________________
શારદા સારા
૨૩૧
મને જલ્દી દીક્ષા આપેા. એના સાચા વૈરાગ્ય જોઈને ગુરૂ કહે છે તારી ભાવના ઊંચી છે. પણ માતાની આજ્ઞા સિવાય મારાથી તને દીક્ષા અપાય નહિ. માટે જો તારે દ્દીક્ષા લેવી હાય તે! તારી માતાની અને પિરવારની આજ્ઞા લઈ આવ.
“માતા પાસે દીક્ષાની અનુમતિ માંગી” :- કુમાર ગુરૂ પાસેથી ભેા થઇ માતાની પાસે આવ્યા, માતાને નમન કરી માતાના પગની ચરણરજ લઈ કામળ સ્વરે વિનવે છે. માતાજી! મને દીક્ષાની આજ્ઞા આપેા. મારી ક્ષણ લાખેણી જાય છે. કાળરાજા કયારે આવશે તેની ખખર નથી. કાળના પંજામાંથી બચાવવા કાઈ શણભૂત થશે નહિ. પિંજરમાં પડેલુ' પક્ષી અર્નિશ દુઃખ વેઠે છે તેમ હું પણ આ માયા પિંજરમાં સપડાયે છું તે। મને મુકત કરો. ઋદ્ધિ અને રમણીના અધન મને દીઠા પણ ગમતા નથી, આ કાયા કાચી માટીના કુંભ જેવી છે. તેા હવે ઢીલ નહિ કરતા. મને જલ્દી દીક્ષાની આજ્ઞા આપે. સચમની ધૂન લાગી, આતમ પ્યાસ જાગી,
આપા મૈયા આપેા મને દીક્ષાની ભિક્ષા-આપેા (૨)
હે મૈયા ! મને દીક્ષાની ભિક્ષા આપે. પુત્રના વૈરાગ્યભર્યા વચને સાંભળીને માતા કહે છે બેટા ! આ તુ શુ ખેલે છે? અત્યારે કાઇ ધૃતારાએ તારા માથામાં ભુરકી નાંખીને તને ભરમાવ્યે નથી ને ? તુ લક્ષ્મીના લાડકવાયા, મારા પ્રાણના આધાર, મારા હૈયાના હાર અને મંત્રીશ ખત્રીશ યુવાન પત્નીઓના સ્વામી છે. વળી તારી ઉંમર નાની છે, હું તને દીક્ષાની આજ્ઞા નહિ આપું.
તું છે બેટા નાના, બેસી રહે ને છાના માના, નહિ આપુ (૨) દિક્ષાની ભિક્ષા....અરે નહિ આપું (ર)
બેટા ! તું હજુ અણુસમજુ છે. માટે ખેલ્યું તે ખેલ્યેા, હવે કયારે પણ તું મારી પાસે ઢીક્ષાની વાત ઉચ્ચારીશ નહિ. દીક્ષા લેવી તે કંઇ ખાવાના ખેલ નથી. ત્યાં તને કેવા કષ્ટો પડશે તે તુ જાણે છે ? સાંભળ, અહીં તું કેટલા સુખમાં રહે છે. ત્યાં તે ભૂખ-તરસના પરિષહ વેઠવા પડશે. મખમલની સુવાળી શય્યામાં પાઢનારા તુ એક ગરમ સંથારિયા ઉપર કેવી રીતે સૂઈશકીશ ? અહી રાજ રાજ નવા વસ્ત્ર પહેરનારા ત્યાં મેલા કપડા કેવી રીતે પહેરી શકીશ ? વાળ ભાજીપાલાની જેમ ચૂંટાશે. એવે લેાચ કરવા પડશે ને મમતાના સંપૂર્ણ ત્યાગ કરવા પડશે. આવા ટો તારી કામળ કાચા સહન કરીશકશે નહિ, માટે દીક્ષાની ઘેલછા છેોડીને નિરાંતે સંસારના સુખા ભાગવ અવંતી સુકુમાર માતાના મેહ ભરેલા વચના સાંભળી વિચાર કરવા લાગ્યા કે આ માતા અને પત્નીએ મને આજ્ઞા આપે તેમ નથી. જો તેમની આજ્ઞા ન મળે તે ગુરૂદેવ દીક્ષા આપે નહિ. હવે મારે શુ કરવુ ?