________________
૨૩૪
શારદા સાગર બિલે લઈ ગયા. એક દિવસમાં ઉચ્ચભાવનાના બળે કયાં હતાને ક્યાં પહોંચી ગયા? પછી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને મેક્ષમાં જશે.
મુનિના દર્શને જાય છે. માતા અને પત્નીએ - આ તરફ કુમારને દીક્ષા આપીને ગયા પછી ભદ્રા માતા અને તેની બત્રીસ પુત્રવધુઓ કુમારની વિરહ વેદનાથી પૂરી રહ્યા છે. રાત પડી પણ કોઈને ઊંઘ આવતી નથી. વિચાર કરે છે અહ! આપણે તેત્રીસ જણા છીએ. એક જ માણસ નથી તેના અભાવમાં મહેલ કે ભેંકાર જેવું લાગે છે. કઈ ખાતા પીતા નથી. કુરે છે. જ્યારે સવાર પડે ને એમના દર્શન કરવા જઈએ. એવી ભાવના છે. રડતાં ને મૂરતાં રાત પસાર કરી. સવાર પડતાં ભદ્રામાતા અને બત્રીસ સ્ત્રીઓ બધા દર્શન કરવા માટે ગુરૂ પાસે આવ્યા. એક પછી એક બધા સંતાના દર્શન કર્યા. પણ જેના દર્શન માટે આંખડી તલસે છે તેવા અવતી સુકુમાર મુનિને જોયા નહિ એટલે વિનયપૂર્વક વંદન કરીને ભદ્રામાતાએ પૂછયું. ગુરૂદેવ ! હજુ ગઈ કાલે દીક્ષા અંગીકાર કરી છે એવા આપના નવદીક્ષિત શિષ્ય કયાં છે? ગુરૂએ તે પિતાના જ્ઞાનથી જાણી લીધું હતું કે કયાં ગયા ને શું બન્યું એટલે કહ્યું હે માતા! એ તે જ્યાંથી આવ્યા હતા. ત્યાં ચાલ્યા ગયા. એમ કહી શું બન્યું ને ક્યાં ગયા તે બધી વાત વિસ્તારપૂર્વક કહી
માતા અને સ્ત્રીઓને કાળ કલ્પાંત – વાત સાંભળતા માતા અને બત્રીસ પત્નીએ હૈયા ફાટ રૂદન કરતી બેભાન અવસ્થામાં ધરતી ઉપર ઢળી પડી. આંખમાંથી અશ્રુની ધારા છૂટી. દુઃખને સાગર ઉભરાયે. ભાનમાં આવતા ગુરૂ મહારાજને કહે છે અમારા મનમાં એમ હતું કે અમારા પતિના સાધુવેશમાં દર્શન કરીશું ને પાવન થઈશું અને યથાશકિત વ્રત નિયમનું પાલન કરીશું. અમારું આટલું સુખ પણ દેવે સાંખ્યું નહિ ને અમને અનાથ બનાવી દીધા. અમારા પૂરા પાપ ઉભરાયા. હવે અમે કયાં જઈશું? કોને કહેવું ? શું કરવું? કંઈ સૂઝ પડતી નથી આ રીતે પસ્તા કરતાં પછાડે ખાતાં બધા જયાં મુનિ ધ્યાન મગ્ન બન્યા હતા ત્યાં આવ્યા. પુત્રનું છિન્નભિન્ન થયેલું કલેવર જોઈ આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. અરેરે.દીકરા! આ શું કર્યુ? માતા અને પત્નીઓને કરૂણ કલ્પાંત ભલભલા કઠોર હૃદયના કાળજાને કંપાવી દે તેવું હતું. એવું કરૂણ વાતાવરણ સર્જાયું હતું. હવે જીવતર શા કામનું છે? હે હદય ! તુ કેમ ફાટી જતું નથી ? પાષાણ છે કે લેહ ? વહાલાને વિયોગ સાંભળાતાં તું કેમ ફાટી પડતું નથી ? કટારી પેટમાં મારીને પેટ ચીરી નાંખીએ કે અગ્નિમાં પડીને બાળી મરીએ ! આ દુખ દેહમાં સમાતું નથી. આમ બોલીને માતા તથા પત્નીઓ કલ્પાંત કરે છે. તેમના સગાસબંધીઓએ તેમને સમજાવીને પુત્રના શબની અંતિમ ક્રિયા કરી લથડતા પગે દુખિત દિલે બધા ઘેર આવ્યા. ઘરમાં પણ કેઈને ગમતું નથી. ભદ્રા માતા કહે છે “ગયે ગયે મારા ઘરને રાજ ગયે. “