________________
૨૪૨
શારદા સાગર આજે રક્ષા બંધનને પવિત્ર દિવસ છે. આજ દિવસ બળેવ એ નામથી પણ ઓળખાય છે. આપણા ભારત દેશમાં બીજા દેશો કરતાં આ તહેવારનું મહત્ત્વ ખૂબ છે. આજે બહેને પિતાના ભાઈને રાખડી બાંધવા જશે ને તેમના ભાઈ હાથ લાંબો કરીને બંધાવશે. આ રાખડી બાંધવાને ઉદ્દેશ્ય શું છે એ તમે જાણે છે? બહેન રાખડી બાંધીને ભાઈને એમ કહે છે ભાઈ ! હું જ્યારે સંકટમાં સપડાઉં ત્યારે તું મારી રક્ષા કરજે. પાંચ-પચ્ચીસ રૂપિયા કે સો રૂપિયાની સાડી આપી દેવાથી રક્ષાબંધન પતી જતી નથી પણ બહેને રાખડી બાંધીને તમને બંધને બાંધ્યા છે. એટલે બહેનના સુખ-દુઃખમાં સંભાળ રાખવાની જવાબદારી ભાઈના માથે છે. આ રક્ષા બંધન વિષે સેંકડો ઐતિહાસિક દાખલા છે. રાજપૂત રાજાની રાણીઓએ મુસ્લીમ રાજાઓને ભાઈ ગણી રાખડી બાંધી છે ને એ મુસ્લીમ રાજાઓએ બહેન ગણુને એમનું રક્ષણ કર્યું છે. રક્ષા બંધન વિષે જુનાગઢના રાજા રા'નવઘણ અને બહેની જાહલની પણ કરૂણ કહાણ છે. (રા'નવઘણે જાહલની કેવી રીતે રક્ષા કરી છે. આ વાત પૂ. મહાસતીજીએ સુંદર રીતે રજુ કરી હતી.) આ રક્ષા બંધનની શરૂઆત કયારથી થઈ? જ્યારે અર્જુનને પુત્ર અભિમન્યુ સાત કોઠાની લડાઈ કરવા ગયા ત્યારે તેના દાદી કુંતા માતાએ અભિમન્યુને રાખડી બાંધીને આશીર્વાદ આપીને કહ્યું-દીકરા! જ્યાં સુધી તારા હાથે રાખડી રહેશે ત્યાં સુધી તારે વાળ વાંકે નહિ થાય. અને એમ જ બન્યું કે જ્યાં સુધી એ કુંતા માતાની રાખડી અભિમન્યુના હાથે બાંધેલી રહી ત્યાં સુધી તેને કોઈ હરાવી શકયું નહિ. પણ કૃષ્ણ અને અભિમન્યુને પૂર્વના વૈર હતા. એટલે અભિમન્યુને સમજાવીને કહ્યું કે યુદ્ધમાં આવા દોરા સારા ન લાગે. તું એને તારી તલવાર સાથે બાંધી દે, અભિમન્યુએ તલવાર સાથે રાખડી બાંધી દીધી ને છેવટે કૃષ્ણ ઉદરનું રૂપ લઈને રાખડી કાપી નાંખી ત્યાર પછી અભિમન્યુ મરા છે. આવું વૈષ્ણવ સાહિત્યમાં કહેલું છે. ટૂંકમાં રક્ષા બંધનનું મહત્વ ખૂબ છે. પણ ઉપર જે કહેવામાં આવ્યું તે દ્રવ્ય રક્ષાબંધનની વાત થઈ. હવે આપણે ભાવ રક્ષાબંધન વિષે વિચારીએ.
પ્રાણીમાત્રની રક્ષા કરવી એ સાચી રક્ષાબંધન છે. આપણે જૈન શાસ્ત્રમાં આઠ પ્રકારની દયા બતાવી છે તેમાં એક સ્વદયા ને બીજી પદયા. પરયાને અર્થ પિતાના સિવાય બીજા સમસ્ત પ્રાણીઓ છે તેની દયા કરવી અને તેમની રક્ષા કરવી તે. એ તે તમે સહેલાઈથી સમજી શકે છે પણ સ્વલ્યાને અર્થ તમારામાંથી ઘણાં નહિ સમજતા હોય. સ્વદયાને અર્થ છે પિતે પિતાની દયા કરવી ને પિતાની રક્ષા કરવી. તમને થશે કે પિતાની દયા કરવામાં કહેવાની શી જરૂર ? પોતે પિતાને કેણ કષ્ટ આપે છે ? દુનિયામાં કોઈ પણ મનુષ્ય એ મૂર્ખ નથી કે પિતે પિતાને કષ્ટ આપે પણ પિતે પિતાને દુઃખથી બચાવવાનો પ્રયત્ન કરે છે. બંધુઓ ! તમને તમારા મનથી કદાચ એમ થતું હોય તે એ તમારી વાત ઠીક છે કે દરેક મનુષ્ય પોતે પોતાને દુઃખથી