________________
શારદા સાગર
૨૪૭
કર્મો ખપાવવા પુરુષાર્થ કરે પડશે. જુઓ, કોઈ કલાકારને પથ્થરમાંથી મૂર્તિ બનાવવી હોય અગર પ્રદર્શનમાં મૂકવા માટે કે મનુષ્યનું પૂતળું બનાવવું હોય તો તે બનાવવા માટે કેટલી કારીગરી કરે છે ને કેટલી મહેનત કરે છે. એ બનાવતાં બનાવતાં એક ટાંકણું વધારે મરાઈ ગયું ને તે મૂર્તિની આંખ અગર કઈ ભાગમાંથી સહેજ કશું ખરી જાય તે તેને બધે શે બગડી જાય છે. ને એની કારીગરી નકામી જાય છે. કારીગરને મૂર્તિ બનાવવા આટલી મહેનત કરવી પડે છે. તો આપણા આત્માને બહિરાત્મામાંથી પરમાત્મા બનાવવા માટે કેટલે પુરૂષાર્થ કરવો જોઈએ!
પરમાત્મા બનવા માટે આત્માને પરઘરમાંથી સ્વઘરમાં લાવવું પડશે. સ્વઘરમાં જે સુખ છે તે પરઘરમાં નથી. વિષ તે વિષ છે ને અમૃત તે અમૃત છે. ત્રણ કાળમાં વિષ અમૃત થવાનું નથી ને અમૃત તે વિષ થવાનું નથી. અમે વિહાર કરતાં થાકી ગયા હોય તે કેઈના બંગલામાં બે દિવસ રોકાઈ જઈએ. બંગલે સુંદર હોવા છતાં અમને આનંદ ન આવે કારણ કે અમને સ્થાનકમાં સ્વાધ્યાય-ધ્યાન આદિમાં જે આનંદ આવે તે તમારા બંગલામાં ન આવે કારણ કે ત્યાં સંસારના પરમાણુઓ પડેલા હોય છે. એટલે આત્મસાધનામાં આનંદ આવતો નથી. પરમાણુની પણ કેવી અસર થાય છે. મંડિકક્ષ બગીચામાં સંત પધાર્યા છે તેની અસર શ્રેણીક રાજાને બગીચામાં પ્રવેશ કરતાં થઈ હતી.
અનાથી નિગ્રંથ તે સ્વભાવની મસ્તીમાં ખુલે છે. આવા સંસાર ત્યાગી મુનિને શ્રેણીક રાજા કહે છે તમને આ દુર્લભ મનુષ્યજન્મ મળે છે તેને દુરૂપયોગ શા માટે કરે છે ? તમારું શરીર કેવું સુંદર છે ! તમારા કાન કેવા સુંદર છે. તેમાં કુંડળ પહેરાવી દઉં તે કેવા શોભી ઊઠે? તમારા માથે મુગટ કે સરસ લાગે ને કંઠમાં જે હીરાને હાર પહેરાવું તે કેવો શેભે? તમારા હાથે બાજુબંધ પહેરાવું ને સુંદર રેશમી ઝરીના વસ્ત્ર પહેરાવું તે તમે એક દેવકુમાર કરતાં પણ અધિક સૌંદર્યવાન દેખાશે. તે તમે આવા દિવ્ય શરીરને સંયમ લઈને શા માટે વેડફી નાખે છે. તમે કહે છે કે હું અનાથ તે માટે સંયમ ધારણ કર્યો છે તે હવે હું તમારો નાથ બનું, તમે મારે ત્યાં રહીને મનમાની મોજ ઉડાવે. તમને કઈ વાતે ઓછું નહિ આવવા દઉં. ત્યારે શ્રેણીક રાજાને મુનિએ કહ્યું કે હે રાજન! જે શરીરને તમે દુર્લભ માની રહ્યા છો તે ભગપગમાં વેડફી નાંખવા માટે નથી. તેમજ તમે મારા નાથ થવાનું કહો છે પણ સાંભળે. - - - - - -
अप्पणा वि अणाहोसि, सेणिया मगहाहिवा । अप्पणा अणाहो सन्तो, कस्सवाहो भविस्ससि ॥
- ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૧૨. હે મગધદેશના અધિપતિ! તમે પોતે અનાથ છે તે મારા નાથ કેવી રીતે