________________
૨૩૦
શારદા સાગર
મારે હવે ચેતવું જોઈએ. આમ વિચાર કરી બધી સ્ત્રીઓની વચ્ચેથી ઊભે થયે. સાતમા માળેથી ઊતરી આર્ય સુહસ્તિ પાસે આવીને વિનયપૂર્વક વંદન કરી હાથ જોડી ગુરૂદેવની પાસે બેસી ગયે ને પૂછયું કે હે ગુરુદેવ! આપ જે નલિનીગુલમ વિમાનનું વર્ણન કરો છે તે શું આપને પ્રત્યક્ષ દેખાય છે? મહારાજ કહે ભાઈ! મને પ્રત્યક્ષ દેખાતું નથી. પણ ગુરૂ પાસેથી શાસ્ત્રનું જે જ્ઞાન સંપાદન કર્યું છે તેના આધારે જાણી શકીએ છીએ કે નલિની ગુલ્મ વિમાનમાં વસતા દેવના આવા વૈભવ છે ને આવું સુખ છે. બાકી પ્રત્યક્ષ દેખાતું નથી ત્યારે અવંતીસુકુમારે કહ્યું ગુરૂદેવ ! હું ભદ્રા માતાને પુત્ર છું આપ જેનું વર્ણન કરે છે તે નલિની ગુલ્મ વિમાનમાંથી દેવના સુખ જોગવીને અહીં આવ્યો છું પણું તે દેવના સુખ પાસે મને અહીના સુખે તુચ્છ ને અસાર લાગે છે. મને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે. એટલે ત્યાંના વૈભવ અને સુખ મને તે પ્રત્યક્ષ દેખાય છે. ત્યાંના વૈભવ શાશ્વત છે ને અહીંના સુખે તે નાશવંત છે. તે હે ગુરુદેવ! આપ મને કૃપા કરીને કહે કે હું તે દેવ વિમાનના સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકું? હવે અહીં મારાથી રહી શકાય તેમ નથી. ત્યારે ગુરૂ કહે છે ભાઈ! તે દેવના સુખ તે સંયમથી પામી શકાય છે કુંવર કહે ગુરુદેવ! મને જલ્દી દીક્ષા આપો હું દેવકના સુખ વિના તૃપ્તિ પામી શકીશ નહિ. મારી આશા પૂર્ણ કરે. સમય જોઈને ગુરૂ કહે છે ભાઈ! તને દેવલોકના સુખની આટલી બધી ઝંખના છે. પણ વિચાર કર દેવના સુખે કરતાં પણ સિદ્ધ ભગવંતોનું સુખ તે અનંતગણું છે. દેવનું આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી ચવવું પડે છે એટલે તે સુખ પણ અશાશ્વત છે. ને સિદ્ધનું સુખ શાશ્વત છે. ત્યારે કુમાર કહે છે. દેવના સુખથી પણ ચઢીયાતું સુખ મળતું હોય તે તે મારે જોઈએ છે. પણ એ સુખ કેવી રીતે મળે? ત્યારે ગુરૂ કહે છે આત્મલક્ષે, કર્મનિર્જરાના હેતુથી ઉગ્ર સંયમનું પાલન થાય તે જલ્દી મેક્ષ મળે છે. તે ગુરૂદેવ! હવે મારે એક ક્ષણ સંસારમાં રહેવું નથી. આપ જલ્દી કરે.
બંધુઓ ! જુઓ, અવંતીસુકુમારને કેવી લગની લાગી છે! દેવના સુખ મેળવવાની લગની હતી હવે મેક્ષની લગની લાગી. ગુરૂ કહે છે કુમાર! તું હજુ નાનો છે. વળી સુકુમાર છે. માતાને લાડકવા છે, ભરયુવાનીમાં સંયમ લેવો કઠીન છે, પંચ મહાવ્રતનું પાલન કરવું તે લાખ જજનના મેરૂ પર્વતને માથે ઉપાડવા જેવું કામ છે. મીણના દાંતે લેઢાના ચણ ચાવવા જેવું છે. અગ્નિને સ્પર્શ ભયંકર છે તેના કરતાં પણ સંયમનું પાલન અતિ આકરું છે, વળી તપ કર દેહયલે છે. પરિષહ સમભાવે સહન કરવા પડશે. બોલ, તારાથી બની શકશે? બરાબર વિચાર કરજે.
' ગુરૂના વચન સાંભળી અવંતીસુકુમાર કહે છે પ્રભુ! દુઃખ વિના કદી સુખ મળતું નથી. અલ્પ દુખે ઝાઝું સુખ મળતું હોય તે તે દુઃખ ગણાય નહિ. હવે મને અહીંના ત્રદ્ધિ-રમણી અને રંગમહેલના સુખ ગમતા નથી. મારી એકેક ક્ષણ લાખેણી જાય છે,