________________
શારદા સાગર
વિના રહેવાની નથી. કેવળજ્ઞાન પ્રગટ થતાં આત્મા પરમાત્મા બની જાય છે ને અતે શાશ્વત સુખના સ્વામી બને છે.
૨૩૮
બંધુએ ! એ સુખ કેવા ? તમે જેને સુખ માન્યું છે તે સુખ નહિ. આ તે નક્કર અને શાશ્વત સુખ છે. આ જગતમાં સુખ એ જાતનુ છે. એક અસલી ને ખીજુ નકલી. અસલી તે પેાતાનું ને નકલી એટલે ભાડૂતી. આ સંસારનુ સુખ એટલે પાડેશીને . ત્યાંથી માંગી લાવેલા દાગીના પહેરીને તેમાં આનંદ માણવા જેવું સુખ. ઘરે લગ્ન હાય છે ત્યારે ભાડૂતી ઢાગીના પહેરીને માણુણ્ય શરીરને શેાભાયમાન કરીને હરખાય એ પણ આનંદ કેટલી વાર ટકવાના? અંદરથી તે માણસ સમજતા હાય છે કે હું ફકકડ થઈને ફેર છુ પણ લગ્ન પતશે એટલે આ બધા ઢાગીના પાછા આપી દેવાના છે. આ શાભા તા ચાર ઘડીની ચાંદની જેવી છે. આ રીતે પુણ્યની રોશની ખુઝાઇ જતાં ખધી શાભા ખગડી જાય છે. કારણ કે સુખ પુણ્યથી મળે છે ને પુષ્પ ભાડૂતી દાગીના જેવું છે. જગતનું' કાઈ પણ સુખ લાવા. બધુ ભાડૂતી છે. આપણેા આત્મા ચેતન સ્વરૂપ છે. જ્ઞાનાઢિ ગુણા એના પોતાના છે ને એને એ માલિક છે. આત્માને લાગેલા કર્મો પણ આત્માના નથી. શુભ કર્મોના યથી ઉત્પન્ન થતું સુખ પણ આત્માનું નથી. એ બધુ આત્માથી પર છે. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ
एगो मे सासओ अप्पा, नाण दंसण संजुओ । सेसा मे बाहिराभावा, सव्व संजोग लक्खणा ।
ઉત્ત. સ. અ. ૧૯, ગાથા ૯૨.
જ્ઞાન અને દર્શનથી યુકત એવા પોતાના આત્મા શાશ્વત છે. તે સિવાયના બધા બાહ્ય ભાવા છે. ભલેને તમે પરાયા સુખમાં પાગલ બનીને હરખાતા હૈ। પણ ત્રણ કાળમાં એ તમારા થવાના નથી. માની લે કે કોઇ અખોપતિ માણસ કવીનમેરી” મેાટર ખરીદી લાવે ને તેમાં બેસીને હરખાય કે કેવી સરસ મારી ગાડી છે! તેને એ પેાતાની માને છે પણ વાસ્તવિક રીતે વિચારીએ તે જે વસ્તુ પોતાની નથી તેને અજ્ઞાનપણે પેાતાની માની લીધી છે. પુત્ર- પરિવાર, ધન-વૈભવ વિગેરે સમૃધ્ધિ પેાતાની નથી. જો એ પેાતાનું હાત તે! કદી જાત નહિ પણ અહીં તે। તમે નજરે દેખા છે ને કે એ બધું ગમે તે પળે હાથમાંથી છટકીને ચાલ્યું જાય છે પછી એની પાછળ પાક મૂકીને રડશે। તેા પણુ પાછુ આવે છે? મેલે, આ વાત તે તમને સમજાય છે ને? છતાં મારું મારું છેડતા નથી. મધુએ ! આ મમતાની ગાંઠ કયારે છૂટશે? શુભાશુભ કર્મથી મળતી ચીજો ઉપર માલિકીના દાવા કરવા એ માટામાં માટુ અજ્ઞાન છે ને એ અજ્ઞાન દુઃખનું મૂળ છે.