________________
શારદા સાગર
૨૩૩
ક
તપ કરતાં એને રેકજે. ભૂખ્યાની સાર સંભાળ રાખજે ને એને સાચવજો. આ પ્રમાણે કહી વંદન કરી દુઃખિત દિલે બત્રીશ પત્ની અને ભદ્રા માતા બધા પરિવાર સાથે ઘેર આવ્યા. “આત્માથી અવંતી મુનિએ બારમી પહિમા વહન કરવાની આજ્ઞા માંગી
આ તરફ નવદીક્ષિત અવંતી સુકુમાર મુનિ ગુરૂદેવને કહે છે હે ગુરુદેવ! જે આપ આજ્ઞા આપે તે આજે શ્મશાન ભૂમિમાં જઈ બારમી પડિમા વહન કરૂં? ગુરૂ તે જ્ઞાની હતા. જ્ઞાન દ્વારા જાણી લીધું કે આ જીવ અલ્પ સમયમાં કામ કાઢી જવાને છે એટલે કહ્યું કે હે દેવાનુપ્રિય તમને જેમ સુખ ઉપજે તેમ કરે. ગુરૂની આજ્ઞા મળતાં ‘તરત પ્રથમ ગુરૂને વંદન કર્યું ને પછી ચરણમાં પડી ક્ષમા માંગી. તેમજ બધા સંતને ખમાવ્યા ને બધાની આજ્ઞા લઈને જવા નીકળે છે ત્યારે બધા સંતની આંખમાં આંસુની ધાર વહેવા લાગી. દરેકના દિલમાં થઈ ગયું છે કે કમળ! એક પલવારમાં સયમ લઈને કર્મોની સાથે જંગ ખેલવા ચાલ્ય! અવંતી મુનિ એકલા ચાલી નીકળ્યા. ભયંકર વનમાં ઘણે દૂર જ્યાં શમશાન હતું, મડદા બળી રહ્યા હતા. જે વન ભયંકર બિહામણું ને વિકરાળ હતું. કોઈ દિવસ તે ખુલા પગે ચાલ્યા ન હતા. મખમલની ગાદી જેવા કોમળ પગમાં કાંટા ભેંકાયા, કાંકરા વાગ્યા ને લોહીની ધાર વહેવા લાગી. એવા સુકોમળ અને સોભાગી કુંવરે કઠણ પરિષહ સહવા માંડયા. એક જગ્યા એ ઉભા રહી પંચ પરમેષ્ટીને હૃદયમાં ધારણ કરી સર્વ જીવરાશીને ખમાવ્યા. પછી અરિહંત શરણું પવનજામિ. સિધે શરણું પવજામિ સાહુ શરણે પવનજામિ કેવળી પન્નતં ધમૅ પન્નત ધમ્મ શરણે પવનજામિ આ રીતે ચાર શરણના ધ્યાનમાં લીન બની ગયા.
દીક્ષાની પ્રથમ રાત્રે ભયંકર ઉપસર્ગ - મુનિના પગમાંથી લેહી નીકળતું હતું તે લેહીની ગંધે ગંધ એક ભૂખી- શિયાળણી પૂર્વનું વેર યાદ કરતી, ભક્ષની શોધ કરી પોતાના બચ્ચા સહિત ત્યાં આવી. મુનિ તો કાઉસગ્ગ ધ્યાનમાં મગ્ન બની ગયા છે. તે શિયાળણી અને તેના બચ્ચા લોહીથી ખરડાયેલા પગ ચાટવા લાગી. તીર્ણ દાંતથી ચટ ચટ ચામડી ચૂટવા લાગી. લેહી–માંસ ગટગટાવા લાગી. ચામડીને બરાબર બટકા ભરવા લાગી. અને નસો ત્રત્રટ કરતી તેડવા લાગી. આખી રાત્રીમાં તે પગથી પેટ સુધીનો ભાગ ખાઈ ગયા. આવા ઘર સંકટમાં મુનિ ચિંતવણું કરે છે કે હે જીવ! આ કાયા માટીમાં ભળી જવાની છે. બળીને રાખ થવાની છે માટે સહેજ પણ રોષ રાખીશ નહિ. આ ભૂખ્યા પ્રાણીઓ મારી કાયાનું ભક્ષણ કરી ભલે તૃપ્ત થાય. આવી ઉચ્ચભાવનામાં પ્રાણ ત્યજ્યા અને નલિની ગુલ્મ વિમાનમાં મઘમઘતા મનહર પુષ્પથી ભરચક દેવશયામાં દેવ તરીકે ઉત્પન્ન થયા. મનવાંછિત ફળ મેળવ્યું. સાથે એકાવતારીને