________________
શરદો સાગર
૨૨૪ દયા કરીને મને રાખે. અહીંયા તમારી એંઠ ખાઈને રહીશ. પણ આવું કલંક લઈને પિયરમાં કેવી રીતે જાઉં? બા ! મારા ઉપર એટલી કૃપા કરો. હું કુસતી નથી--સમાસ દીકરા આવે પછી તમે જ્યાં કહેશે ત્યાં જઈશ. પણ અત્યારે તમારી ને કરડી કરીને રાખશે તે પણ હું આનંદથી રહીશ. હું જઈશ પછી તમને પસ્તા થશે. મારી આટલી અરજી ઉરમાં ધરો. પણ સાસુ તે ડબલ, કેધ કરીને કહે છે મને કોઈ પસ્તા થવાને નથી. તું મને કહેનારી કોણ? ચાલી જા અહીંથી, જે હદમાં જ્યાં સુધી તારા સસરાની આણ વર્તાય છે ત્યાં તારે રહેવાને હક નથી. હે પાપિણ! તું અહીંથી નહિ જાય ત્યાં સુધી મારે અન્નપાણીને ત્યાગ છે. હવે આ કેતુમતી સાસુજીત નિયમ લઈને બેઠા છે. અંજનાના માથે કેલની ઝડીઓ વરસાવે છે. કટુ વચને બેલે છે. અંજનાનું શરીર ભયથી થરથર ધ્રુજે છે. ઘડીકમાં બેઠી થાય છે ને ઘડીકમાં પડી જાય છે. આવી તેની સ્થિતિ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સાસુ તેના કેવા બૂરા હાલ કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૨૮ શ્રાવણ સુદ ૧૪ ને બુધવાર
- તા. ૨૦-૮-૭૫ અનંત જ્ઞાની મહાન પુરૂષએ જગતના જીવોના કલ્યાણને માટે આગમ વાણું પ્રકાશી કે હે ભવ્ય છે. જે તમને બંધનમાંથી મુક્ત થવાનું અને આત્માને ઉત્થાનના પંથે લઈ જવાનું મન થતું હોય તે હવે જાગે. બંધનમાંથી મુક્ત થવાની ભાવના થતી હોય તે સર્વ પ્રથમ એ વિચાર કરે પડશે કે બંધન કયું? તમે પ્રતિક્રમણમાં બોલે છે ને કે “પડિક મામિ દેહિં બંધBહિં રાગ બંધણેણું, દેસ બધણેણું રાગ અને દ્વેષનું બંધન છે. રાગ અને દ્વેષ એ કષાય છે. રાગ-દ્વેષાદિ કષાયમાં જોડાઈને જીવ તીવ્ર કર્મો બાંધે છે. આ તીવ્ર કર્મોનું બંધન જીવને દુર્ગતિમાં લઈ જાય છે. અને સમ્યજ્ઞાન, સમ્યગ્ગદર્શન અને સમ્યગ ચારિત્ર જીવને બંધનમાંથી મુક્ત કરાવે છે. અનંતકાળથી આપણે જીવ કર્મબંધનના દેરડે બંધાય છે. તે કેવી રીતે તૂટે? સૂયગડાયંગ સૂત્રમાં ભગવંત બોલ્યા છે કે –
बुझ्झिझत्ति तिउट्टिज्जा, बंधणं परिजाणिया । कि माह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ॥
સૂય. સૂ. અ. ૧ ઉ. ૧. ગાથા ૧ હે ભવ્ય જીવો! તમે જાગે. સમજે ને વિચારે કે જીવને કર્યું બંધન અનત સંસારમાં રઝળવે છે? બંધનને જાણીને બંધનમાંથી મુકત થવાને પ્રયત્ન કરે. આમ તે સંસારમાં કેઇને બંધન ગમતું નથી. સા બંધનમાંથી મુક્ત થવા ઈચ્છે છે, ગાય ભેંસ જેવા પશુઓને તેનો માલિક ખીલે બાંધે છે. પણ જ્યારે તેને બંધન ખટકે છે