________________
શારદા સાગર
૨૩૯ જ્ઞાન-દર્શનાદિ ગુણે સિવાય જગતમાં મારું કોઈ નથી. અરે, જેમાં રાત દિવસ વસું છું તે દેહ પણ મારે નથી. એવા સત્યની નકકર ભૂમિકા ઉપર જે ત્યાગી મહાત્માએ ઊભા રહે છે તેમને કોઈ જાતના દુઃખને અનુભવ થતો નથી. દુઃખ કયાં છે?
જ્યાં મમતા છે ત્યાં દુઃખ છે ને? જ્યાં મારાપણું નથી ત્યાં દુઃખ નથી. સાચા વીતરાગી સંત દેહાદિના દુઃખને કે સુખને પણ પોતાના માનતા નથી અને તેથી સુખ અને દુખમાં નિલેપ રહે છે.
अणिस्सिओ इहं लोए, परलोए अणिस्सओ। ____ वासीचन्दण कप्पो य, असणे अणसणे तहा ॥ વિતરાગી સંતે આલેક કે પરલોકની આકાંક્ષાએથી વિરક્ત બને છે. આહાર પાણી મળે કે ના મળે તેની પણ પરવા નહિ. જોકે તેમના દેહ ઉપર ચંદનના વિલેપના કરે કે વાંસલાથી છેદી નાંખે પણ બધામાં સમભાવ રાખે છે. આવા ભાવ કયાંથી આવ્યા? પરાયી ચીજ ઉપરથી માલિકી ઉઠાવી લીધી છે. પરાયી વસ્તુ ઉપર માલિકીને દાવે કર એ પાપ છે. જે એના ઉપર માલિકીને દાવે કરતા નથી તે પરાયી ચીજના સુખમાં કે તેના ભડકામાં સહેજ પણ દુખ ધરતા નથી. કારણ કે જે પોતાની વસ્તુ છે તે આત્મા છે ને તેના જ્ઞાનાદિ ગુણે કોઈ શસ્ત્રથી છેદાતા નથી, અગ્નિથી બળતા નથી કે કોઈ શસ્ત્રથી કપાતા નથી. એને કોઈ કાંઈ કરી શકતું નથી. જેનામાં લાખો નગરને એકી સાથે વિનાશ કરવાની પ્રચંડ શક્તિ રહેલી છે તેવા હાઈડ્રોજન બોંબ પણ આત્માના એક પણ પ્રદેશને વિનાશ કરી શકતા નથી. જેને એક અંશ પણ વિનાશ ન થઈ શકે જેને એક અંશ કદી પણ જડ ન બની શકે, જેના ઉપર જગતની મહાન શકિત પણ કાંઈ ન કરી શકે તેવો મહાન શકિતવાન આત્મા છે.
બંધુઓ ! મારે ને તમારે આત્મા આ શક્તિસંપન્ન છે. જરા એકાંતમાં બેસીને વિચાર કરે.
જે કૌન કહાં સે આયા, મુઝે કહાં પર જાના હે .
કૌન જગતમેં મેરા હૈ, ઈસ જગમેં કહાં ઠીકાના હૈ | હું કેણું છું? ક્યાંથી આવ્યો છું ને મારે કયાં જવાનું છે કે જેની પાછળ હું ઘેલ બને છું તે મારા છે કે પરાયા છે? મારું કોણ છે? અંદરથી જવાબ મળશે કે હું. હું માલિક હું છું. દેવાનુપ્રિયે ! આ હું એટલે કે હું? એને જવાબ આપે. તમે બોલે છે ને હું કંઈક છું. તે હું એટલે કોણ? તમે એને જવાબ નહિ આપી શકે. લે, હું તમને કહી દઉં. આ તમારા અહંભાવને હુંકાર નથી, પણ આત્માને પિતાને હુંકાર છે કે હું મારા જ્ઞાનાદિ અનંત ગુણોને માલિક છું. જે મહાન પુરૂષને આવું ભાન થાય છે તે પુરૂષે જગતની પરાયી ચીજોના સબંધથી મુક્ત બને છે અને