રસ્તામાં જંગલ આવ્યું. સિંહની ભયંકર ગર્જનાઓ સંભળાતી હતી. આથી બ્રાહ્મણ ભયભીત બની ગયે. કારણ કે સૌને મરણને ડર લાગે છે. ત્યાં તે સિંહ છલાંગ મારીને આવ્યો. બ્રાહ્મણને ભય લાગ્યો પણ તે સિંહની ભાષા શીખીને આવ્યો હતો એટલે હિંમત કરીને સિંહની સામે ઊભા રહીને મધુર ભાષામાં તેને ઉપદેશ કર્યો કે હે વનરાજ ! તમે પૂર્વભવમાં કેવા પાપ કર્યો હશે કે જેથી આવી ક્રૂર જાતિમાં તમારે જન્મ થયે? અને આ જાતિમાં રહીને બીજા જેની હિંસા કરે છે તેથી કેવા કર્મો બંધાય છે? પરભવમાં તમારું શું થશે? આ બ્રાહ્મણને ઉપદેશ સાંભળીને જંગલી સિંહ ઠરી ગયે. શાંત થઈને ઉભો રહ્યો. તેને ઉપદેશ સાંભળ ગમે. સિંહે પિતાની ભાષામાં કહ્યું. તમે આજથી