________________
શારદા સાગર
૨૨૭
ઘેટા પલવારમાં ભાગી જાય ને આત્મા બંધનમાંથી મુકત બની જાય.
જે જીવને મોક્ષ મેળવવાની ઈચ્છા પ્રગટ થઈ નથી તે જીવ હજુ અચરમાવર્તકાળમાં છે. એટલે કે હજુ ચરમાવર્તકાળમાં આવ્યું નથી. ભવી જીવના અંતરમાં તે ભવ પ્રત્યેને ખેદ હોય છે. અને નિશદિન શું વિચારશું કરે છે? અનંતકાળથી હું જન્મમરણના ફેરા ફેરું છું. ચતુર્ગતિના ચકરાવે ચઢયે છું. હજુ આ ભવભ્રમણનો અંત ન આવે? આ પરિભ્રમણને અંત કયારે આવશે? મારે આત્મા પંચમગતિને કયારે પામશે? આવા વિચારો જેને આવતા હોય તે જીવ ભવી છે. અભવી જીવને મેક્ષ તત્વની વાત રૂચે નહિ. જ્યાં મોક્ષની વાત આવે ત્યાં અભવી ત્યાંથી ઊભો થઈ જાય. નવતત્તવમાં જીવાદિ આઠ તત્ત્વોની અભવી જીવ શ્રદ્ધા કરે પણ મેક્ષતવની શ્રધા કરે નહિ. મોક્ષ તત્વની શ્રદ્ધા નહિ કરનારા જીવને જ્ઞાનીએ અત્યંત ભારે કમી કહ્યા છે. અનંત આત્મિક, અવ્યાબાધ એવા મેક્ષના સુખને ચાહનારા છ નિકટ મોક્ષગામી છે. ઘાતી અને અઘાતી કર્મના ક્ષય પછીનું જે આત્મિક સુખ છે તે વાસ્તવિક સુખ છે.
બંધુઓ! ઘાતકર્મને ક્ષય ક્યારે થાય? જ્યારે મેહનીય કર્મ હાથમાં આવી જાય ત્યારે ને? મોહનીયકર્મ કેટલા ગુણઠાણ સુધી હોય તે જાણે છો ને? અગિયારમા ગુણસ્થાનક સુધી મેહ હોય છે. ૧૧- ૧૨ - ૧૩ – ૧૪ એ ચાર વીતરાગી ગુણસ્થાનક કહ્યા છે છતાં અગિયારમાં ગુણસ્થાનનું નામ ઉપશાંત મેહ ગુણસ્થાનક છે. ત્યાં ભાળેલા અગ્નિ જે સૂમ લેભ હોય છે તે સૂક્ષ્મ લેભને ઉદય થાય તે કષાય અગ્નિ, પ્રજળે ને જીવ પડવાઈ થતાં દશમે થઈને પડતાં પડતાં પહેલે ગુણઠાણે પણ ચાલ્યા જાય છે. ને અગીયારમે ગુણસ્થાનકે કાળ કરે તે અનુત્તર વિમાનમાં જાય છે ને જે પડતે અટકે તે દશમે થઈને આઠમે ગુણઠાણે જાય. ત્યાં જઈને પાછા ક્ષેપક શ્રેણી માંડે તે બારમે ગુણઠાણે જઈને મેહનીય કર્મને મૂળમાંથી ક્ષય કરે છે. અને તેરમા ગુણસ્થાનના પહેલે સમયે કેવળજ્ઞાનની જ્યોત પ્રગટાવે છે.
ટૂંકમાં આપણે તે એ વાત ચાલે છે કે ઘાતી કર્મને ક્ષય થયા પછી આત્માનું સુખ અલૌકિક હોય છે. એક મોહનીય કર્મ જાય એટલે જ્ઞાનાવરણી, દર્શનાવરણીય અને અંતરાય આપમેળે જાય છે. બધામાં જમ્બર મોહનીય છે. જમ્બર સેનાપતિ પકડાઈ ગયા પછી નબળાને પકડતા વાર લાગતી નથી. એટલે આઠ કર્મના ક્ષય પછીનું જે સુખ છે તે આત્મિક સુખ છે. એ સિવાયનું પીગલિક સુખ ગમે તેવું ચઢીયાતું હોય પણ અંતે દુઃખરૂપ છે. એવી દઢ પ્રતીતિ જે જીવને હોય છે તે નિયમા ભવી જીવ છે. અભવી જીવને ભૌતિક સુખની ભૂખ હોય છે. અને તે માટે તે ચારિત્ર અંગીકાર કરીને ઉગ્ર તપ કરે છે. જેની જતના તે એવી રાખે કે શ્રાવક હોય ત્યારે પૂજ્યા વિના પગલું પણ ન