________________
શારદા સાગર
જ્ઞાનીઓએ ત્રણ વિભાગમાં વહેંચણી કરી છે. (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા (૩) પરમાત્મા. આત્માને ઉન્નતિના શિખરે લઈ જવા માટે ચૌદ ગુણસ્થાન રૂપી ચૌઢ પગથિયાની સીડી છે. તેમાં ચૌદ ગુણસ્થાનકમાં પ્રથમ ત્રણ ગુણસ્થાનકના આત્માઓ બહિરાત્મા કહેવાય છે. ચોથાથી બારમા ગુણસ્થાનકમાં રહેલા આત્માઓ અંતરાત્મા કહેવાય છે. ને તેરમા, ચૌદમ ગુણસ્થાનના આત્માઓ પરમાત્મા કહેવાય છે. બંધુઓ ! જ્ઞાનીઓ કહે છે કે જે આત્માઓ પોતાના શરીરને આત્મા માનતા હોય અને જેના અંતરમાં “અહ” અને “મમનું ગુંજન થયા કરતું હોય કે મારે આટલા દીકરા છે. મારે આટલા બંગલા અને મોટર છે. હું વિશાળ પરિવારવાળે, હું ધનાઢય, હું આવું છું, તે છું. મારા જેવો કઈ વૈભવશાળી નથી મારા જેવા કે સુખી, યશસ્વી કે શ્રીમંત નથી. આવું બધું જેના અંતરમાં ગુંજન થયા કરતું હોય તે બહિરાત્મા છે. મિથ્યાષ્ટિના કારણે બહિરાત્મભાવવાળો જીવ સંસારનાં રપ રહીને પાપ આચરે છે ને તેમાં અંતરથી લેપાયેલું હોય છે અને એ કારણે પુગલ ભાવ તરફ એ જીવનું આકર્ષણ હોય છે. આ આત્મા બહિરાત્મા કહેવાય છે.
- બધા સંયોગની સાથે જ્યારે આત્મા સાક્ષી ભાવે રહે છે ત્યારે તેને અંતરાત્મા કહે છે. તેને બદલે પ્રત્યે અણગમો થાય છે. તે આત્મા સંસારમાં રહેવા છતાં લેપાત નથી. તેમજ જેને જ્ઞાન છે કે આ શરીરના રાગમાં ફસાઈને પિગલિક સુખ ભોગવીને જે કર્મોના સર્જન કર્યા છે તેને લઈ કર્માનુસાર જીવ તે ગતિમાં જાય છે ને જન્મ-મરણનાં દુઃખો ભેગવે છે. આવો આત્મા અંતરાત્મા કહેવાય છે. અંતરાત્મા એ પરંપરાએ પરમાત્મા બને છે.
આ રીતે આત્મજ્ઞાનની પરાકાષ્ઠા વિકાસ પામતી જાય છે અને એ ભોગની અરૂચિવાળો આત્મા અંતે ભેગેને ત્યાગ કરે છે. રાગ - દેવની મોહજનિત ચેષ્ટાઓ તેને બાળકની રમત જેવી લાગે છે ને એને ત્યાગ કરે છે. “દુર્વ માપદં” ને એનું પ્રાણસૂત્ર બનાવીને સદાચારી જીવન જીવે છે અને બારમા ગુણસ્થાનના છેડે રાગ-દ્વેષ જનિત કમેનો નાશ કરીને તેમાં ગુણસ્થાનના પહેલા સમયે આ અંતરાત્મા સર્વજ્ઞ-સર્વદશી બને છે અને અનંત સુખને સ્વામી બને છે. બહારથી રાગાદિના સંગનો ત્યાગી હવે અંતરથી પણ રાગાદિ રહિત બની જાય છે અને સર્વ અજ્ઞાનથી મુક્ત બને છે તેથી તે વિતરાગ સર્વજ્ઞ કહેવાય છે. આવા આત્માને પરમાત્મા કહેવાય છે. ટૂંકમાં રાગાદિને રાગી તે બહિરાત્મા છે. રાગાદિના દેવી તે અંતરાત્મા છે, જ્યારે રાગાદિને વિનાશક પરમાત્મા છે. જ્યાં સુધી રાગાદિ ભાવે છે ત્યાં સુધી નિર્મળ જ્ઞાનપ્રકાશની પ્રાપ્તિ થતી નથી. જો આવું કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તે રાગ-દ્વેષાદિ કષાયોને નાશ કરવાની સાધના કરે અને આંતર શત્રુઓને વિનાશ થયે એટલે કેવળજ્ઞાનની ત પ્રગટયા