________________
૨૨૬
શારદા સાગર
જે રમણુતા કરે તે દુનિયામાં કોઈ એવી શક્તિ નથી કે જીવને બંધનમાં બાંધી શકે. આપણે આત્મા અનંત શક્તિને સ્વામી છે. ચૈતન્ય સ્વરૂપ છે. ત્યારે કર્મ તે જડ છે. ચેતન આગળ જડની તાકાત છે કે તે બાંધી શકે? તત્ત્વાર્થ સૂત્રમાં આચાર્ય ઉમાસ્વાતિજીએ પણ કહ્યું છે કે “સષાયાવાક્નીવઃ કર્મો જોવાનું પુરાના ” જ્યારે જીવ કષાયમાં જોડાય છે ત્યારે કર્મને યેગ્ય પુદગલેને ગ્રહણ કરે છે. કેધાદિથી જીવને કર્મ બંધ થાય છે ને ક્ષમાદિથી તે બંધનને છેદી શકાય છે. બીજી ભાષામાં કહીએ તે રાગ-દ્વેષ અને મોહ એ જેમ કર્મ બંધનને પંથ છે તેમ જ્ઞાન-દર્શન–ચારિત્ર એ મોક્ષને પંથ છે. જીવ જે પિતાના સ્વભાવમાં સ્થિર હોય તે કર્મની તાકાત નથી કે જીવને દબાવી શકે? કર્મો ગમે તેટલા બળવાન હેય પણ અંતે જડ છે ને આત્મા ચેતન છે. પણ જે ઘરને માલિક ઊંઘતો હોય તે ચેર લૂંટારા એની મિલ્કત તૂટી જાય છે. તેમ જીવ જે પ્રમાદને વશ થઈને ઊંઘતે હશે તે પિતાનું જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપરૂપી ધન લૂંટાવાના છે અને કર્મની પરાધીનતામાં પડી અનેક વિધ કલ્ટોકારે જીવને સહન કરવા પડે છે.
અનંતકાળથી પ્રમાદને વશ થઈને જીવે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે. છતાં હજુ પણ જીવ પ્રમાદને ત્યાગ કરીને પુરૂષાર્થ કરે તે હાથમાંથી ગયેલું સામ્રાજ્ય પાછું મેળવી શકે. અંદરની અખૂટ શાંતિ એટલે જ્ઞાન-દર્શન ચારિત્ર એ જીવનું સાચું સામ્રાજ્ય છે. એને એક વખત પામી જાય તે આ જીવ ત્રણ ભુવનને સમ્રાટ બની જાય. આત્માના સામ્રાજ્ય આગળ ચકવતીના છ ખંડની અદ્ધિ પણ તણખલા તુલ્ય છે. માટે આત્માનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવાને આ અમૂલ્ય અવસર છે. આ અવસર ફરી ફરીને મળ દુર્લભ છે. માટે એવું નિશાન તાકીને મહારાજાની છાતીમાં એ પ્રહાર કરે કે મેહનીય કર્મ જડમૂળમાંથી ઉખડી જાય. મહરાજ એ આત્માને કટ્ટર શત્રુ છે. અનતી વાર એણે જીવને ભવમાં ભમાવ્યો છે. એણે જીવની ખરાબી કરવામાં બાકી રાખી નથી. માટે આ વખતે તો એવું પરાક્રમ કરીને બળથી તેની સામે ઝઝુમીએ કે ફરીને એ મેહશત્રુ ઊભું ન થાય.
કર્મ જડ હોવા છતાં ચેતનને કેવા નાચ નચાવે છે ! વનરાજ કેશરી સિંહને એક ઘેટું ખાઈ જાય એ કેવી વાત કહેવાય? બળવાન એવા સિંહને ઘેટું ખાઈ જાય એ વાત સાંભળીને ભલભલા આશ્ચર્યમાં પડી જાય. સિંહ આગળ ઘેટાની તાકાત છે? તેમ અનંત શકિતના અધિપતિ એવા આત્મા આગળ જડ કર્મનું પણ શું ગજું? પરંતુ આ શકિતશાળી આત્મા જ્યાં પિતે પોતાના સ્વરૂપમાં ન હોય, જડ પુલોમાં આસક્ત બની ગયે હોય ત્યાં જડ કર્મો તેને દબાવે એમાં શું આશ્ચર્ય! સૂતેલે ચૈતન્ય રૂપી સિંહ એક વાર સ્વરૂપમાં આવીને ગર્જના કરે તે તેને ઘેરી વળેલા આઠ કરૂપી